________________
XXX
-
-
(૧) ભદ્રેશ્વર સૂરિએ ‘વાદી’, ‘ક્ષમાશ્રમણ’, ‘દિવાકર', અને ‘વાચક શબ્દને એકાર્થક માન્યા છે૨૫ : આમાં ‘ક્ષમાશ્રમણ” અને ‘વાચક' તો લાંબા સમયથી પ્રયોગમાં પર્યાયવાચી છે જ, પણ ‘દિવાકર” તો કેવળ બિરુદ જ છે, ઋણૂંક નહીં; અને એ પણ સન્મતિ-પ્રકરણના કર્તા પ્રસિદ્ધ આચાર્ય સિદ્ધસેન (ઈસ્વીસનનું પાંચમું શતક)ને છોડતાં બીજા કોઈ વાચક વા ક્ષમાશ્રમણ માટે ક્યાંયે અને ક્યારેયે પ્રયુક્ત થયું નથી; એટલું જ નહીં, સિદ્ધસેનવિષયે આ બિરુદનો યાકિનીસૂનુ હરિભદ્ર સૂરિ પૂર્વે કોઈએ ઉલ્લેખ વા પ્રયોગ કર્યો નથી. એ જ રીતે ‘વાદી’ સાથે ‘વાચક” અને “ક્ષમાશ્રમણ” અભિધાનો એકાર્થક નથી. ‘વાચક’ પ્રાય: આગમિક, અને ‘વાદી’ મુખ્યતયા તાર્કિક-દાર્શનિક, વિદ્વાન હોય છે. આથી ભદ્રેશ્વર સૂરિએ વાળેલ આ છબરડો તેમને બહુ પ્રાચીન આચાર્ય હોવા સમ્બન્ધમાં મોટો સન્દહ ઊભો કરે છે.*
(૨) કહાવલી-કથિત પાદલિપ્તસૂરિ-કથામાં ત્રણ, પણ જુદા જુદા સમયે થઈ ગયેલા, એકનામી સૂરીશ્વરોનાં ચરિત્રો ભેળવી દીધા છે. આમાં પાદલિપ્ત સૂરિ માનખેડ ગયાની જે વાત કહાવલીકારે નોંધી છે તે તો ત્રીજા પાદલિપ્ત સૂરિને જ લાગુ પડી શકે. કેમકે માનખેડ (સંસ્કૃત માન્યખેટક, કન્નડ મળખેડ) રાષ્ટ્રકૂટ ગોવિન્દ દ્વિતીયના સમયમાં બંધાવું શરૂ થયેલું અને અમોઘવર્ષ પ્રથમે ઈસ્વીસન ૮૧૫ બાદ (એલાપુર કે ઈલોરાથી) ત્યાં ગાદી ખસેડેલી; અને રાષ્ટ્રકૂટ કૃષ્ણ (તૃતીય)ને માનખેડમાં મળેલા ત્રીજા પાદલિપ્ત સૂરિનો સમય ઈસ્વી ૮૭૫-૯૨૫ના ગાળામાં પડે છે. આથી સ્પષ્ટ છે કે ભદ્રેશ્વરસૂરિ તે સમયથી ઓછામાં ઓછું પચાસ પોણોસો વર્ષ બાદ જ થયા હોવા જોઈએ. તેઓ ત્રીજા પાદલિપ્ત સૂરિની તદ્દન સમીપવર્તી હોત તો તો આ ગોટાળાથી અમુકાંશે મુક્ત રહી શક્યા હોત.
આ જોતાં તો એમ લાગે છે કે તેઓ ઈ.સ. ૯૭૫-૧૦૨૫ના અરસામાં થઈ ગયા છે. એમના પોતાના લખાણના જૂના રંગઢંગ પણ આ સમયને પુષ્ટિકર છે. આ વાત સ્વીકારીએ તો ઉપર જે સાતમા (તથા આઠમા) ભદ્રેશ્વર વિષે કહી ગયા તેમનાથી કહાવલીકાર ત્રણ નહીં તોયે એકાદ બે પેઢી તો યેષ્ઠ હોવાનો સંભવ છે.
એમ જ હોય તો છેલ્લા કહ્યા તે બન્ને ભદ્રેશ્વર સૂરિઓથી પણ વધારે જૂના, કોઈ અન્ય, ભદ્રેશ્વર હોવા અંગે કંઈક સૂચન ક્યાંકથી પણ મળવું જરૂરી છે. વસ્તુતયા આ પ્રાચીનતમ ભદ્રેશ્વર થયા હોવાના બે પ્રમાણો છે, જેના તરફ કહાવલીકાર વિષે વિચારનારા વિદ્વાનોનું ધ્યાન નથી ગયું. જેમ કે ચન્દ્રકુલના વર્ધમાન સૂરિના પ્રાકૃત ઋષભચરિત્રમાં કર્તા પોતાની ગુર્નાવલિ ભદ્રેશ્વર સૂરિથી આરંભે છે. તેમાં પ્રસ્તુત સૂરિવર પછી મુનિચન્દ્ર સૂરિ, પછી કોઈ સૂરિ (જેમને લગતાં પદ્ય-ચરણો ખંડિત છે),ત્યારબાદ
+ નસૂરિ” (“નગ્ન' હશે), તે પછી કોઇ કવિ-સૂરિ (જેમનું નામ ઉડી ગયું છે) તે આવે છે. પ્રશસ્તિનો તે પછીનો ભાગ નષ્ટ થયો છે. સંભવ છે કે તેમાં રચના સંવત તથા કર્તાનું નામ (વઢમાણ ?) દીધાં હોય. જો તેમ હોય તો વર્ધમાન સૂરિથી (એકાદ વધુ નામ ઉડી ન ગયું હોય તો) પ્રસ્તુત ભદ્રેશ્વર સૂરિ ઓછામાં ઓછું પાંચમી પેઢીએ થાય : યથા :
(૧) ભદ્રેશ્વરસૂરિ
(૨) મુનિચન્દ્રસૂરિ
(૩) (?)
(૪) (ન)ન્નસૂરિ
(૫) (વર્ધમાન સૂરિ?) પ્રશસ્તિની ભાષા અને શૈલી અગિયારમી સદીના આખરી ચરણ બાદનાં લાગતાં નથી. વસ્તુતયા એની રીતિ-પરિપાટી કહાવલીની પ્રાકૃત અને શૈલીની પરિપાટીનાં જ લક્ષણો ધરાવે છે. એ વાત ધ્યાનમાં લેતાં તો આ પરમ્પરામાં આરંભે આવતા ભદ્રેશ્વરસૂરિ જ કહાવલીકાર હોવાનો સંભવ છે. વર્ધમાન સૂરિથી તેઓ ઓછામાં ઓછું પાંચમી પેઢીએ થયા હોઈ તેમનો સરાસરી સમય ઈ.સ. ૯૭૫-૧OOO ના અરસાનો ઘટી શકે.
પ્રશસ્તિકાર વર્ધમાનસૂરિના સમયમાં એમની પરંપરાના મુનિઓ “ભદ્રેશ્વર-ગચ્છીય” ગણાતા હશે, કેમકે ભદ્રેશ્વરસૂરિશિષ્ય મુનિચન્દ્ર સૂરિ માટે “એમના ગચ્છોદધિની વૃદ્ધિ કરનાર' (
૧છોહિલ્સ વુદ્રિરી) એવી વિશેષતા સૂચવી છે. પશ્ચિમ