________________
उमास्वातिवाचक अने तत्त्वार्थाधिगम सूत्र.
ખરબચડાપણામાંની તરતમતામાંના દરેકમાંથી એક એક અણુમાં હોય છે. આ ઉપરાંત બાકીના ચારની તરતમાતા કે સંબંધ વ્યાકથી માંડી અનન્તાનન્તાણુક સ્કધમાં હોય છે. જૈને એમ માને છે કે આકર્ષણ શક્તિ પરમાણુઓના બંધથી થતી હોય છે. રસ (સ્વાદ) પાંચ છે: કડ, કષાયેલ, તીખે, ખાટે અને ગળે. ખારો સ્વાદ જે મીઠાને છે તે કેટલાક માને છે કે મીઠા સ્વાદમાં ફેરવી શકાય છે જ્યારે બીજા તે મિશ્ર સ્વાદ માને છે. સુગંધ અને દુર્ગધ બે ગંધ છે. મૂળ રંગ પાંચ છે લાલ, પીળો, લીલો, પેળે અને કાળે. શબ્દના છ પ્રકાર છે: તત, વિતત, ઘન, સુષિર, વર્ષા અને ભાષા.
જેને પ્રત્યે અતિ આવશ્યક જણ તેમના પરમાણુવાદને લઈને છે, જેમાં પરમાણુ અને સ્કંધનું પૃથક્કરણ છે. જેને માને છે કે જુદા જુદા તત્વ કે ભૂતે એક જ પ્રકારના મૂળ પરમાણુમાંથી પરિણામ પામેલા હોય છે. આમ હોવાથી સ્વાભાવિક શક્તિ, કે જે રાસાયનિક મિશ્રણમાં અગત્યનો ભાગ ભજવે છે તે જાતિ તરીકે મૂળ પરમાણુઓમાં જુદી નથી, તે બતાવે છે. બંધ થવામાં માત્ર સંગ પુરતું નથી, મિશ્રણ થતાં પહેલાં પરમાણુ કે પ્રદેશને સંબધ થવો જરૂરી છે. સામાન્યત: પુદ્ગલનો એક અંશ સક્રિય અને બીજો અંશ અક્રિય હોવો જોઇએ-એટલે કે તે વિષમ ગુણવાળા (positive and negative qualities) હેવા જોઈએ અર્થાત બે અંશે સ્વતંત્ર વિરુદ્ધ ગુણવાળા હોવા જોઈએ તે જ સંબંધ થઇ શકે. આમ વિરુદ્ધ ગુણવાળ અશે હોવા છતાં પણ જે તે વિરુદ્ધ ગુણ નરમ પ્રકૃતિના હોય અર્થાત જઘન્ય ગુણવાળા હોય તો સંબંધ ન થાય. વળી સમાન ગુણ અર્થાત સરખી પ્રકૃતિના વિરુદ્ધ ગુણવાળા બે અંશેને પણ સંબંધ થઈ શકતો નથી. જ્યારે એક અંશના ગુણની પ્રકૃતિ કરતાં બીજાના વિરુદ્ધ ગુણની પ્રકૃતિ બમણી કે વધારે હોય ત્યારે સંબંધ થઈ શકે છે. દરેક બાબતમાં આ સંબંધના પરિણામે બંને અંશેમાં ફેરફાર થાય છે અને તે સ્કંધના ગુણ તે સંબંધના સ્વભાવ પર અવલંબે છે. જ્યારે સમાન પ્રકૃતિના પણ વિરુદ્ધ ગુણવાળા યુગલના અંશેની સમાન પ્રકૃતિમાં તરતમતા. થાય છે ત્યારે તે પણ સંબંધ બાંધી શકે છે. વિશેષ પ્રકૃતિવાળો અંશ ઓછી પ્રકૃતિવાળા અંશપર અસર કરે છે. અંશના ગુણમાં જે ફેરફાર થાય છે તે આ સંબંધને લઈને બને છે. આ વસ્તુ સામાન્ય જણાશે છતાં અત્યંતસૂચક છે અને તે ઘસવાથી સ્નિગ્ધ અને રૂક્ષ સપાટીમાંથી જે સ્કૂતિ થાય છે તેના અવલોકનના પાયા પર રચાયેલા છે. આ ગ્રંથ (તવાથધિગમ સૂત્ર) જે ઉમાસ્વાતિને રચેલે છે તે ઈસ્વી સન પહેલાના પ્રથમ સકાને છે.”
આ પ્રમાણે જોતાં ગ્રંથકર્તાનું શાસ્ત્રીય જ્ઞાન માત્ર શાસ્ત્ર પુરતું નથી પણ અત્યારના વૈજ્ઞાનિકે જેને પ્રમાણ તરીકે લઈ શકે તેવું છે. તેમાંના બીજા વિજ્ઞાનના વિષયે પર પણ તે વિષયના અભ્યાસીઓ નીકળે તે આ પ્રમાણે શાસ્ત્રીય વિષય પ્રત્યક્ષ બની શકે તે પુરતે સંભવ છે. તે પ્રકાશ પાડવાનું કેના ભાગ્યમાં હશે તે કેણ જાણી શકે તેમ
Aho! Shrutgyanam