________________
जैन साहित्य संशोधक
[વિંદ રૂ તેમનો વેપાર હીરા મોતીનો હતે. શ્રી રેવાશંકર જગજીવન ઝવેરીની સાથે ભાગીદાર હતા. સાથે કાપડની દુકાન પણ ચલાવતા. પિતાના વ્યવહારમાં સંપૂર્ણ રીતે પ્રમાણિકપણે જાળવતા એવી મારી ઉપર તેમણે છાપ પાડી હતી. તેઓ સોદા કરતા તે વખતે હું કોઈવાર અનાયાસે હાજર રહેતો. તેમની વાત સ્પષ્ટ અને એક જ હતી. “ચાલાકી જેવું હું કંઈ જેતે નહિં. સામેનાની ચાલાકી પિતે તુરત કળી જતા. તે તેમને અસહ્યા લાગતી. એવે વખતે તેમની ભ્રકુટિ પણ ચડતી, ને આંખમાં લાલાશ હું જોઈ શક્તો હતે.
ધર્મકુશળ એ વ્યવહારકુશળ ન હોય એ વહેમ રાયચંદભાઈએ બેટ સિદ્ધ કરી બતાવ્યો હતો. પિતાના વેપારમાં પૂરી કાળજી ને હશિયારી બતાવતા. હીરા મોતીની પરીક્ષા ઘણી ઝીણવટથી કરી શકતા. જો કે અંગ્રેજી જ્ઞાન તેમને નહેતું છતાં પારિસ વિગેરેના તેમના આડતીયા તરફથી આવેલા કાગળે, તારોના મર્મો તુરત સમજી જતા, ને તેઓની કળા વર્તતાં વાર ન લાગતી. તેમણે કરેલા તક ઘણે ભાગે સાચા પડતા.
આટલી કાળજીને હશિયારી છતાં વેપારની ધોલાવેલી કે ચિંતા ન રાખતા. દુકાનમાં બેઠા પણ જ્યારે પોતાનું કામ પૂરું થઈ રહે એટલે ધર્મપુસ્તક તો પાસે પડયું જ હોય તે ઉઘડે અથવા પેલી પોથી કે જેમાં પોતાના ઉદ્દગારે લખતા તે ઉઘડે. મારા જેવા જિજ્ઞાસુ તેમની પાસે જ આવ્યા જ હોય. તેમની સાથે ધર્મ ચર્ચા કરતાં આંચકે ન ખાય. વેપાર ને ટાણે વેપાર, ધર્મ ને ટાણે ધર્મ, અથવા એક જ વખતે એક જ કામ એ સામાન્ય ને સુંદર નિયમનું કવિ પાલન ન કરતા. પોતે શતાવધાની હોઈ તેનું પાલન ન કરે તે ચાલે. બીજાએ તેમને વાઢ કરવા જાય તો બે ઘડે ચડનાર જેમ પડે તેમ પડે જ. સંપૂર્ણ રીતે ધાર્મિક ને વીતરાગી પુરૂષ પણ જે ક્રિયા જે કાળે કરતો હોય તેમાં જ તે લીન થાય એ યોગ્ય છે એટલું જ નહિં પણ તેને તો એ જ શોભે. એ તેના ગની નિશાની છે. એમાં ધર્મ છે. વેપાર અથવા એવી કોઈપણ ક્રિયા જે કર્તવ્ય હોય તે તેમાં પણ પૂરી એકાગ્રતા હોવી જ જોઈએ. અંતરમાં આત્મ ચિંતવન તે તો મુમુક્ષુને તેના શ્વાસની પેઠે ચાલવું જ જોઈએ. તેથી એક ક્ષણભર પણ તે વંચિત ન રહે. પણ આત્માને ચિંતવતે છતે જે બાહ્ય કાર્ય કરતો હોય તેમાં ય તે તન્મય રહે જ.
આમ કવિ નહતા કરતા એમ હું કહેવા નથી ઈચ્છતો. ઉપર જ મેં કહ્યું છે કે પિતે તેમના વેપારમાં પુરી કાળજી રાખતા. એમ છતાં મારી ઉપર એવી છાપ પડી છે ખરી કે કવિએ પિતાના શરીરની પાસેથી જોઈએ તે કરતા વધારે કામ લીધું. એ યોગની અપૂર્ણતા તે ન હેય? કર્તવ્ય કરતાં શરીર પણ જવા દેવું જોઈએ એ નીતિ છે. પણ શક્તિ ઉપરવટ કંઈ હેરી લઈ તેને કર્તવ્ય માનવું એ રાગ છે. એ અતિ ઉત્તમ રાગ કવિને હશે એમ મને લાગ્યા કર્યું છે.
ઘણી વખત પરમાર્થ દષ્ટિએ માણસ શક્તિ ઉપરાંત કામ લે છે ને પછી તેને પહોંચી વળતાં તણાવું પડે છે. એને આપણે ગુણે માનીએ છીએ ને તેની પ્રશંસા કરીએ છીએ.
Aho! Shrutgyanam