SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ગમે તેટલા કાર્યવ્યસ્ત હોય તેમ છતાં, પિતાનું દરેક મહત્ત્વનું કાર્ય છેડીને પણ મારી સાથે અનાકુળપણે પિતાને અતિગંભીર અધ્યયન અને ચિંતનમાંથી ઉદ્દભવેલી અનુભવપૂર્ણ વાતો કરે છે, જેથી જીવનમાં નવું જ્ઞાન અને કુરણ જાગે છે. ઉપર હું કહી આવ્યો છું કે મારા જીવનમાં મેં અધ્યયન ઘણું ઓછું કર્યું છે, તે છતાં મારા વિદ્યાગુરીએ પ્રસંગે પ્રસંગે અનેકવિધ દાર્શનિક, શાસ્ત્રીય આદિ અનેક વિષયે મઢેથી જ એવી રીતે સમજાવ્યા છે જેથી આજે લગમગ અનાબધપણે હું મહાશાસ્ત્રોમાં પ્રવેશ કહી શકું છું. આ રીતે મેં મારા જીસનમ બે ગુઓ દ્વારા જીવંત પ્રેરણા મેળવી છે. તેમાં શ્રીમાન પડિતજીનું સ્થાન પણ અતિવિશિષ્ટ છે. હું આ બંને ગુરુઓને અંતમાંથી કદીયે વિસારી શકું તેમ નથી. જ્ઞાનગાંભીર્ય અને પ્રતિભા-શ્રીમાન પંડિતજીએ તેમના જીવનમાં સર્વદેશીય જ્ઞાનની સાધના કરી છે. તેમનું જ્ઞાન કોઈ એક વિષયને લક્ષીને છે તેમ નથી, પણ તેમનું જ્ઞાન ઘણું વ્યાપક અને વિશ્વમુખી છે. જૈનસંઘમાં તેમની જોડી ભાગ્યે જ મળી શકે એટલું જ્ઞાન પંડિતજી ધરાવે છે. જેના દાર્શનિક, આમિક અને કર્મવાદ વિષયક સાહિત્યનું તેમણે ઘણા ઊંડાણથી અવગાહન કર્યું છે. વર્તમાન યુગમાં જૈનદર્શનમાન્ય અનેકાન્તવાદ વિશે તેઓએ તલસ્પર્શી ચિંતન કર્યું છે અને એ વિશેના સંખ્યાબંધ ચિંતનપૂર્ણ લેખે તેઓશ્રીએ લખ્યા છે, જેને આજે જેનાચાર્યો અને જૈન મુનિવર્ગ આદરથી જુએ છે. જૈનેતર દાર્શનિક સાહિત્ય, ઉપનિષદો આદિનું અધ્યયન અને ચિંતન પણ તેઓશ્રીએ એટલા જ ઊંડાણથી કર્યું છે, અને જ્યારથી તેમણે ઈગ્લિશ ભાષાને સ્વાયત્ત કરી તે પછી તો તેમણે સેંકડો પાશ્ચાત્ય અને પૌત્ય વિદ્વાનોએ લખેલા તત્ત્વચિંતનપૂર્ણ સંખ્યાબંધ ગ્રંથનું અવગાહન કરી પિતાનાં જ્ઞાનને અમર્યાદિત બનાવ્યું છે. એ જ કારણ છે કે શ્રીમાન પંડિત જ્યારે પણ એકના એક વિષયને ફરી ફરી ચર્ચે છે ત્યારે પણ તેમાં નવીનતા અને પ્રૌઢતનું સૌને દર્શન થાય છે. પતિજીની પ્રતિભા પણ એવી છે કે જેથી તેઓ પ્રત્યેક વિધ્યને ગંભીર રીતે સ્વાયત્ત કરી લે છે. આજે આટલી ઉંમરે પણ પંડિત અને શાસ્ત્રથાસંગ લેશ પણ ઓછો થા નથી પિતાની પ્રકૃતિને સ્વસ્થ રાખવા પંડિતજી ઘણી ઘણી લાંઘણો અને અર્ધલંઘણી ખેંચી કાઢે છે, પરંતુ જ્ઞાનોપાસનાની લંઘણ તેઓ ભાગ્યે જ કરે છે. ગમે તેવી પરિસ્થિતિમાં દિવસે કે રાતે શ્રીમાન પંડિતજીનું તત્ત્વચિંતન નિરાબાધપણે ચાલતું જ હોય છે. ૧૧
SR No.010642
Book TitlePandit Sukhlalji Parichay tatha Anjali
Original Sutra AuthorN/A
AuthorPandit Sukhlalji Sanman Samiti
PublisherPandit Sukhlalji Sanman Samiti
Publication Year1957
Total Pages73
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy