________________
भूर्तिपूजानु माहात्म्य
[ ૨૬
બંને બાબતો તરફ હિંદુલકોનું લક્ષ્ય જેટલું ચાંટવું જોઈએ તેટલું ચોંટતું નથી. મૂર્તિપૂજા છોડવાની જરૂર નથી; પણ વિશિષ્ટ મૂર્તિમાં અદ્ભુત સામર્થ રહેલું છે એવી ભોળપણની ભાવના ન વધારતાં, આપણી ભાવનામાં જ એવું કાંઈક સામર્થ્ય રહેલું છે એ ભાવના દ્રઢ થવાની જરૂર છે. તે જ પ્રમાણે મંદિર અને મૂર્તિ માટે વધારે દ્રવ્ય ખર્ચવાથી વિશેષ પુણ્ય થાય છે એ કલ્પના પણ ઓછી થવી જોઈએ. કારણ કે આવા દ્રવ્યના સંચયથી મહત, પૂજારીઓ અને રક્ષકાની નીતિ બગડે છે અને ચેર અગર મર્તિભંજકોની, મૂર્તિને ઉપદ્રવ કરવાની ઇચ્છાને ઉત્તેજન મળે છે.
તો પણ, મનુષ્ય સ્વભાવ એક જ રીતે, મનુષ્યને એક જ કૃત્ય કરાવવા પ્રવૃત્ત કરે છે, એ છેવટે કહી દેવા જેવું છે. મર્તિભંજક અને મંદિરધ્વંસક મહમદને પણ, એજ સ્વભાવની પ્રવૃત્તિઓ, ગજનીમાં એક પ્રચંડ મશીદ બાંધી, લૂટી આણેલા સેના અને હીરામાણેક આદિ ઝવેરાત વડે તેની ભીતને સણગારવાની ઇરછા ઉત્પન્ન કરાવી. અને જે લોભે તે પ્રેરાયો હતો તે જ લોભ ભવિષ્યના વિજેતાઓ માટે તેણે સર્જી દીધો. એતિહાસિક લેખો પરથી એમ દેખાય છે કે-એ મસીદને, એની અંદર રહેલા મલ્યવાન સણગારના લોભે, ચીનના મૂર્તિપૂજક પ્રચંડ ટોળાઓએ ઉધ્વસ્ત કરી નાંખી. જેગિસખાને બુખારાની જોમે મસીદની કરેલી અવમાનના જુનીના જહાનકુશ નામના ગ્રંથમાં વર્ણવેલી છે. અને અખારામાંના તેને એ કૃત્યને, ત્યાંથી નાસી આવેલા એક મુસલમાને, આ નીચે આપેલા નાના સરખા પણ જોરદાર વાક્યમાં વર્ણવેલું છે કે-“મોગલો આવ્યા અને ખેદી, બાળી, કાપી, લૂટીને પાછા ગયા.” આ જ અંગિસખાન, જલાલુદ્દીનનો પીછો પકડીને (ઈ. સ. ૧૨૨૬) પાછો ફર્યો ત્યારે તે ગજનીપર આવ્યો હતો. તેણે બધા નગરવાસીઓને બહાર કાઢ્યા અને ગણી લીધા અને તેમાંથી જેટલા કારીગર હતા તેમને બાજુએ રાખી બાકી બધાની કત્તલ કરવાનો હુકમ કર્યો. તેણે શહેરને પણ ઉજજડ બનાવી મુકયું અને પછી એગતાઈ મરેલાનાં મડદાં દટાવી હિરાત તરફ ચાલી નીકળ્યા (ઇલિયટ ૨, પા. ૩૯૦) બીજા એક ઉતારામાં એમ કહેવું છે કે-ઓગતાઈએ ચાર મહિના સુધી ઘેરો ઘાલીને પછી હલ્લો કરી ગજની શહેર તાબે કર્યું અને તેને પાયા સાથે બેદી કાઢી તે બાળી મુક્યું અને લગભગ બે લાખ માણસોની કત્તલ કરી.” (ઇલિયટ. ર, પા. પ૬૯)
આ આખા પ્રકરણમાં જણાવેલા વિચારે વર્તમાન જૈન સમાજને પણ બહુ મનન કરવા જેવા છે. મંદિરો અને મતિઓની પાછળ જૈન કેમનો જે દ્રવ્યવ્યય થઈ રહ્યો છે તેનું કેવું ભવિષ્ય આવે એ કાણું કહી શકે તેમ છે? એ દ્રવ્યસંચયે જ દેવસ્થાનોને સદા જોખમમાં નાંખ્યા છે. પાલીતાણાને રાજા જે આજે જૈનેને શત્રુંજયની યાત્રાથી અટકાવી રહ્યો છે તેનું કારણ, આપણા દ્રવ્યસંચયને જોઈને જાગૃત થએલો તેને દ્રવ્યલોભ જ ખાસ છે, એ દરેક મર્મજ્ઞ સમજી શકે તેમ છે. જૈન કોમે સવેળા ચેતી જવાની જરૂર છે અને દેશકાળને અનુસરતું પિતાનું ધારણ કરાવવાની જરૂર છે.
Aho ! Shrutgyanam