________________
૨૮૦ ]
जैन साहित्य संशोधक
[खंड ३
શ્રી ઋષભદેવ ત્રીજા આરાના નવ્યાસી પષવાડા થાકતે મુગતિ પધાર્યા તેહના જાણ, શ્રી શીતલનાથ નેઉ ધનુષ ઉન્નત તેહના જાણુ, કુંથુનાથનિ એકાણું અવધિજ્ઞાનીના જાણ, શ્રીગૌતમસ્વામિનું બાણું વરસ આઉભું તેહના જાણું, શ્રીચંદ્રપ્રભસ્વામિના ચાણું ગણધર તેહના જાણુ, શ્રી અજીતનાથને ચોરાણું શત અવધિજ્ઞાનીના જાણ, લવણસમુદ્રના બહુપાસ પંચાણું પંચાણું હજાર જેયણ અતિક્રમિનિ મહાપાતાલ કલશ છે તેહના જાણુ, છજુ કોડી ગામના સ્વામી ચક્રવર્તિ તેહને પૂજ્યનીક, હરિષેણ ચક્રવર્તિ સત્તાણસઈ વરસ ગૃહસ્થાવાસે રહી દીક્ષા લીધી તેડના જાણ, નંદનવનથી પડકવન અઠાણું હજાર જોયણુનું આંતરું તેહના જાણ, મેરુપર્વત નવાણું હજાર જેયણ ઉન્નત તેહને જાણ, જંબુદ્વીપ સ હજાર યણ આયામબિઝંભ તેહના જાણ, એકોત્તરિઆના કુલદીપક કુલમંડન કુલઉદ્યોતકારક, જાઈપ કુલસંપ બલસંપન્ને રૂ૫સંપન્ન દેસણુસંપન્ન ચરિત્તસંપન્ન લજજાલાઘવસંપન્ન એયંસિ તેયંસિ વસિ જસિ, કેહે જીયમાણે યમાએ જયલોહે છદિએ જીયપરીસહે છવિઆસમરણભવિષ્પમુકકે, સમુદ્રનિંપરિ ગંભીર મેરૂની પરિ ધીર, ભારંડ પંખીનિપરિ અપ્રમત્ત, સૂર્યનિ પરિ પ્રતાપવંત, ચંદ્રમાનિં પરિ સૌમ્ય, સીહનિ પરિ સૂરવીર, પરદેશપંચાયણ, વાચા અવિચલ, ગંગા પરિ નિર્મલ, મહિમા સમુદ્ર, મહાસભાગી, મહાવઈરાગી, મહાગુણરાગી, મહાત્યાગી, મહાજ્ઞાની, મહાધ્યાની, મહાદાની, મહાતપસ્વી, મહાયશસ્વી, મહાવચસ્વી, ધન્યતે દેશ ધન્ય તે ગામ ધન્યતે નગર જિહાં શ્રીપૂજયજી વિહાર કરિ, ધન્ય તે રાજા ધન્ય તે પ્રજા ધન્ય તે માબિ કેબ સેઠ સેનાપતિ ઈભ્ય વ્યવહારિઆ, ધન્ય તે શ્રાવક ધન્ય તી શ્રાવિકા જે પ્રાતઃકાલે શ્રીપૂજ્યજીના ચરણકમલ વાંદે, અનિ શ્રીપૂજ્યનિ અમૃતમય દેસના સાંભલે, શ્રીપૂજ્યજીનઈ મુડઈ પિસહ-સામાયિક તપશ્ચખાણુ કરે સંસાર સમુદ્ર તરે પુષ્યલક્ષ્મી વર્ષે પુણ્યભંડાર ભરે મનુષાવતાર સફલ કરેં, શ્રીપૂજ્યજીના ગુણ અનંત મેં એકે જીભે કિમ વર્ણવ્યા જાઈ.
ગણગણ કાગલ કરું, લેખણ કરું વનરાય, સાયર ઘેલિ મસિ કરું, તુમહ ગુણ લિખ્યાન જાય. અમ હીયડ દાડિમ કલી, ભરિઓ તુમ્હ ગુeણ; અવગુણુ એક ન સંભરઈ, વિસારા જે સે. કિહાં કાઇલ કિહાં અંબવન, કિહા મારા કિહાં મેલ, વિસારા નવિ વિસરે, ગીરૂઆ તણા સનેહ. સમય સમય નિત સાંભરે, માસ મહિં સે વાર, તે સુહગુરૂ કિમ વીસરે, જસ ગુણનો નહીં પાર. દેય નારિ અતિ સામલી, પાણિમાંહિ વસંત, તે તુહ દરિસણ દેવવા, અલજ અતિહિ કરત. મન પસરિ જિમ માહ, તિમ જે કર પરંત, ચરણ રહી સરણે રહી, અમૃતવાણિ સુણિત. चित्तं तुह पासत्थं तुह गुणसुणणेण सवणसंतोसो, जीहा नामग्गहणे एकागी दिहि तडफडई। यथा स्मरति गोवच्छं चक्रवाकी दिवाकर, सती स्मरति भर्तारं तथाहं तव दर्शनं ।
Aho! Shrutgyanam