________________
૨]
आवश्यक सूत्रना कर्ता कोण ?
[૨૨
(૫) બીજી વ્યાખ્યામાં ગણધરના પ્રશ્નના ઉત્તરમાં તીર્થંકરદ્વારા ઉપદેશાયેલ ત્રિપદી ઉપરથી રચાયેલ શ્રુતને અંગપ્રવિષ્ટ તરીકે ઓળખાવી તેનું ઉદાહરણ આપતાં એ શ્રુત તે દ્વાદશાંગી રૂપ જ છે એવેા ખાસ ભાર મૂકી મલધારીશ્રીએ માત્ર દ્વાદશાંગીને અંગપ્રવિષ્ટ કર્યું છે અને છુટુંછવાયું તેમ જ પ્રશ્ન વિના જે અર્થપ્રતિપાદન થયું હોય તેના ઉપરથી રચાયેલ શ્રુતને અંગખાદ્ય તરીકે ઓળખાવી તેના ઉદાહરણમાં આવશ્યક આદિ શ્રુત અંગખાદ્ય છે એમ કહેવામાં આવ્યું છે.
(n) ત્રીજી વ્યાખ્યામાં દરેક તીર્થંકરાના તીર્થમાં અવસ્થંભાવી તરીકે બતાવીને જ અંગપ્રવિષ્ટ કહેવામાં આવ્યું છે અને દરેક તીર્થમાં નિયમથી ન હેાનાર શ્રુતને અંગખાદ્ય તરીકે ઓળખાવી તેના ઉદાહરણમાં તબ્દુલવૈકાલિક આદિને મૂક્યું છે.
પહેલી વ્યાખ્યાના ઉદાહરણમાં શ્રી ભદ્રબાહુસ્વામી આદિ અને આવશ્યકનિર્યુક્તિ આદિ એ બે પદે ખાસ ધ્યાન ખેંચે છે, જ્યાં સુધી સંપૂર્ણ આવશ્યકસૂત્ર શ્રી ભદ્રાહ્સ્વામીકૃત છે એ મતલબનું સાધક પ્રમાણ ન મળે ત્યાંસુધી આવશ્યકનિર્યુક્તિ એ સામાસિકપદનેા દ્વન્દ્વ સમાસને બદલે સામા પક્ષને અનુકુલ એવા તત્પુરૂષ સમાસ જ લેવા જોઇયે; અને એ સમાસ લેતાં તેને અર્થ એટલે જ થાય કે આવશ્યક નિર્યુક્તિ વિગેરે જે શ્રુત શ્રી ભદ્રબાહુસ્વામી વગેરેનું બનાવેલું છે તેને અંગખાદ્ય સમજવું; નિયુક્તિ શ્રી ભદ્રબાહુસ્વામીની હેવાની પ્રસિદ્ધિ આબાલવૃદ્ધ પર્યંત જાણીતી છે. તેથી જ તેનું ઉદાહરણ આપ્યું છે. આ પ્રથમ વ્યાખ્યાના ઉદાહરણુ ઉપરથી મૂત્ર આવશ્યક સૂત્રના કર્તા વિષે કશા જ પ્રકાશ પડતેા નથી. બીજી વ્યાખ્યામાં અંગખાદ્યના ઉદાહરણ તરીકે આવશ્યકને મુખ્યપણે મૂકેલું છે, અને એને છુટાછવાયા કે પ્રશ્ન વિનાના જ ભગવાનના ઉપદેશ ઉપરથી રચાયેલું કહેવામાં આવ્યું છે. જ્યાંસુધી ગણધરને આવસ્યકના કર્તા તરીકે અસંદિગ્ધપણે સાબિત કરતા પ્રાચીન ઉલ્લેખ મળી ન આવે ત્યાંસુધી આવશ્યક સૂત્રને અર્થ રૂપે શ્રી તીર્થંકર કથિત માનવા છતાં તેને શબ્દરૂપે ગણુધરકૃત કેમ માની શકાય ? અને વી જયારે ઉલટાં અનેક વિધી પ્રમાણેા આવશ્યક સૂત્રને ગણધરભિન્ન આચાર્યપ્રણીત ખતાવનારાં મળતાં હાય ત્યારે એમ માનવું એ તે સ્પષ્ટ પ્રમાણેાની અવમાનના કરવા જેવું થાય. અલબત્ત, સ્થવિર શબ્દ ગણુધરને પણ લાગુ પડે છે, પણ તેથી આવશ્યકસૂત્ર ગણધરકૃત જ છે એમ કાંઇ ફલિત થતું નથી. મલધારીશ્રીની ટીકાના ઉલ્લેખ ઉપરથી ( તત્ત્વાર્થભાષ્ય આદિના ઉલ્લેખેને ધ્યાનમાં લઇ ) અર્થ કાઢવા જઈયે તા સરલપણે એટલા જ અર્થ નીકળી શકે કે વગર પ્રશ્ને જ તીર્થંકરના ઉપદેશ ઉપરથી રચાયેલ જે આવશ્યક વગેરે શ્રુત તે અંગખાવ. આટલા અર્થ આવશ્યકના કર્તા તરીકે કાષ્ઠ વ્યક્તિને નિર્ણય કરવા ખસ નથી. તેવા નિર્ણય માટે તા વિવાદગ્રસ્ત સ્થલમાં સ્પષ્ટ પ્રમાણે જોઇયે. જો તત્ત્વાર્થસાધ્ય આદિના ઉપર ટાંકેલા ચાર સ્પષ્ટ પ્રમાણેા આપણી સામે ન હેાત તે! મલધારીશ્રીની ટીકાને અધ્યહાર વાળા ઉલ્લેખ ગણધરને આવશ્યકના કર્તા તરીકે મનાવવા આપણને લલચાવત. ત્રીજી વ્યાખ્યા અને તેનાં ટાંકેલ ઉદાહરણ આપણને પ્રસ્તુત ચર્ચામાં કાંઈ ઉપયેાગી નથી, તેથી તે પર વિચાર કરવા એ અસ્થાને છે. એકંદર ઉપર આપેલ મલધારીશ્રી હેમચંદ્રની ટીકા આવશ્યકને ગણધરકૃત સાબિત કરવા કાઈ સ્પષ્ટ પુરાવા પૂરા પાડતી નથી; તેથી મૂલ નિર્યુક્તિ, તેનું ભાષ્ય અને મલધારીશ્રી કૃત ટીકા એ બધાં તત્ત્વાર્થભાષ્ય આદિના પ્રથમ ટાંકેલ ઉલ્લેખાને સંવાદી અને એ રીતે જ ધટાવવાં જોઇયે.
છેલ્લે એક પ્રશ્ન રહે છે; અને તે એ કે-ભગવાન શ્રી મહાવીરે પ્રતિક્રમણ ધર્મ ઉપદેશ્યા, જ્યારે તેઓશ્રીએ પેાતાના શિષ્ય પરિવારને પ્રતિક્રમણનું વિધાન અવશ્ય કર્તવ્ય તરીકે ઉપદેશ્યું. ત્યારે તે શિષ્ય પરિવાર એ વિધાનનું પાલન કરતી વખતે કાંને કાંઇ શબ્દો, વાયે, કે સૂત્રેા ખેલતા જ હશે; જો એ શિષ્ય પરિવાર સમક્ષ પ્રતિક્રમણ વિધાયર્થી શબ્દ પા ન હાય તે! તે પ્રતિક્રમણ કરે જ કેવી રીતે ? અને
Aho ! Shrutgyanam