________________
મંત્ર ૪ ]
जैनदर्शनमा धर्म ने अधर्मतत्त्व
[ ૨૮૭
જડનું સંસ્થાન (mass ) અને ગતિ (motion) ગુરુત્વાકર્ષણના (law of gravity) નિયમ અને જડમાં રહેલી આકષઁણ વિકર્ષણ શક્તિ (Principles of attraction and repulsion) માંથી જ જડ જગતની શૃંખલા ઉદ્ભવે છે. જડ વ્યાપારેામાં (Purely material phenomena) જેનિયમ જોવામાં આવે છે તેની પ્રતિષ્ઠામાં ધર્મ, અધર્મ, આકાશ અને કાલનું અસ્તિત્વ બહુ જ સહાયક છે, એ પણ અહિં સ્વીકારવું જોઇએ. જગતમાં છવાનું અસ્તિત્વ પણ જડ જગતની શૃંખલાનું પેષક છે; કારણ અનાદિકાલથી જે બધા બળવા સંસારમાં ભ્રમણ કરી રહ્યા છે, તેએનાં પ્રયેાજન અને અભીપ્સા અનુસાર જડ દ્રવ્ય અથવા પુલ ધીમે ધીમે બદલાતાં આવ્યાં છે. એ રીતે જણાય છે કે વસ્તુએની ગિતમાં જે શૃંખલા છે તે મૂળ તે વસ્તુની જ ક્રિયાશીલ પ્રકૃતિમાંથી જ ઉદ્ભવેલી છે, અને ધર્મતત્વનું અસ્તિત્વ માત્ર એ શૃંખલાની પ્રતિષ્ઠાનું સહાયક છે એમ નથી. અધર્મ, આકાશ વિગેરે તત્ત્વા પણ એના પિરપેાષક છે. પદાર્થો સ્વભાવથી જ તિસ્થિતિમાં કતૃત્વાધિકારી છે એમ તત્વાર્થરાજવાર્તિકકાર વિશેષ પણે કહે છે અને તેઓ ધર્મ અને અધર્મને “ ઉપગ્રાહક ” કહે છે. તેઓ કહે છે કે અંધ વ્યક્તિ ફરતી વખતે લાકડીની સહાય લે છે; લાકડી તેને ફેરવતી નથી, તેના ક્રવામાં માત્ર સહાયતા કરે છે. તે લાકડી ક્રિયાશીલ કર્તા હેત; તે તે અચેતન અને ઉંધેલી વ્યક્તિને પણ ફેરવત. એટલા માટે ઐધની ગતિમાં લાકડી ઉપગ્રાહક છે. વળી દષ્ટિના વ્યાપારમાં પ્રકાશ સહાયકારી છે. દેખવાની શક્તિ આંખની જ છે, પ્રકાશ દષ્ટિક્તિના જન્માવનાર નથી. પ્રકાશ જે ક્રિયાશીલ કર્તા હેત, તે તે અચેતન અને ઉંધેલી વ્યક્તિને પણ દર્શન કરાવત. એટલા માટે દષ્ટિ વ્યાપારમાં પ્રકાશ ઉપગ્રાહક છે. તેઓ કહે છે “ ખરાખર એ જ રીતે જીવે અને જડ પદાર્થો પેાતાની મેળે ગતિમાન અથવા સ્થિતિશીલ થાય છે. તેઓના ગતિ અને સ્થિતિવ્યાપારમાં ધર્મ અને અધર્મ ઉપગ્રાહક એટલે નિષ્ક્રિય હેતુ છે. તેઓ તે તિના કે સ્થિતિના ‘ કર્તા ’ કે જન્માવનાર નથી. ધર્મ અને અધર્મ જો ગંત અને સ્થિતિના કર્તા હાત તે ગતિ અને સ્થિતિ અસંભવિત થાત.” ધર્મ અને અધર્મને સક્રિય દ્રવ્યરૂપે કલ્પવામાં આવે તે જગમાં ગતિ અને સ્થિતિ શા માટે અસંભવિત થાય, તેનું પણ પ્રતિપાદન કરેલ છે. ધર્મ અને અધર્મ સર્વવ્યાપક અને લેાકાકાશમાં સર્વત્ર વ્યાપ્ત છે. એથી જ્યારે જ્યારે ધર્મ કાઇ વસ્તુને ગતિમાન કરે ત્યારે ત્યારે અધર્મ તેને અટકાવી દે; એવી રીતે જગતમાં સ્થિતિ અસંભવિત થઈ પડે. એટલા માટે અકલંકદેવ કહે છે કે જો ધર્મ અને અધર્મ નિષ્ક્રિય દ્રવ્ય ઉપરાંત ખીજું કંષ્ટક હાત તે જગતમાં ગતિ અને સ્થિતિ અસંભવિત થાત. ગતિ અને સ્થિતિ જીવે અને જડ પદાર્થોની ક્રિયાસાપેક્ષ છે. ધર્મ અને અમે ગતિ અને સ્થિતિના સહાયક છે અને એક રીતે ધર્મ અને અધર્મને લીધે જ ગતિ અને સ્થિતિ સંભવે છે. અહિં આપણે જરા આગળ વધી શું એમ ન કહી શકીએ કે શૃંખલાબદ્ધ ગતિ અને શૃંખલાબદ્ધ સ્થિતિ જીવ અને જડ પદાર્થીની સ્વાભાવિક ક્રિયા ઉપર આધાર રાખે છે અને તેના સહાયક અને અરિહાર્ય હેતુ હેવા છતાં ધર્મ અને અધર્મ એક સામટાં અથવા જુદાં જુદાં ગતિ સ્થિતિશ્રૃંખલાનાં જન્માવનાર ( cause ) નથી ?
ધર્મ અને અધર્મ પ્રત્યક્ષનાં વિષય નથી અને તેથી તે સત્પદાર્થ નથી, એવું કહેનારને જૈના અયુક્તવાદી કહે છે. પ્રત્યક્ષનાં વિષય નહિં એવા અનેક પદાર્થોને સત્ય માનવાની આપણને ફરજ પડે છે અને આપણે તેમ માનીએ પણ છીએ. પદાર્થોં જ્યારે ગતિશીલ કે સ્થિતિમાન જોવામાં આવે છે, ત્યારે જરૂર એવું કોઇ દ્રવ્ય હાવું જોઇએ કે જે તેઓને ગતિ અને સ્થિતિવ્યાપાર કરવામાં મદદ કરે. આ યુક્તિવર્ડ ધર્મ અધર્મના અસ્તિત્વનું અને દ્રવ્યત્વનું અનુમાન કરવામાં આવે છે. કાઈ કાઇ કહે છે કે આકાશ જ ગતિનું કારણ છે અને આકાશથી ભિન્ન એવા ધર્મ, અધર્મ દ્રવ્યને વીકાર કરવાની
Aho ! Shrutgyanam