________________
સંવ ]
धर्मास्तिकाय एटले शुं
धर्मास्तिकाय एटले शुं ? [ શ્રીયુત પાડત બેચરદાસ જીવરાજ દેશી, ન્યાય-વ્યાકરણ તીર્થ.]
.
બધા આત્મવાદી તાર્કિકે જડ-ચેતનનું યુગમ સ્વીકારવામાં એકમત છે. જેનોએ છે કે નવ તત્વ સ્વીકાર્ય, સાંખ્યોએ પચીશ તત્ત્વોની ગણના કરી, બોદ્ધોએ ચાર આર્ય સત્યનું સમર્થન કર્યું, વૈશિક્ષિકાએ છ પદાર્થની પ્રરૂપણું કરી, નાયિકે એ સોળ પદાર્થોને ગણાવ્યા અને ઉપનિષદ્દવાદિઓએ બ્રહ્મ અને માયાની સ્થાપના કરી. આ રીતે એ બધા દાર્શનિકેએ ઉપર્યુક્ત મુખ્ય તત્વ-યુગલને જ જુદા જુદા વિભાગમાં વહેચેલું છે.
ઘણી વાર એવું અનુભવાય છે કે, શ્રોતાની રુચિને અનુસાર એક જ સિદ્ધાંતને પણ અનેક રીતે સમજાવવો પડે છે અને તેમ કરતાં વક્તાની ભાષાશૈલીમાં અને સમ, જાવવાની પદ્ધતિમાં વિભિન્નતા આવે એ સહજ જેવું છે. આ દષ્ટિને લક્ષ્યમાં રાખીને મધ્યસ્થપણે જેનાર વિચારકને ક્યાંય અભિનિવેશ થવાનો સંભવ નથી અને તેથી જ તેને એ તવવાદને અંગે કયાંય કશે કલહ કરવાને પણ પ્રસંગ આવતું નથી. જેમ કે
એક રૂપીયા નું પૃથક્કરણ કરતાં પ્રથમ તેના બે વિભાગ કરે, પછી કેઈ બીજે એના ચાર ભાગ કરે, ત્રીજે આઠ કરે, ચેાથે સેળ કરે, પાંચમો ચેસઠ કરે અને છછું કે એ જ રૂપીયાના એક બાણું ભાગ કરે તેમ જ તે તે દાર્શનિક પંડિતાએ આ એક જ જગતનું પૃથકકરણ કરીને આપણને એ વિષે જુદા જુદા વિભાગ કરીને સમજાવવા તે તે પ્રકારની ભિન્ન ભિન્ન શિવને સ્વીકારેલી છે.
જેનતાએ પ્રધાનપણે જીવાસ્તિકાય અને અછવાસ્તિકાય તને સ્વીકાર્ય છે. અછવાસ્તિકાયના ચાર વિભાગ ર્યા છેઃ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદગલાસ્તિકાય. આ ચારમાં છેલ્લાં બે બધા દર્શનમાં આકાશ અને જડ પદાર્થ તરીકે સુપ્રતીત છે પણ પ્રથમનાં બે એટલે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તત્ત્વોને કઈ દાર્શનિકે સ્વીકાર્ય નથી એ સ્પષ્ટ જણાય છે.
તત્વાર્થાધિગમ નામના મોક્ષ સૂત્રમાં તે બે તને વિષે આ પ્રમાણે જણાવેલું છે? “તિ-રિચર્તુપલી ધમધર્મચરપાર ” [ અધ્યાય ૫, સૂત્ર ૧૧ ]
' અર્થાત ધમસ્તિકાય ગતિ કરવામાં અને અધર્માસ્તિકાય સ્થિતિ કરવામાં સહાય કરે છે-જે જડ વા ચેતન પદાર્થો ગતિ કરી રહ્યા છે તેઓની ગતિમાં ધમસ્તિકાય સહાયતા કરે છે. જેમ માછલીમાં ગતિશક્તિ રહેલી છે છતાં તે જેમ પાણું ન હોય તે ચાલી શકતી નથી તેમ દરેક ગતિમાન પદાર્થમાં ગતિ કરવાનું સામર્થ્ય સહજભાવે રહેલું છે છતાં ધર્માસ્તિકાયની સહાયતા વિના તે એકે પદાર્થ ગતિ કરી શક્તો નથી. માટે ધર્માસ્તિકાય ગતિમાં સહાય આપીને ઉપગ્રહીત કરે છે. અને, અધર્માસ્તિકાય
Aho! Shrutgyanam