________________
સામાન્ય નિયમ છે કે શ્રી અને સરસ્વતીને બહુ સંબધ હેત નથી. શ્રી શાન્તિલાલ અને તેમનું કુટુંબ આમાં અપવાદરૂપ છે. ધનપતિ હોવા છતાં એ સાહિત્ય અને સંસ્કારીતાના પૂજક છે, એમની વિનમ્રતા અને સાદાઈ હજુએ એ જાળવી રહ્યા છે. અનેક શિક્ષણ સંસ્થાઓ માટે આજે પણ એ પિતાની અનેકવિધ પ્રવૃત્તિએમાંથી સમય બચાવી લે છે, એજ તેમનાં વિદ્યાપ્રેમને સચોટ પુરાવે છે ઉદ્યોગ તે તેમને વારસામાંજ મળે છે અને એ વારસાને તેમણે ભાળે છે.
એમની દૃષ્ટિ આજનાં પ્રશ્નોને વૈજ્ઞાનીક રીતે છણવાની તે છે જ પણ આવતી કાલને પણ તેઓ એજ વૈજ્ઞાનીક અને વ્યવહારીક દૃષ્ટિથી નિહાળતાં હોય છે અને એટલે જ તે એમના સંચાલન તળે ચાલતી ચાર મિલે કાપડ ઉદ્યોગમાં સુંદર પ્રતિષ્ઠા જમાવી શકેલ છે. આ ઉપરાંત જુદી જુદી વ્યાપારી પ્રવૃત્તિઓ કરતી ઘણી કંપનીઓમાં તેઓ ડીરેકટર તરીકે રહી ગ્ય માર્ગદર્શન અને રવણ આપી રહ્યા છે સૌરાષ્ટ્ર ફાઇનેન્સીયલ કેરપરેશનનાં તેઓ ડીરેકટર છે સૌરાષ્ટ્ર મિલ માલિક મંડળમાં તો તેઓ તેની સ્થાપના થઈ ત્યારથી ઊડે રસ દાખવે છે. હજુ હમણાં સુધી સતત પાચ પાચ વર્ષ સુધી તેના પ્રમુખપદે રહી તેમણે સૌરાષ્ટ્રનાં આ ઉદ્યોગની કરેલી સેવાઓ ખરેખર અભિનંદનને ચગ્ય છે. જેના શાસ્ત્રોદ્ધાર સમિતિના તેઓ પ્રમુખ છે અને તેની પ્રવૃત્તિમાં ઘણું ઉત્સાહથી હંમેશાં મદદ કરી રહ્યા છે આ ઉપરાંત અનેક જેન ને જૈનેતર સામાજીક સંસ્થાઓને તેઓ સેવાઓ આપી રહ્યા છે