________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
સ્પષ્ટીકરણ: અન્વય એટલે અમુક વસ્તુ હોતાં જ અમુક વસ્તુનું હોવું, અને વ્યતિરેક એટલે એ વસ્તુ ન હતાં એ વસ્તુનું ન જ હેવું. દાખલા તરીકે, અગ્નિ હેતાં જ ધૂમનું હોવું એ થયો અન્વય, અને અગ્નિ ન હતી ધૂમનું ન જ હોવું એ થયો વ્યતિરેક, આમ અગ્નિ અને ધૂમ વચ્ચે અન્વય-વ્યતિરેક એ બન્નેની વચ્ચે કારણકાર્યભાવને સંબંધ સિદ્ધ કરે છે, અર્થાત અગ્નિ કારણ અને ધૂમ તેનું કાર્ય એ વાત સાબિત કરે છે. આ બાબતને હવે પ્રસ્તુતમાં ઘટાવીએ. નિર્મોહવ હતાં જ સુખ હોય છે એ અન્વય અને નિર્મોહત્વ ન હોતાં અર્થાત મોહથી આવૃત દશામાં સુખ નથી જ હેતું એ વ્યતિરેક. આમ નિર્મોહત્ય અને સુખ વચ્ચેને અન્વયવ્યતિરેક એ બન્નેની વચ્ચે કારણકાર્યભાવનો સંબંધ સિદ્ધ કરે છે, અર્થાત નિર્મોહત્વ એ કારણ અને સુખ એનું કાર્ય એ વાત સાબિત કરે છે. વસ્તુસ્થિતિ આમ હોવાથી સુખના અથએ સુખને માટે સુખના કારણભૂત નિર્મોહત્વને આશ્રય લેવું જોઈએ. તો જ તે સુખી થઈ શકે. પણ નિર્મોહત્વને પ્રાપ્ત ન કરતાં, અર્થાત મોહની હવામાં વિહરત કેમ કરીને સુખી થઈ શકે? આ જ વાત પ્રસ્તુત શ્લોકમાં કહેવામાં આવી છે કે તે મેહનું ફળ જોયું-મોહની હવામાં વિહરતા તારી શી સ્થિતિ થતી રહી એ તે જોયું અને તેને જણાયું કે મે હની હવામાં સુખ પ્રાપ્ય નથી, તે હવે નિત્વને માર્ગ અનુભવી જે.
કા
૫
-૩
For Private and Personal Use Only