________________
૨૮૮]
जैन साहित्य संशोधक
[રવંદ રૈ
બીજા કાઇના વિષે આવી યોગ્યતા તદ્દન અપવાદ રૂપ જ કહી શકાય. મુનિચંદ્ર (૫) હરિભદ્રને જે “ આઠે વ્યાકરણાના અભ્યાસી તરિકે, અને સમગ્ર દર્શનશાસ્ત્રોને લગતી ચર્ચાઓ કરી સ્થિરબુદ્ધિ પ્રાપ્ત કરનારાઓના આગેવાન તરિકે' વર્ણવે છે, તે સત્ય છે. હવે પછીના પારેગ્રાફમાં કહેવામાં આવશે તે મુજબ મુખ્યત્વે હરિભદ્રને લીધે જ શ્વેતાંબરાની સંસ્કૃત એ અભ્યાસ ભાષા થઇ; અને એમના સાહિ ત્યના કેટલાક વિભાગેામાં પ્રાકૃતનું સ્થાન એણે લીધું. તે એમને સંસ્કૃત ઉપર પૂરેપૂરા કાબુ ન હત તા એમની આટલી અસર ન પડત, અને આવી સિદ્ધિમાટે ચાલી આવતી બ્રાહ્મવિદ્યાની જ જરૂર રહે છે. સંસ્કૃતમાં ચાલતી દાર્શનિક ચર્ચા બાબતનું એમનું આધિપત્ય એવા પ્રકારનું છે કે એમની ટીકાવાળી અનેકાન્તજયપતાકા, એ સમયના દાર્શનિક વિષયને લગતા કાપણ્ પુસ્તકની સાથે સારી રીતે સરસાઇમાં ઉતરી શકે તેમ છે.૨૦ આમાં એટલું એ પણ ઉમેરી શકાય કે હિરભદ્રના ધર્મપરિવર્તન બાબતની કથા કે જેની મુખ્ય હકીકત આપણા જુનામાં જીના મૂળમાં (૧) સમાયેલી છે તેથી પણ એજ નિર્ણય થાય છે કે તે જાતિએ બ્રાહ્મણ હતા.
હરિભદ્ર યાકિની સાધ્વીને પેાતાની ધર્મમાતા ( ધર્મતો ચાનીમત્તાજૂનુ: ) તરીકે સ્વીકારી તેણીને લીધે પેાતાનું ‘સાચા ધર્મ ’માં પરિવર્તન થયું એમ કહેવા માગે છે. આ એક જાતનું પુનર્જન્મ જ કહી શકાય. આ પરિવર્તન કેમ બનવા પામ્યું તે જો કે ચાલી આવતી કંદંતીએ ઉપરથી લખવામાં આવ્યું છે, પરંતુ એ ઘણા ભાગે વિશ્વાસપાત્ર છે. હરિભદ્રના જીવનના આ પરિવર્તનને લગતું પ્રભાવક ચરિતમાં આપેલું કેટલુંક વર્ણન હું અહિં આપીશ અને પછી તેની ચર્ચા કરીશ.
(
“ ચિત્રકૂટ શહેરમાં હરિભદ્રજિતરિ રાજાના પુરહિત હતા. પેાતાના જ્ઞાન માટે એમને એટલું અભિમાન હતું કે તેઓએ જાહેર કરેલું કે જેના પક્ષ પોતે હિ સમજી શકે તેના તેઓ શિષ્ય થઈ જશે, અને આ પ્રતિજ્ઞા એક સેાનાના પતરા ઉપર કાતરાવી કાઢી હતી ને તેને તે પેાતાના પેટ ઉપર ખાંધી રાખતા હતા. એક વખત એક નાસી છુટેલા મસ્ત હાથી જ્યારે રસ્તાઓમાં કેર વર્તાવી રહ્યો હતા ત્યારે હિરભ૬ એની આગળ થઇને નાઠા, અને એક જૈનમંદિર ઉપર ચઢી જઈ પેતાના બચાવ કર્યાં. ત્યાંથી અંદર જઈ એમણે એક તીર્થંકરની પ્રતિમા જોઈ, અને એક શ્લોકમાં એતી હાંસી કરી. ( વવુંરેવ તવાયછે ત્યાદ્રિ ) ખીજે દિવસે જ્યારે તેએ ધરે ગયા ત્યારે એક વૃદ્ધે સાધ્વીને એક ગાથાર૧ ઉચ્ચારતી સાંભળી જે એમને ખીલ્કુલ સમજાઈ નહિ. એ સાધ્વીને એમણે એ ગાથા સમજાવવા કહ્યું, પરંતુ તેણીએ એમને પેાતાના ગુરુ પાસે જવાની સૂચના કરી. આથી ખીજે દિવસે તેઓ તેમની પાસે ગયા. રસ્તે જતા પેલા મંદિર પાસે થઇને નીકળ્યા, અને પેાતાના પ્રથમને જ શ્લોક મેલા, પરંતુ તેમાં એક શબ્દના એવા ફેરફાર કર્યો કે જેને લીધે જિનની સ્તુતિ થઈ. ત્યાં તેમણે જિનભટ રીતે જોયા કે જેમણે હિરભદ્રને સાધુ થયા પછી શીખવવાનું વચન આપ્યું. તે કમુલ થયા અને મહત્તરા યાકિનીને પેાતાની ધર્મમાતા તરીકે સ્વિકારી તેએ જૈનશાસ્ત્રામાં એટલા બધા નિપુણ થયા અને એમનું ચારિત્ર એવા પ્રકારનું બન્યું કે ગુરૂએ એમને પેાતાના ગાદીધર બનાવ્યા. આ પ્રમાણે હરિભદ્ર યુગપ્રધાન બન્યા.
""
૨૦ એ સાચુ છે કે આવા જ વનના ઘણા પ્રાચીન ગ્રંથેા આદેશની પાસે હતા. પરંતુ ખબ્દો, તત્વજ્ઞાની બ્રા હ્રાસ'પ્રદાયાની તાત્ત્વિક ચર્ચાના રાખધમાં ઘણા પૂર્વેના સમયથી જ આવ્યા હતા. અને એમના ઘણા મહાન ગ્રંથકારા સ્વચ† પ્રસિદ્ધરીતે બ્રાહ્મણ જાતિના હતા.
૨ આ ગાથા આવશ્યક નિયુક્તિમાં આવે છે,
Aho ! Shrutgyanam