________________
સ્વ. શ્રીમાન શેઠ શ્રી જીવરાજ ભાઈના પવિત્ર જીવનનો
ટૂંક પરિચય જ્ઞાન ધ્યાન અને વ્રતનું સતત શ્રદ્ધાપૂર્વક આરાધન કરી પોતાના જીવનને પવિત્ર અને જ આદર્શ બનાવનાર પરમપદના અધિકારી કેવળ જ્ઞાનોપાસક ધર્મજીવી શેઠ. શ્રી જીવરાજ ભાઈ મૂળચંદનો જન્મ ચાતુર્માસના ધર્મમય વાતાવરણમાં સંવત ૧૯૩૧ના આ સુ ૫ સને ૧૮૭૫ના ઓક્ટોબર માસની પાંચમી તારીખે સૌરાષ્ટ્ર ભૂમિના ઈતિહાસમાં પ્રસિદ્ધ એવા ધ્રાંગધ્રામાં થયે હતા
તેમના પિતા શ્રી મૂળચંદભાઈ પણ ધર્માનુરાગી પવિત્રાત્મા હોવા ઉપરાંત એક સારા વ્યાપારી સ૬ ગૃહસ્થ હતા. તેમજ સર્વ જી પર પ્રેમાળ એવા અને નામને અનુરૂપ ગુણવાળા પ્રેમાભાઈ નામના તેમના માતુશ્રી હતા ઉભય દંપતીનું ગાર્ડ જીવન જપ તપ રૂપ ધર્મની આરાધના પૂર્વક પરમ શાહી પૂર્વક નું હતુ
આ રીતે પરમ ધર્માનુરાગી માતા પિતા અને અન્ય ધર્મપ્રાણ કુટુંબીજનોના ઉત્તમ ધર્મ સંસ્કારોથી અને વ્યવહારિક નીતિમત્તાને લઈ શ્રી જીવરાજ ભાઈનું ભૌતિક જીવન સમૃદ્ધિમય બન્યું અને જેમ જેમ સમૃદ્ધિને આવિર્ભાવ થયે તેમ તેમ તેમના અંગે અંગમાં જ નહીં પણ અંગના અણુએ અણુમાં જપતપવ્રત અને જ્ઞાન ધ્યાન પ્રત્યેની શ્રદ્ધા વધુને વધુ દઢ બની. બાલ્યાવસ્થાથી જ ધાર્મિક સંસ્કારના સિંચન ને લઈ તેમની ધર્મભાવનાની ઉત્કટ પ્રબળતાને લીધે તેઓ ભૌતિક વિદ્યાના અભ્યાસમાં છે. ૭ થી આગળ વધી ન શક્યા. અને એજ રીતે પૂર્ણ રીતે શકિત અને સવડ હોવા છતા વારસામાં મળેલા વ્યાપાર ધંધા પ્રત્યે એમની રૂચી ઓછી હતી કારણ કે તેઓ માનતા કે સર્વથા વ્યવહાર કર્મબંધનનું કારણ છે. અને તેથી જ આત્મચિંતવન અને ધર્મ, પ્રત્યે એમની ભાવના અપ્રતિમ હતી
બલ્યકાળથી જ એમણે અનેક પૂજ્ય વિદ્વાન સાધુઓના સંસર્ગ અને તેઓના ધમેંપદેશના પ્રવચન સાંભળીને તથા તેને મનન ચિંત્વન કરીને જૈનધર્મના રહસ્યને નિભ્રમ પરિચય મેળવ્યું હતું અને એ ઉપદેશેલ વિષયેનું ધર્મગ્રંથ દ્વારા વાંચન પણ કરી સારી રીતે સંશય રહિત બની ગયા હતા. વળી જૈન ધર્મના આગમનું જ નહીં પણ અન્ય સુપ્રસિદ્ધ
નું પણ તેમણે સારી રીતે વાંચન કહ્યું હતું.
તેમને ભગવતી સૂત્ર પ્રત્યે ખાસ અનુરાગ હતું. અને તેથી તેનું વાંચન તેમણે અનેકવાર કરેલું પરમ પૂજ્ય મ. સા. કેશવલાલજી મ. સા. ના ધર્મોપદેશ શ્રવણ અને તેમના સગરંગમાં તેઓ ખૂબ રંગાયા હતા અને તેમના પરમભકત બન્યા હતા તેથી તેઓ જ્યારે જ્યારે ધ્રાંગધ્રા પધારતા ત્યારે તેઓ મહારાજ શ્રીની સેવા માટે અમદાવાદથી ધ્રાંગધ્રા અચૂક પહોંચી જતા.