________________
અંજ ૨]
उमास्वातिवाचक अने तत्त्वार्थाधिगम सूत्र
[૨૨
હોઈ શકે તે બતાવે છે. આગળ વધતાં ઉત્તમોત્તમ પુરુષ પૂજનીય શા કારણે છે, અને તેવા પૂજનીય પુરુષની પૂજા કરવાથી શું લાભ પ્રાપ્ત થાય, તે સ્પષ્ટ કરી, ભાવપૂર્વક મિત શબ્દોમાં શ્રી વીરનું ચરિત્ર મૂકી તેમને વંદન કરી, ગ્રંથ કરવાનું પ્રયોજન જણાવે છે. એ જણાવતાં પોતે જે નમ્રતાથી પિતાની લધુતાનું ચિત્ર દોરે છે તે તે જ્ઞાનના સાગર જેવા તેઓશ્રી પ્રત્યે અસાધારણ મન ઉત્પન્ન કર્યા વિના રહેતું નથી. પછી મેક્ષ માર્ગના ઉપદેશની જરૂર શાથી છે તે સ્પષ્ટ કરી ગ્રંથના વિષયમાં પ્રવેશ કરે છે.
પ્રથમ અધ્યાયમાં મેક્ષ માર્ગના સાધનરૂપ રત્નત્રય બતાવી તેની પ્રાપ્તિના સાધન તરીકે સાત તો, ચાર નિક્ષેપ, પ્રમાણુ, નય, નિર્દેશ અને અનુગદ્વાર બતાવી, જ્ઞાન, અજ્ઞાન અને નયનું સ્વરૂપ બતાવે છે. બીજા અધ્યાયમાં અધ્યવસાયે, તેનાં ભેદ અને લક્ષણ, ઈન્દ્રિ, ગતિ, નિ, શરીર અને આયુષ્ય આદિ સ્પષ્ટ કરી, ત્રીજા અધ્યાયમાં નાકભૂમિ, નારકોની દશા ઉપરાંત મનુષ્ય ક્ષેત્રનું વર્ણન તેમ જ મનુષ્ય અને તિર્યંચન અધિકાર વ્યક્ત કરે છે. ચોથા અધ્યાયમાં દેવને અધિકાર અને જુદા જુદા ના આયુષ્યનું વર્ણન છે. આ પ્રમાણે ચાર અધ્યાયમાં જીવ સ્વરૂપ પુરૂં કરી પાંચમા અધ્યાયમાં અજીવ, તેને ભેદે, દ્રવ્યની વ્યાખ્યા અને લક્ષણ આદિનું સ્વરૂપ આપ્યું છે. છઠ્ઠા અધ્યાયમાં આશ્રવના સાધન તરીકે મન, વચન અને કાર્ય યોગ બતાવી આઠ કર્મનું પરિણામ ચિત્ર દેર્યું છે. સાતમા અધ્યાયમાં પાંચ મહાવ્રત, તે ટકાવવા માટેની ભાવના, બાર આણુવ્રત, દરેક વ્રતની વ્યાખ્યા અને તેના અતિચાર સ્પષ્ટ કરી બે પ્રકારના ધર્મ (ગૃહસ્થ અને ત્યાગ)નું સ્વરૂપ સમજાવ્યું છે. આઠમા અધ્યાયમાં બંધતત્ત્વની વિચારણા કરતાં તેને હેતુ, આઠ કર્મોની સત્તાણુ ઉત્તર પ્રકૃતિ, કર્મની સ્થિતિ, તેના વિપાક (પરિણામ-અનુભવી અને પ્રદેશ બંધની ચર્ચા કરી છે. નવમા અધ્યાયમાં સંવર અને નિર્જરાનું સ્વરૂપ બતાવતાં ત્રણ ગુણિ, પાંચ સમિતિ, દશ પ્રકારનો ત્યાગ ધર્મ, બાર ભાવના અને બાવીશ પરિષહ બતાવી, ક્યા સમયે ક્યા પ્રકારના જીવને ક્યા પરિષહ હોય તેનું સ્પષ્ટીકરણ કર્યું છે. વળી પાંચ પ્રકારના ચારિત્ર, અને બાર પ્રકારના તપનું સ્વરૂપ બતાવી પાંચ પ્રકારના નિર્ચથ કેવા હોય છે તે કહી દશમા અધ્યાયમાં કેવળ જ્ઞાન પ્રાપ્તિથી શરૂ થતી જીવન્મક્ષ દશા સૂચવી સર્વ કર્મના ક્ષય રૂપ મોક્ષ દશા બતાવી છે. છેવટે ૩૨ કલેક દ્વારા જીવને વિકાસક્રમ, ઉપસંહારમાં સૂચવી, ભાષાને પિતાની પ્રશસ્તિ આપી છે. આ જોતાં સ્પષ્ટ થાય છે કે દશમા અધ્યાયમાં મુક્ત જીવનું, પાંચમામાં અજીવનું, અને બાકીના અધ્યાયમાં સંસારી જીવનું સ્વરૂપ છે જે પાંચમાં અને દશમાં અધ્યાયની પૂર્તિરૂપ છે.
ઉતગ્રંથની કલેક સંખ્યા ૧૮ છે, પણ વિભક્ત સૂત્રોમાં ગણતાં “વેતાંબર મન્તવ્ય પ્રમાણે ૩૪૪ અને દિગંબર મન્તવ્ય પ્રમાણે તે ૩૫૭ છે. “વેતાંબર મન્તવ્ય પ્રમાણે તેમનું રચેલું ભાષ્ય ૨૨૦૦ લોક પ્રમાણ છે.
Aho! Shrutgyanam