________________
जैन साहित्य संशोधक
[खंड ३
તિએનો પૃથ્વી જેમ સાધારણ આશ્રય છે તેમ જીવ અને પુલોનાં સ્થિતિ વ્યાપારનું અધર્મ સાધારણ આશ્રય છે. (તસ્વાર્થસાર અધ્યાય ૩-૩૫-૩૬) ગમનશીલ પશુઓને પૃથ્વી અટકાવી દેતી નથી, તેમ છતાં પૃથ્વી ન હોય તે તેઓની સ્થિતિ પણ સંભવતી નથી; તે રીતે કોઈ પણ ગતિશીલ વસ્તુને અધર્મ અટકાવી દેતા નથી તેમ છતાં અધર્મ સિવાય ગતિશીલ પદાર્થની સ્થિતિ પણ સંભવતી નથી. આ પ્રસંગે જૈન લેખકે અધમ સાથે છાયાની પણ સરખામણી કરે છે. “છાયા જેવી રીતે તાપથી બળતા પ્રાણીએનું અને પૃથ્વી જેવી રીતે અને સ્થિતિકારણ છે તેવી રીતે અધર્મ પણ પુડલાદિવ્યનું સ્થિતિકારણ છે.”
અધર્મ “અકર્તા ” એટલે કે નિષ્ક્રિય તત્ત્વ છે. એ વસ્તુઓની સ્થિતિનો હેતુ કે કારણ હોવા છતાં કદાપિ ક્રિયાકારી (Dynamic or productive) કારણ નથી. એટલા માટે અધર્મ સ્થિતિને “બહિરંગહેતુ” અથવા “ઉદાસીન હેતુ” કહેવાય છે. એ “નિત્ય” અને “અમૂર્ત” છે, સ્પર્શ, રસ, ગંધ આદિ ગુણો એમાં નથી. એ બધી બાબતમાં ધર્મ, કાલ અને આકાશની સાથે અધર્મનું સરખાપણું છે. એને વિશિષ્ટ ગુણ છે અને એ વસ્તુના સ્થિતિ પર્યાયોનો આધાર છે તેથી તે સદ્ધવ્ય છે. અધર્મ દ્રવ્યત્વરુપે અવશ્ય જીવ સમાન છે. જીવની માફક એ પણ અનાઘનંત અને અપૌલિક (immaterial) છે. પહેલાં કહેવામાં આવ્યું છે કે અધર્મ, અજીવ અર્થાત અનામદ્રવ્ય છે.
ધર્મ, કાલ, પુલ અને જીવની પેઠે અધર્મ લોકાકાશમાં રહેલો છે. અનંત આકાશમાં એનું અસ્તિત્વ નથી. અધર્મ વર્તમાન (ારિત) અને પ્રદેશવિશિષ્ટ (કાય) હોવાથી પંચ અસ્તિકામાં એની ગણતરી થાય છે એક અવિભાજ્ય પુલ પરમાણુવડે જેટલું સ્થાન રોકાય છે તેનું નામ “પ્રદેશ'. અધર્મ લોકાકાશની સીમામાં રહેલો હોઈ એના પ્રદેશ અનંત નથી; એઓ નિર્દિષ્ટ સીમામાં રહેલા હાઈ એએને અંત છે. જેનો અધર્મ ધર્મ અને જીવના પ્રદેશને “અસંખ્ય” અર્થાત ગણતરી ન કરવા યોગ્ય કહે છે.
આમ અધર્મ “અસંખ્યયપ્રદેશ” હોવા છતાં એ એક છે–માત્ર એક જ વ્યાપક પદાર્થ છે. એ વિશ્વ વ્યાપી (“લોકાવગાઢ”) અને વિસ્તૃત (“પૃથુલ”) છે. ધર્મની માફક અધર્મના પ્રદેશો પણ પરસ્પર જોડાયેલા છે, તેથી અધર્મ એ એક વ્યાપક સંપૂર્ણ પદાર્થ કહેવાય છે. આ બાબતમાં કાલતત્ત્વની સાથે અધર્મનું જાદાપણું છે, કારણ કે કાલાણુઓ પરસ્પર જોડાયેલા નથી.
ધર્મ અને અધર્મ બન્નેને મૂળથી એક જ દ્રવ્ય કહી શકાય કે નહિ? બને એ લોકાકાશ વ્યાપી છે એટલે બનેને “દેશ” એક છે. બન્નેનું “સંસ્થાન” અર્થાત પરિમાણ એક જ છે. બન્ને એક “કાલ”માં રહેલા છે. દાર્શનિકે એક જ “દર્શન” અર્થાત પ્રમાણની મદદથી બન્નેના અસ્તિત્વનું અનુમાન કરે છે. ધર્મ અને અધર્મ “અવગાહન માંથી એક છે અર્થાત બને પરસ્પર ગાઢપણે જોડાયેલા છે. બને તત્ત્વ “ દ્રવ્ય” છે, અમૂર્ત છે અને રેય છે. એટલે ધર્મ અને અધર્મને બે ભિન્ન દ્રવ્ય ન ગણતાં બન્નેને એકજ દ્રવ્ય કહીએ તે શો દોષ? એના ઉત્તરમાં તત્ત્વાર્થરાજવાર્તિકકાર કહે છે કે ધર્મ અને અધર્મનાં કાર્ય ભિન્ન છે એથી એ બન્ને ભિન્ન દ્રવ્ય છે એક જ પદાર્થમાં એક જ સમયે રૂપ, રસ અને બીજા વ્યાપારો જોવામાં આવે છે; પરન્તુ તેટલા માટે રૂપ રસાદિને શું એક જ વ્યાપાર કહીશું? - આકાશ તત્વને ગતિ કે સ્થિતિનું કારણ માનીને ધર્મ અને અધર્મના અસ્તિત્વનો અસ્વીકાર કરી શકાય તેમ નથી. અવકાશ અર્થાત સ્થાન દેવું એ જ આકાશનું લક્ષણ છે; જેવી રીતે નગરમાં ઘરે વિગેરે
Aho! Shrutgyanam