________________
[૪ ]
भूगोल, खगोळ संबंधी केटलाक प्रश्नना खुलासा
[ ૨૬૧
૧૩. તાજુબી એ છે કે અંગ્રેજોએ પૃથ્વીને શ્રહરૂપ મણકા ગણી આકાશીય પદાર્થોની માળામાં ગાઢવી દીધી. પણ ખ્યાલ એ થાય છે કે કયાં આકાશીય સ્વચ્છ-શુકલ પદાર્થો ને ક્યાં આ મલીમસીમાર્તિક ( માટી સંબંધી ) પૃથ્વી ! દૈનિક માસિક ને વાર્ષિક ગતિ કરવામાં સૂર્ય ને ચંદ્રને નક્ષત્રેાની માલાની હાજરી જોઇએ છીએ. તે સિવાય સૂર્ય ચંદ્ર પાતાની ગતિના ખ્યાલ લોકોને આપી શકતા નથી. તેમ આ પૃથ્વીને પેાતાની ગતિમાં અનુકૂળ થનાર પૃથ્વીની કચી નક્ષત્રમાલા હાજર થશે? સૂર્ય ચંદ્રાદિ આકાશીય પદાર્થીમાં આ પૃથ્વી પણ એક આકાશમાં લટકતા ગેળા છે, તે સમજવું કે માનવું એ શું ભ્રમજનક જ્ઞાન નથી ? કાઈ પણ શાન્ત સ્થિરસ્થાનમાં વેધશાળામાં રહી જોતાં જ્યાતિષીઓને જ્યારે કાઈ પણ આકાશીય પદાર્થો પેાતાની ગતિનું જ્ઞાન આપે છે. ત્યારે પૃથ્વી એ પ્રમાણે કરે છે એવું જ્ઞાન કઇ વેધશાળામાં રહી જોતાં પ્રેક્ષકને થયું છે? એમ કહેવામાં આવે છે કે અનુમાન પ્રમાણથી પૃથ્વી ફરવાનું જ્ઞાન થાય છે. પ્રત્યક્ષથી નહીં. ત્યારે ગ્રહેાની ચાલ જોવામાં કાં અનુમાન નથી આગલ કરતા ? શા માટે પ્રત્યક્ષથી જુએ છે ? પૃથ્વીને ખરાખર પ્રત્યક્ષથી જીએ, ખાત્રી થશે કે ‘ ભૂલ્યા છીએ ! ' વસ્તુતઃ સૂર્યની જગાએ પૃથ્વીને મૂકતાં દૃષ્ટિ વિપર્યય જ્ઞાન જણાય છે. માત્ર પૃથ્વી ને સૂર્ય વિષે છે એટલું જ નહીં પણ ન્યુટને -gravitation ( ગુરુત્વાકર્ષણ ) નિયમ શોધી કાઢયા તે પણ દૃષ્ટિ વિપર્યય છે. વૃક્ષ ઉપરથી ફળ નીચે પડયું, તે જમીનપર આવ્યું, ત્યારે તેને જોતાં વિચાર કર્યાં, ને મનથી નિર્ણય કર્યો કે તે ફળ ઉપર કાં ન ગયું ? નીચે કેમ આવ્યું ? નિશ્ચય થયા કે જરૂર પૃથ્વીએ પેાતા ભણી ખેંચ્યું, મેાટી વસ્તુ હમેશાં નાની વસ્તુને ખેંચે છે એ સિદ્ધાંત ( Theory ) ચેાક્કસ થયા. પણ જે વસ્તુ વજનદાર હાય તે નીચે આવે એ સહજ છે તે જે હલકી હાય તે ઉપર જાય. જેમ પાણીની વરાળ, અગ્નિના ધૂમ. વળી એક ત્રીજો દાખલેા હ્યેા. આંખ ઉપર સૂર્યનાં કિરણા પડે છે તેથી આંખ પદાર્થ ને રંગને જોઈ પકડી શકે છે આમ નવા જમાના કહે છે. નંદિસૂત્રને વિશેષાવશ્યકભાષ્ય કહે છે કે ચક્ષુઃઇન્દ્રિય ને મનઃન્દ્રિય ઉપર જો પદાર્થ પડે તે તે ઇન્દ્રિયા પદાર્થને પકડી શકે નહીં પણ તે બે ઇન્દ્રિયા સામી જાય છે તે પદાર્થને પકડે છે.
૧૪. એમ કહેવું પડશે કે પદાર્થની શોધખેળ કરવામાં તેએનું ઘણું સાહસ છે. પણ શોધમાં જે દિવ્યજ્ઞાન જોઇએ તે તેમની પાસે નથી જ. પિરણામ એ આવ્યું કે સૂર્ય જેવી ચીજને જુદા જુદા ખ્યાલોથી કલ્પના કરવામાં, મંગળ જેવા ગ્રહની સાથે અનેક વર્ષો થયા છતાં વાતા કરવામાં, તે ચંદ્ર ઉપર રહેલા વૃક્ષેા જલાશયાદિ સમજવામાં, તે કલ્પનાઓના હવાઈ કિલ્લાએ ચણતા હાય એમ જણાય છે. ઇતિહાસમાં લખાએલ મનુષ્યેા ને દેવા જે વિદ્યાબળથી ને દેવીબળથી આકાશમાં ઉડતા ને દોડતા હતા; તેઓની સાથે આજની પ્રજા આધિભૌતિક સાધનોથી ધસારા કરતી ને તેની આગળ જવા યત્ન કરતી હેાય એમ આજની પૂર્વની પ્રજાને લાગી રહ્યું છે.૧
મુનિ હર્ષચંદ્રજી
૧ ક્રાઈ સાંપ્રદાયિક માન્યતાને સ્થાપિત કરવાના પ્રયત્ન કરવો એમાં કાંઇ ખોટુ નથી પણ જ્યારે દ્રની વિરુદ્ધ પ્રખલ દલીલે હેાય ત્યારે તેવા પ્રયત્નની પાછળ સ’ગીન અભ્યાસ, અને ખાજીનું સમભાવપૂર્વક મેળવેલું જ્ઞાન, સચેાઢ લીલા અને સખળ પ્રમાણે એ બધું આવશ્યક છે. ભૂંગાળ ખગાળ જેવા વિષયમાં તે એ વસ્તુની વધારેમાં વધારે આવશ્યકતા છે. તેમ છતાં હમણાં હમણાં આ વિષય તરફ જે જૈન સમાજમાં વિચાર કરવાની વૃત્તિ અલ્પાંશે જાગૃત થઇ છે. તે ચાલુ રહે એવા હેતુથી આ લેખ અહીં પ્રસિદ્ધ કર્યાં છે. છેલ્લી એકાદ લીંટી કાઢી નાખીને આખા લેખ જેવા ને તેવા છાપ્યા છે.
ન‘ક્રિસૂત્ર અને વિશેષાવશ્યકભાષ્યનું નામ લઇ જે ઇંદ્રિય અને મન વિષે કહેવામાં આવ્યું છે. તેના અથ મસ્તુત: એવે છે કે ઇન્ડ્રિય અને મન એ અન્ને પ્રાપ્યકારી નથી તેથી પેાતાના સ્થાનમાં રહીને જ પણ વિષયભૂત પદાથ ને તે ગ્રહણ કરે છે. ગ્રહણ કરવા તે કાંઇ પદાયના સ્થાનમાં જતા નથી.
દૂરતિ એવા -સપાદક,
Aho ! Shrutgyanam