________________
અંક]
आजीविक संप्रदाय
[३३५
આજીવિક નામના ચોક્કસ અર્થ વિષે આપણને કશી માહિતી નથી. સંસ્કૃત શબ્દ સાવ એટલે કેઈ પણ અમુક વર્ગના લોકોને જીવનમાર્ગ વા વ્યવસાય–પછી તે સંસારી ગૃહસ્થ તરીકેને હોય વા ત્યાગી પરિવ્રાજક તરીકેને હોય. આમ -મrગીર એ બૌદ્ધ પદ્ધતિમાં પરિવ્રાજકના આઠ ફરજીયાત “માર્ગો માં એક માર્ગ હતો. વિ શ દ ગામાંથી આવેલો હોઈને એનો અર્થ પિતાના વર્ગને યોગ્ય પ્રકારનું જીવન ગુજારનાર એવો થાય છે. આપણે હવે પછી જોઈશું કે કર્મનાં બંધનોથી મુક્ત થએલા ભિક્ષઓના આજીવ પરત્વે ગોસાલ વિચિત્ર અભિપ્રાય ધરાવતો હતો એમ માનવાને કેટલાંક કારણો છે. સંભવતઃ આજ કારણોએ કરીને એ અને એના અનુયાયીઓ આજીવિકે અથવા આજીવને વિશિષ્ટ સિદ્ધાંત ધરાવનાર તરીકે ઓળખવામાં આવ્યા. આપણી પાસે જે જે સૂચનો છે તે તમામ એમ બતાવે છે કે આવા દાખલાઓમાં બહુધા હોય છે એમ એ નામ એમણે પોતે પાડેલું નહોતું પરંતુ એમના પ્રતિપક્ષીઓએ પોતાનો તિરસ્કાર સૂચવવા માટે પાડેલું હતું. આપણે જોઇશું એ પ્રમાણે ભિક્ષુપણાને મોક્ષના સાધન તરીકે નહિ પણ ગુજરાતના સાધન તરીકે, માત્ર વ્યવસાય તરીકે, અનુવર્તીને ગોસાલે પોતાની જ વર્તણુકથી ઢંગને આક્ષેપ વહોરી લીધા હતા. એમ જણાય છે કે આજીવિક નામ મૂળે સાલ અને એના અનુયાયીઓને “ધંધે લઈ બેઠેલા' તરીકે બદનામ કરવાના અર્થમાં યોજાયું હતું. જો કે નિઃશંકપણે, પાછળના કાળમાં જ્યારે તે એક પરિવ્રાજક સંઘનું વિશિષ્ટ નામ થયું ત્યારે એ દુ:ખ લાગે એવો અર્થ લુપ્ત થયો હતો.
૨ સાલનો અગત ઈતિહાસ-સામાન્યતઃ ભગવતી સૂત્ર તરીકે ઓળખાતું જૈનોનું પંચમ અંગ ગોસાલના જીવનને આપણને ઠીક ઠીક સંબદ્ધ અને વિગતવાર વૃત્તાંત આપે છે. આ વૃત્તાંત, પ્રમાણે ગોસાલને પિતા એક પ્રકારનો મણ અર્થાત ધંધાર્થી માગણ હતું અને એનું નામ મંખલી હતું. આથી કરીને એ લીપુર વા મંખલીપુત્ર તરીકે ઓળખાતો હતો. એનું બીજું નામ ગાલ પડયાનું કારણ એ હતું કે એનો જન્મ ગૌશાળામાં (ગોસાલમાં ) થયો હતો જ્યાં અમુક વરસાદની ઋતુ દરમિયાન અન્ય કોઈ આશ્રયસ્થાન નહિ મળવાથી એનાં માબાપે આશરો લીધે હતો. એ મોટો થયો ત્યારે એણે પિતાને બાપને ધંધે ગ્રહણ કર્યો. લગભગ એજ સમયે મહાવીરે નિગ્રન્થ તપસ્વી તરીકે પરિક્રમણું શરૂ કર્યું હતું. પોતાના ભ્રમણ દરમિયાન ગેસલને વારંવાર એમને ભેટો થયો. લોકો મહાવીરને જે મહાન પૂજ્ય ભાવથી જોતા એ જોઈને એણે એમની સાથે જોડાવાનો નિશ્ચય કર્યો. પ્રથમ પાછા કાઢવામાં આવ્યા છતાં પોતાની અતિયાચનાથી આખરે એ મહાવીરના શિષ્ય તરીકે સ્વીત થવામાં ફાવ્યો. પરંતુ આ બે માણસો ચારિત્રયમાં અને સ્વભાવમાં એટલી ભિન્ન હતા કે છ વર્ષ પછી ગોસાલની દગાબાજી અને ફંદલના કારણે એમના સહચારનો અંત આવ્યો. હવે ગોસાલે હરિક નેતા બની આજીવિક નામનો જાદો પંથ જમાવ્યો અને પિતાના અનુયાયીઓ સાથે સાવથી (શ્રાવસ્તી ) નામના ગામમાં ગયો અને ત્યાં એક કુંભારણના મકાનના ભાગમાં પોતાનું મથક કર્યું. ત્યાર બાદ સોળ વર્ષ દરમિયાન મહાવીર કદિ પિતાના પૂર્વ સહચારીને ભેગા થયા હોય એવું જણાતું નથી. એટલા ગાળા પછી (એક દિવસ) મહાવીર પરિક્રમણ કરતા કરતા સાવOીમાં આવી ચઢયા. અને ગાસાલને ત્યાં કે પ્રભાવે પ્રવર્તે છે એ એમના સાંભળવામાં આવ્યું. પ્રસંગોપાત્ત પિતાને તપસ્વી તરીકે ઓળખાવનારને જુઠે વેશ એમણે ઉધાડ પાડયું. એ વાત કાને આવતાં ગોસાલે વેર લેવાની ધમકી આપી અને એકદમ પિતાના અનુયાયીઓને લઈને મહાવીર જ્યાં પિતાના નિગ્રન્થ સાથે ઉતર્યા હતા તે તરફ ઉપડશે. ત્યાં એણે એક વિચક્ષણ દલીલ આગળ કરીને ઝઘડા માં. “એણે કહ્યુંઃ મને ઓળખવામાં મહાવીરે ભૂલ કરી છે. વાસ્તવમાં એક સમયે મહાવીરના સહચારી તરીકે જાણીતા થએલા ગોસાલથી હું સંપૂર્ણતયા ભિન્ન માણસ છું' આ વાક્છાળને મહાવીરે તિરસ્કાર
૫. . ૬: પરિશિષ્ટ ૧ માંનું ભ. સૂ. ૧૫ નું ભાષાંતર ૬, એની જોડણી નિઝ પણ થાય છે, જુઓ જે. ર. પૃ. ૧૪ પાદધ.
Aho! Shrutgyanam