________________
आजीविक संप्रदाय
રાજસત્તાને આસને આવ્યો એ વર્ષમાં જ બન્યો હોવો જોઈએ. હવે એ રાજ્યારોહણ સેણીયના ઘાત કરતાં ઘણા લાંબા સમય પૂર્વે સુસ્થાપિત કરી શકાય એમ નથી. મહાવીર બુદ્ધ પૂર્વે બે વર્ષ ઉપર ઈ. સ. પૂર્વે ૪૮૪ માં નિર્વાણ પામ્યા અને એથી કરીને ગોસાલનું મૃત્યુ અને વિગ્રહનું બનવું મહાવીરના નિર્વાણ પૂર્વ ૧૬ વર્ષ ઉપર અને સેણીના ઘાત પૂર્વ ૧૦ વર્ષ ઉપર ઈ. સ. પૂર્વે ૫૦૦ માં થયું એમ માની લેવાથી સર્વ શરતે ઉત્તમ રીતે સંતોષાય છે.
૩. ગોસાલના આચારવિચારગોસાલ કે એના આજીવિક અનુયાયીઓમાંના કેઈ પિતાના આચારવિચારોની નોંધ મુકી ગયા નથી. એથી કરીને આ બન્ને બાબતો વિષે ફરજીયાતપણે એમના હરિફે અર્થાત જૈન અને બૌદ્ધોનાં લખાણોમાંના પ્રસંગવશાત કરાયેલા ઉલ્લેખો ઉપરથી જ આપણે અભિપ્રાય બાંધવાનો રહે છે. એમનાં કથન, અલબત્ત, કેટલીક સાવચેતીથી સ્વીકારવાં જોઈએ; પરંતુ એમની સામાન્ય વિશ્વાસપાત્રતાની એમના તમામ આવશ્યક બાબતોમાંના મળતાપણાથી બાંહ્યધરી મળે છે. આ મળતાપણાનું ખાસ કરીને વધારે મૂલ્ય છે કારણ એ કથનો બે પરસ્પર વિરોધી સંપ્રદાય તરફથી આવતાં હાઈ બાતમીનાં બે સ્વતંત્ર મલે નિર્માણ કરે છે.
બૌદ્ધ મજિઝમનિકાયમાં ૧૪ એક ઘણું બોધક કથન આવે છે. એમાં બુદ્ધને પિતાનાથી ભિન્ન પડતી તપસ્વી પદ્ધતિને અષ્ટ વર્ગમાં વહેંચી નાખતો વર્ણવ્યા છે. આમાંના ચારને એ અબ્રહ્મચર્યવાસ કરનાર તરીકે અપરાધી ઠરાવે છે; બીજા ચાર વિષે માત્ર એટલું જ કહે છે કે એ “અસંતોષકારક” ( અનાસતિજ) છે. પાછળના વર્ગમાં એ મહાવીરની પદ્ધતિને મુકે છે. ભેદ સ્પષ્ટ છે. બુદ્ધને ગોસાલ વિષેનો વાંધો નૈતિક કારણોને લીધેનો હતો–ગોસાલ સિદ્ધાંતથી અને આચારથી અનીતિમાન સિદ્ધાંતો ધરાવતા હોવાથી એની પદ્ધતિ, ખરેખર, બુદ્ધ પરમ અપકારી વિચારેલી, અને એના પ્રણેતાને એમણે ( મારિસ) “ ખળ પુષ'-માછીની જેમ માણસને માત્ર એમને નાશ કરવા અર્થે જ પકડતા ખળ પુરુષ' તરીકે જ કલંકિત કર્યો છે.
ગેસલને મતનો મૂળભૂત સિદ્ધાંત, બૌદ્ધો અને જૈને બન્નેના ધર્મગ્રંથોમાં, સહેજસાજ જુદી પડતી પરંતુ વસ્તુતઃ એકસરખી પરિભાષામાં લખાએલો છે. જૈન ઉવાસગ દસાઓમાં એ નીચે પ્રમાણે રજૂ થાય છે? “ઉદ્યમ વા પરિશ્રમ વા શક્તિ વા પૌરુષ વા” મનુષ્યબળ જેવી કોઈ વસ્તુ નથી; સર્વ વસ્તુઓ અપરિવર્તનીયપણે નિશ્ચિત થઈ ચુકેલી છે. ૧ૌદ્ધ દીઘનિકાયમાં ૧૮ગે સાલના સિદ્ધાંતનો સારાંશ સંપૂર્ણ તરપણે નીચે પ્રમાણે વર્ણવેલ છે.
“પ્રાણીઓની ભ્રષ્ટતા માટે, નિકટનું વા દૂરનું કેઈ કારણ નથી; એ નિમિત્ત વા કારણ વિના ભ્રષ્ટ થાય છે. પ્રાણીઓના પાવય માટે નિકટનું વા દૂરનું કેઈ કારણ નથી; એઓ વિના નિમિત્તે વા વિના કારણે પવિત્ર થાય છે. કશું જ આપણા પિતાના વા બીજાના પ્રયત્નો ઉપર અવલંબતું નથી; ટૂંકમાં કશું કોઈ માનવપ્રયાસ ઉપર અવલંબતું નથી; કારણ શક્તિ વા પૌરુષ વા મનુષ્ય પરિશ્રમ વા મનુષ્યબલ જેવી કોઈ ચીજ નથી. પ્રત્યેક સવિચાર વસ્તુ (અર્થાત ઉચ્ચતર પ્રાણીઓ), પ્રત્યેક સેન્દ્રિય વસ્તુ (અર્થાત અધમતર કેટિનાં પ્રાણીઓ ), પ્રત્યેક પ્રજનિત વસ્તુ (અર્થાત પ્રાણીમાત્ર), પ્રત્યેક સજીવ વસ્તુ (અર્થાત તમામ રોપાઓ) બલ પ્રભાવ વા શક્તિથી રહિત છે. એમની ભિન્નભિન્ન અવસ્થાઓ-કેઈ પણ સમયની-વિધિવશાત, સંજોગવશાત વા એમની પિતાની પ્રકૃતિવશાત છે, અને વાવર્ગોમાંથી (જુઓ નીચે પૃ. ૩૪૨ ) એક વા બીજામાંની પિતાની સ્થિતિ પ્રમાણે જ મનુષ્યો સુખદુ:ખના ભોક્તા બને છે.
૧૪. ૧, ૫૧૪, ff ન્યુ. ૨, ૨, ૨૮૪, ૧૫ અં. નિ. ૧, ૨૮૬; એ. બુ. ૮૨, ૧૯૯, ડા. ૭૧, ૧૬ ૧, ૯૭, ૧૧૫; ૨. ૧૧૧, ૧૩૨ ૧૭ સરખા સં'. નિ. ૩, ૨૧૦; અ. નિ. ૧, ૨૮૬ ૧૮ પૃ. ૫૩, ડા. ૭૧,
Aho! Shrutgyanam