________________
૨૭૮ ]
जैन साहित्य संशोधक
[खंड ३
ગછીય સંઘમાં દરવર્ષે થાય છે. એ મહોપાધ્યાયના ચાતુર્માસ વખતે જ ઉજજયિનીના સંઘે આ પત્ર લખેલું છે. કમનસીબે આમાં સાલ આપેલી નથી તેથી આપણે એ જાણી શકવા નથી પામતા કે કયા વર્ષે શ્રીવિનયવિજયપાધ્યાય એ નગરીમાં ચાતુર્માસ વિરાજમાન હતા, પણ ગચ્છનાયક તે વખતે વિજયપ્રભસૂરિ હતા તેથી અનુમાન કરી શકાય છે કે સંવત ૧૭૧૨ પછી અને ૧૭૩૫ ની વચ્ચેના કેઈ વર્ષે આ ચાતુમાસ થએલું હતું. ગચ્છનાયક તે વખતે મારવાડમાં આવેલા વગડી ગામે ચોમાસું રહેલા હતા અને તે સમયે મારવાડ ઉપર જસવંતસિંહજીનું રાજ્ય ચાલતું હતું એ પણ આ પત્ર ઉપરથી જણાય છે.
વિનંતી પત્ર स्वस्ति श्रीभवनं मनोज्ञवचनं त्रैलोक्यलोकावनं, विद्यावल्विनं प्रहृष्टभुवनं सौभाग्यशोभावनं । क्लप्तैनोलवनं शिवाध्वजवनं श्रेयोवनिजीवन, सद्धमैक'निकेतनं सुवदनं पार्श्व स्तुवे पावनं ॥ १ ॥ स्वस्ति श्रीरमणस्तनोतु सततं पीतेः सतां संतति, श्रीमत्पार्श्वजिनेश्वरः कमलिनीनेतेव पंकेरुहां । भोक्लेवायतचक्षुषां मधुरगीर्दातेय वित्तार्थिनां,
छायेवोत्तमभूरुहां पथि चरत् ग्रीष्मार्कतप्तांगिनां ॥२॥ | સ્વસ્તિ શ્રી આદિજિન પ્રણમ્ય, સ્વસ્તિશ્રી શાંતિજિન પ્રણમ્ય, સ્વતિશ્રી નેમિનિન પ્રણમ્ય, સ્વસ્તિશ્રી મહાવીરજિનું પ્રણમ્ય, સકલ નગરશિરોમણિ નર સમુદ્ર વાપી કૂપ તેડાગ વાડી વનખંડ આરામ સરોવર સુશોભિત શ્રી જિનપ્રાસાદ સુંદર શિખર કનકકલશ ધજ મનોહર ઉપાશ્રય સાધર્મિક જન સ્થાન નિત્યોત્સવ મંડિત વિવિધ વસ્તુ યાણક સંપૂર્ણ અનેક વ્યાપારી વ્યવહારી વિરાજમાન રાસી ચતુષ્પથ સુશોભીત ન્યાયપ્રવીણ નરપતિ મહારાજાશ્રી જસવંતસિંહજી પ્રતિપાલિત શુભસન્નિવેશ મરૂધરાસીમંતિની તિલકાયમાન નગર ઉત્તમ શ્રીપૂજ્ય ચરણકમલ ન્યાસપવિત્રિત શ્રીવગાડી મહાનગરે શુભસ્થાને પૂજ્યારાધ્ય ઉત્તમોત્તમ પરમ પૂજ્ય અર્ચનીય ચરણ ચારિત્રપાત્રચૂડામણિ કુમતધિકારનભમણિ કલિકાલગૌતમાવતાર સરસ્વતીકંઠાભરણ અબોધજીવપ્રતિબંધક સકલશાસ્ત્રપારગામી વાદિવિજય લક્ષ્મીશરણ ચારગતિના દુખના ટાલણહાર વાદીમદગજન વાદીમુખભંજન વાદીકદલી પાણ વાદીતમભાણ વાદીઘકભાસ્કર વાદીસમુદ્ર અગસ્તિ વાદીવૃક્ષઉનમેલનહસ્તિ વાદીસુરઇદ વાદીગડગોવિંદ વાદીહરિણહરિ વાદીજવરધનવંતરિ વાદીયૂથમલ્લ વાદીહદયશલ્ય વાદીગોધૂમઘરટ્ટ મદતવાદીમરક જીત્યા અનેક વાદ સરસ્વતીલબ્ધ પ્રસાદ, એકવિધ અસંયમના ટાલણહાર, કિવિધધર્મપરૂપક, ત્રણ તત્વના જાણુ, ચાર ગતિના દુખના ટાલણહાર, પંચમહાવ્રતના પાલણહાર, છકાયના પિહર, સાતભર્યાનિવારક, અષ્ટમદચૂરક, નવવાડિ વિશુદ્ધ બ્રહ્મચર્યધારક, સવિધસાધુધર્મઆરાધક, એગ્યાર અંગના જાણ, બાર ઉપાંગના પાઠક, તેર કાઠિઆના જીપક, ચઉદ વિદ્યાનિધાન,
૧. THલેપવનં 5રાનિધ્રુવનં-પાઠાંતર.
Aho! Shrutgyanam