________________
વંજ ૪]
आजीविक संप्रदाय
[ કરૂ
આપણને કહેવાયું છે કે કેટલાક એના છ સમૂહ (group) ગણાવતા જયારે બીજાઓ સાત ગણાવતા, પ્રથમ ગણના ચુસ્ત જૈનોની હતી, જ્યારે પાછલી ગણના અમુક આજીવિકે અથવા તેરાસિયા નામન અમુક ફોટાપાડુઓની હતી, જેઓ અભયદેવ૪૦ સમજાવે છે તે પ્રમાણે ગોસાલે સ્થાપેલા પાખંડી સંપ્રદાયના હતા. આ લોકોનો સર્વ વસ્તુઓને ત્રયાત્મક-સ, અમત વા સદસત-લેખવાને આચાર હતો. તે ઉપરથી તેઓનું નામ તેરાસિય (સં. જૈારાવા) પડયું હતું. આમ એ લોકો કહેશે કે અમુક વસ્તુ સત હોય, અસત્ હોય વા સત્ અને અસત બને હોય. પરિભાષા પ્રમાણે સ્યાદવાદના નામે ઓળખાતો આ મત સામાન્ય રીતે જૈનોનો વિશિષ્ટ વાદ છે. ફલિત થાય છે કે તેરાસિયોએ એને કઈ ખાસ તરેહનો ઉપયોગ કર્યો હોવો જોઈએ અને આ ખાસ રીત એ એમનો સપ્તમ પરિકમ્મસમૂહ બન્યો હશે. આગળ વધીને એમ પણ અટકળ કરાય કે આ સપ્તમ સમૂહે મનુષ્યના આછવ વા ધંધા પરત્વેનો હતે; અને આ કારણને લીધે તેરાસિયોનું બીજું નામ આજીવિકો વા ધંધાદારીઓ પડયું હતું. આ વિષય પરત્વેના એમના ઉપદેશનો સાર શીલાં કે૪૧ સમજાવ્યો છે તે પ્રમાણે એ છે કે (મહાવીરે સ્વીકારેલી) મનુષ્યની બે અવસ્થાઓ ( ૧ ) કર્મબદ્ધ અને ( ૨ ) કર્મમુક્ત-–ઉપરાંત એની એક ત્રીજી અવસ્થા છે જેમાં એ યથાર્થ બહુ પણ નથી તેમ યથાર્થ મુક્ત પણ નથી.૪૨ બંધનયુક્ત અવસ્થાને મનુષ્યો તે સંસારી લોકો. (મહાવીરની જેમ) સંસારનો ત્યાગ કર્યો હોય તે (ત્રીજી) દશાના મનુષ્યો. આ લોકો પોતાના આધ્યાત્મિક અહેવને લીધે યથાર્થ રીતે મુક્ત નથી હોતા. યથાર્થવિમુક્તિની અવસ્થા જે મેં પ્રાપ્ત કરી છે એમ ગોસલ કહેતો હતો તેને પામતાં પહેલાં આ લોકોને હજી અસંખ્ય જન્મમરણની ઘટમાળમાંથી પસાર થવાનું હતું. ભગવતીસૂત્રમાં ગોસાલ સ્વમુખે દેહાંતરનો પિતાને સિદ્ધાંત નીચે પ્રમાણે સમજાવે છે.૪૩
એ કહે છે: “મારા સિદ્ધાંત પ્રમાણે જે જે પૂર્ણ થયા છે, અત્યારે થાય છે અને ભવિષ્યમાં થવાના છે તે તમામને ૮૪૦૦૦ ૦૦ મહાકલ્પ પુરા કરવા પડશે એ મહાક દરમિયાન એમને અંતરીક્ષમાં ( કૂહ) સાત વાર દેવ તરીકે અને પૃથ્વી ઉપર સાત વાર “જ્ઞાનવા પ્રાણી’ (રામ) તરીકે નિયમિત રીતે વારાફરતી જન્મવું પડવાનું છે અને અંતમાં વળી પિતાવડે સાત ભિન્ન ભિન્ન દેહ પુનરાજજીવિત કરી પૂર્ણાહૃતિ કરવી પડશે; અને આ પુનર્જન્મ દરમિયાન અનકમે પાંચ પ્રકારના કર્મોની અને ત્રણ પ્રકારના કર્મોની, અને કર્મના રાશિભાગની અસરથી અનુક્રમે ( ૮૪૦૦૦૦૦ મહાકલ્પના) ૧૧૦૦૦૦ અને ૬૦૦૦૦ અને ૬ ૦૦ ને પ્રમાણમાં પિતાની જાતને મુક્ત કરીને તેમને અંતિમ પૂર્ણતા પ્રાપ્ત કરવી પડશે.”
આ પરિપાટીમાં અતર્ગત થતા સમયની અમાપ લંબાઈનો ખ્યાલ આપવા ગોસાલ ઉમેરે છે --
ગંગાનદીનું તળીયું ૫૦૦ પેજને લાંબુ, અર્થે યોજન પહેલું અને ૫૦ ધનુષ ૪૪ઉડે છે. પોતાની પૂર્વની ગંગાથી સાત ગણી એવી એવી અનુક્રમે સાત ગંગાશ્રેણીઓ લઈએ તો છેલ્લી ગંગા આપણી ૧૧૭૬૪૯ ગંગાએ બરાબર થાય. હવે જે પ્રત્યેક સે વર્ષે એક રેતીનો કણ દૂર કરીએ તે આ સાતે ગંગા નદીની રેતી ખાલી કરતાં એક સાક્ષ ( સરોવર ) ક૫ જેટલો સમય જાય; અને આવા આવા ૩૦૦૦૦૦ રજૂ કલ્પ એકત્ર થાય ત્યારે એક મહાકલ્પ થાય”૪૫
૪૦ આશરે ઇ. સ. ૧૦૫૦ ૪૧. આશરે ઇ. સ. ૮૭૬ ૪૨. જે. સૂ. ૨, ૨૪૫. પાદનોંધ ૨, ૪૩. fols ૧૨૩૭-૧૨૫૨, રે, લા, બુ, ૫, ૨૫૩; ઉ. દ. પરિશિષ્ટ ૨, પૃ. ૧૮ વળી જુઓ ડા. ૭૨ ૪૪, જન-૪૩ માઇલ; ધનુ-૬ ટ ૪૫. ઉ, દ, પરિશિષ્ટ, ૨, પૃ. ૨૭, પાદોંધ ૨૧
Aho! Shrutgyanam