________________
( ૧૫ ) સંસ્કારશક્તિના સ્કુરણ વગર કેમ ઘટે. આવા અનેક ઉદાહરણ પર વિચાર કરી શકાય. જાતમાત્ર, અશિક્ષિત બાળકની સ્તનપાન–પ્રવૃત્તિ પરથી પણ પૂર્વભવીય ચૈતન્યની અનુવૃત્તિ સાબિત કરાય છે. - પૂર્વજન્મ હેાય, તે તે ચાર કેમ ન આવે? એમ પ્રશ્ન થાય. પણ વર્તમાન જિન્દગીમાં જ એક અવસ્થાની ઘટના બીજી અવસ્થામાં ચાદ નથી આવતી, તે પૂર્વ જન્મની કયાં વાત કરવી ? જન્મક્રાન્તિ, શરીરફ્રાન્તિ, ઇન્દ્રિયકાન્તિ–આમ આખી જિંદગીને એકદમ જ પલટે થાય, ત્યાં પછી પૂર્વજન્મની ચાદ કેવી ? છતાં કઈ કઈ મહાનુભાવને આજે પણ પૂર્વજન્મનાં સ્મરણ થાય છે. એના દાખલા પણ બહાર આવ્યા છે. અને એ બાબતની સત્તાવાર વિગત હિન્દની પ્રતિષ્ઠિત પત્રિકામાં પ્રગટ પણ થયેલી છે. જાતિસ્મરણની એ ઘટનાઓ પરથી પુનર્જનમ પર વિશ્વાસ કેમ ન બેસે ? અતએ આત્માની નિત્યતા સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે.
માણસનાં કૃત્યની જવાબદારી પુનર્જન્મથી જળવાય છે. સુજન મહાનુભાવને પણ કયારેક ઘેર આપત્તિ આવે છે અને વિના અપરાધે રાજદંડ ભોગવવા પડે છે. પરંતુ તે વખતે તેના માનસ શક્તિમાં પુનર્જન્મનો સિદ્ધાન્ત બહુ ઉપકારક થાય છે. વર્તમાન જિન્દગીની ઘટનાઓનું અનુસન્માનંઆગળ ન હોય તે મનુષ્ય હતાશ થઈ જાય, આફતના વખતમાં તેની ચારે બાજુ અધકાર ફરી વળે.
આપણુ (મનુષ્ય) જીવનમા “અકસ્માત ઘટનાઓ કંઇ ઓછી નથી બનતી, એ અકસ્માત (અ-કરમા )