________________
अंक ४]
कलिंगना चक्रवर्ती महाराज खारवेलना शिलालेखनुं विवरण
[३७१
શકતા ન હતા. આ માટે મારા કહેવાથી ગવટે રાખલદાસ બેનરજીને (જે ઓ હિંદુસ્થાનમાં સર્વ શ્રેષ્ઠ સરકારી લિપિમાં એક છે. ) ખંડગિરિ જવાને હુકમ આપે. અને સન ૧૯૧૯માં અમે બને ત્યાં ગયાં. બન્નેએ મળીને પાઠ સરખાવ્યો. આ વખતે મેં ખારવેલના સમકાલીન એક યવનરાજાને ઉલ્લેખ જોયો. એટલામાં ઉજળી માટીમાં બીજું પણ તૈયાર થઈને આવી ગયું હતું. અને કાગળ ઉપરની નવી છાપ પણ આવી ગઈ હતી. એ છાપ સાથે મેળવીને ૧૯૨૪માં મેં અને રાખાલદાસ બેનરજીએ ફરી સંશોધન કર્યો અને જ્યાં જ્યાં મતભેદ હતું તેનું નિરાકરણ કર્યું. એ મહેનતનું ફળ બીજા કામની અધિકતાને લઈને પ્રકાશિત ન થઈ શકયું. સન ૧૯૬૭માં તેને પ્રકટ કર્યા પહેલાં બીબાં અને છાપ સાથે ફરી મેં મેળવણુ કરી. ડિસેંબર ૧૯૨૭માં નવા પાઠનું પ્રકાશન બિહાર પત્રિકામાં કરવામાં આવ્યું. નવાં છાપ-ચિત્રા પણ-જે અહીં આપવામાં આવે છે ને આપવામાં આવ્યાં. આ રીતે દશ વર્ષ પછી આ કામ પૂરું થયું. પં૦ નાથુરામ પ્રેમી, મુનિ જિનવિજયજી વિગેરે જૈન પંડિતની સમ્મતિ થઈ કે હું આ લેખ તથા એનું વિવરણ હિંદીમાં પણ પ્રસિદ્ધ કરૂં. કેટલાક વિશ્વવિદ્યાલયમાં મારે આ શિલાલેખને પાઠ શિલાલેખના પાઠયક્રમમાં મુકરર કરવામાં આવ્યું છે. જેન પંડિતેની આજ્ઞા માથે ચડાવી તેમ જ વિદ્યાર્થીઓને સગવડ મળે એવા ઈરાદાથી એ લેખને હિંદી અનુવાદ સાથે સભાની પત્રિકામાં પ્રકાશિત કરૂં છું. જૈન અને બીજા વિદ્વાને મારી ભૂલને સુધારશે તેમ જ તે મને જણાવશે એવી આશા છે. આ લેખ બહુ કઠણ છે, અને પત્થર ઘસાઈ જવાથી મુશ્કેલી બહુ જ વધી ગઈ. જ્યાં જે આના પંડિતે હોય તે બધાની મદદ માણું છું કે બની શકે ત્યાં સુધી સત્ય શોધી પ્રસિદ્ધ કરવું ઘટે.
શિલાલેખનું મહત્વ અને તેની મુખ્ય હકીકતો. લેખનું મહત્વ એટલું બધું છે કે વિન્સેટ સ્મીથના ભારતીય ઇતિહાસના છેલ્લા સંકરણમાં તેના સંપાદકે લખ્યું છે કે આ લેખના ઉદઘાટનને લીધે એ ગ્રન્થનું નવું સંસ્કરણ કરવું પડયું.
અત્યાર સુધીમાં જૈન ધર્મનો આ સૌથી પ્રાચીન લેખ છે, એ ઉપરથી જણાય છે કે પટણાના નંદના સમયમાં ઉત્કલ યા કલિંગ દેશમાં જૈન ધર્મને પ્રચાર હતે. અને જિનની મૂર્તિ પૂજવામાં આવતી હતી. નંદ કલિંગ જિનનામક મૂતિ ઉડીસાથી પટણામાં ઉઠાવી લાવ્યો હતે. અને જ્યારે ખારવેલે મગધ ઉપર સવારી કરી સૈકાઓ પછી બદલે લીધે ત્યારે તે ખારવેલ એ મૂતિને પાછી લઈ ગયા. અને તે સાથે જ અંગ-મગધના રાજ્યનું પુષ્કળ ધન કલિંગમાં ખેંચી ગયે.
મગધમાં કેટલાએ નંદે થઈ ગયા છે. એક નંદે પિતાને સંવત ચલાવ્યું હતું જેને વ્યવહાર અબેરૂનીએ સન ૧૦૩૦ લગભગ મથુરામાં થતો જોયો હતો. તેમ જ એક
Aho ! Shrutgyanam