________________
પ્રવામિ ]
योगश्रेणी।
२५१
૧૭ તે મહેશ્વર છે, તે પરમેશ્વર છે, તે સ્વયમ્ભ છે, તે પુરુષોત્તમ છે, તે પિતામહ છે, તે પરમેષ્ઠી છે, તે તથાગત છે, તે સુગત છે અને તે શિવ છે.
૧૮
હે ભાગ્યશાલીઓ! તે આ ઇશ્વર તમારા માનસને હંસ બને ! પરમાત્મપદને મેળવવાને એ મહત્વપૂર્ણ ઉપાય છે.
આ (પ્રભુભક્તિના) માગે માણસ પોતાના જીવનને સદાચારમય બનાવવા શક્તિમાન થાય છે. અને પોતાના ચારિત્રબળની મહાન ઉન્નતિ દ્વારા આત્મવિકાસની પકાષ્ઠાએ પહોંચે છે.
જેવું આલમ્બન હોય તેવી પોતાના આત્મામાં છાપ પડે છે. પરમનિમળ વીતરાગ પરમાત્માનું આલમ્બન જે સ્વીકારીએ તે પછી બીજા કશાની અપેક્ષા રહે ખરી!