________________
ગ્રાહકે મેળવવા કાંઈ “મૂત પ્રયત્ન કરશે? આ બે પ્રશ્નના ઉત્તરે સંશોધકના વાચકો તરફથી સત્વર આવવાની આશા રાખવી એ અસ્થાને નથી એ ઉત્તરો આવ્યા પછી જે સંતોષકારક પરિણામ જણાશે તે ચોથા વર્ષના સંશોધકના સંપાદનનું કાર્ય સત્વર હાથ ધરવામાં આવશે. તેમજ સાહિત્યની વિવિધ શાખાઓના રૂચિકર તેમજ ઉપયોગી વાચન પૂરું પાડવાને યથાસાધ્ય પ્રયત્ન થશે.
વાચકેએ એટલું સ્મરણમાં રાખવું કે શ્રીમાન જિનવિજયજી માત્ર અભ્યાસમાં મુખ્યપણે ગુંથાયા હશે છતાં જે અહિં તેમનું પ્રિયપાત્ર ચાલુ હશે તે કાંઈ ને કોઈ નવી વાનગી મોકલતા રહેશે અને વિદેશી અવલોકન તેમજ ત્યાંના અભ્યાસની ભાત સંશોધક દ્વારા જૈનસાહિત્યમાં પાડતા રહેશે એમ હું દ્રઢપણે માનું છું. સાહિત્ય સંશોધકના લેખેએ જે વાચકેના હૃદયમાં ખરી જિજ્ઞાસા અને સાહિત્યનિષ્ઠા જન્માવી હશે તેવા વાચકો સંપાદકના નવા અભ્યાસની થેડી પણ નવીન વાનગી મેળવવા આતુર હોય અને તે માટે તેઓ સંશોધક ચાલુ રાખવા પિતાથી બનતે ફાળો આપે એ પણ સ્વભાવિક છે. એજ ધારણાથી વચકે પ્રત્યે નિવેદન કરવા પ્રેરા છું. આશા છે તેઓ ઉત્તર આપવામાં વિલંબ નહિ કરે.
સુખલાલ,
Aho! Shrutgyanam