________________
૨૧૦ ]
जैन साहित्य संशोधक
[खंड ३
અવલંબે છે. જૈનસાહિત્યમાં એમણે જેટલાં પુસ્તકો લખ્યાં, અને જુદા જુદા જે વિષયે હાથ ધર્યા તે જોતાં તેઓ મહાન લેખકોમાંના એક કહી શકાય. જિનવિજય હરિભદ્રના ૨૮ ગ્રંથોને ખાસ પ્રસિદ્ધ તરીકે ગણાવે છે, અને તેમાંના વીસ છપાઈ ચૂકેલા છે, જ્યારે કલ્યાણવિજયે ખાસ સચવાઈ રહેલા છે તેમાંથી. અને ઉતારાઓ ઉપરથી એમના બધાય ગ્રંથોની એક યાદી તૈયાર કરી છે. અને તેમાં . નામનો સમાવેશ કરેલો છે. જો કે આમ તે આ સંખ્યા જ ખાસી મેટી છે, પરંતુ ૧૪૦૦ પ્રકરણોની ચાલી આવતી વાત માનીએ તો તેને આ એક અપાંશ જ લાગશે.૨૫ હરિભદ્રના જીવનને લાગતા આપણા જુનામાં જુના ગ્રંથમાં (૧ અને ૨) પણ એ ગ્રંથ સંખ્યાની વાત છે, અને ત્યારબાદ ઈ. સ. ૧૦૬૮માં તૈયાર થયેલી અભયદેવની હરિભદ્રના પંચાશક ઉપરની ટીકામાં પણ એ જ હકીકત વધારે સ્પષ્ટ રીતે જેવામાં આવે છે. પણ આ બધું તદન બીન પાયાદાર હોય તેમ લાગે છે? કે જૈનોની એટલી બધી બેદરકારી સૂચવે છે કે તેઓ પોતાના એક જાણીતા ગ્રંથકારના પુસ્તકના મોટા ભાગના નામે પણ એની પછી થોડી સદીઓમાં ભૂલી ગયા હશે ? બીજી બાજુએ જયારે તત્ત્વાર્થ લઘુવૃત્તિ અને પિચ્છનિર્યુક્તિ એ હરિભદ્રના બે અધૂરા રહેલા ગ્રંથે પણ સચવાઈ રહેલા મળી આવે છે. આથી કાં તો ૧૪૦૦ની સંખ્યા અતિશયોક્તિ ભરેલી યા અર્થ વગરની હોય, અથવા આપણે માની લેવું જોઈએ કે આ બાબતમાં પ્રકરણ એ પદ્ધતિસર તૈયાર કરેલો જુદો ગ્રંથ નહોય, પરંતુ પંચાશકના ૫૦ પ્રકરણે, અષ્ટકના ૩૨, જોડશકના ૧૬, વિગેરે એવા મર્યાદિત અર્થમાં એનો ઉપયોગ થયો છે. પણ તેમના બીજા ગ્રંથમાં શા ધોરણે આટલા બધા પ્રકરણે પાડવા તે સમજી શકાતું નથી.
હરિભદ્રે મોટા ભાગે જૈન માન્યતાની પૂર્તિને ખાતર સંસ્કૃત અને પ્રાકૃતમાં તેમ જ ગદ્ય અને પદ્યમાં લખ્યું છે. એમના સાક્ષર જીવનની બે પ્રવૃત્તિઓ ખાસ નોંધવા જેવી છે. એક તે આગમ ગ્રંથો ઉપરની એમની સંસ્કૃત ટીકાઓ અને બીજી બ્રાહ્મણે અને બૌદ્ધાના સિદ્ધાંત ઉપરની એમની તલસ્પર્શી ચર્ચાઓ.
આગમ ગ્રંથો ઉપરના જૂના ટીકા ગ્રંથો જેવા કે નિયુક્તિઓ, યૂણિઓ અને ભાળ્યો એ બધા જ પ્રાકૃતમાં છે.૨૬ ઉપર કહ્યું તે મુજબ નન્દીસૂત્ર ઉપરની જિનદાસગણિની ચૂર્ણિ ઈ. સ. ૬૭૭માં પૂર્ણ થઈ, અને તે પણ પ્રાકૃતમાં જ લખાયેલી છે. પિતાના પૂર્વગામના લખાણને ઉપયોગ કરી હરિભદ્ર એ જ ગ્રંથો ઉપર નવી ટીકા લખી, અને તે સંસ્કૃતમાં લખી. તેમ જ એમણે બીજા સૂત્રો ઉપરની ટીકાની બાબતમાં પણ તેમ જ કર્યું. શ્વેતાંબર સાહિત્યમાં આપણે એથી વધારે કોઈ જૂની સંસ્કૃત ટીકાના વિષયમાં જાણતા નથી એટલે કહી શકાય કે આ ફેરફાર હરિભદ્રથી જ થયો હતો, અને છેવટે એટલું તે ચોક્કસ છે જ કે આ નવી પદ્ધતિને એમણે વ્યવસ્થિત રૂપ આપ્યું હતું. જો કે પાછળથી તે એમાં પણ પ્રગતિ થયેલી છે. પ્રોફેસર લાયમેનના કહેવા મુજબ હરિભદ્ર મૂળ ગ્રંથ ઉપર સંસ્કૃતમાં ટીકા લખતા. પરંતુ કથાનકેને અને ચૂર્ણિના અમુક ઉતારાઓને મૂળ પ્રાકૃતમાં જ રહેવા દેતા, જ્યારે શીલાંક કે જે એમના પછી એક સદી બાદ થયો તે પોતાની ટીકામાં આવાં પ્રાકૃત અવતરણો ન આપતાં તેમનો સંસ્કૃત અનુવાદ જ આપે છે.
૨૫ રાજશેખર (૧૩૪૯ ઈ. સ.) કહે છે કે એમણે ૧૪૪૦ પ્રકરણે રચાં અને (૧૫-૧૮ સૈકાઓ વચ્ચેના ) ચાર ગ્રંથકારે કહે છે કે એમણે ૧૪૪૪ પ્રકરણે રચ્યાં. જુઓ કલ્યાણવિજય 1. c, પૃ. ૧૧ , ૧૨ a
૨૬ જુએ છેફેસર લૈંયમેનને દશવૈકાલિક સૂત્ર અને નિયુક્તિ વિષેને વિદ્વત્તાભર્યો નિબંધ. ઝેડ. ડી. એમ. છે. . ૪૬ પૃ. ૫૮૧ f.
Aho! Shrutgyanam