________________
અંક ૨]
नलविलास नाटक
[૨૨૨
જીવલક યાદ આપે છે કે આ તે ખોટી નટની ઘટના છે. નાટક આગળ ચાલતાં અમાત્ય સંપર્ણ પણ ભાન ભૂલી સ્ત્રીને છોડનાર પતિની ભર્ચના કરે છે. નટના કૌશલ્યથી અને વસ્તુના રસપ્રવાહમાં એમ વારાફરતી પ્રેક્ષકો ભાન ભૂલે છે, નલ પિતાપર વધારે કાબુ રાખે છે, ખેદથી પૃથ્વીમાં પેસી જવા માગ થાય એમ ઈચ્છે છે. પણ છેવટ તે પણ કાબુ ખાઈ દે છે અને પોતે જ એ નિર્લજી નલ છે એમ બેલી દે છે. રાજા તેને પૂછે છે “તું કેણ છે?' અને નળ સુધારી લે છે કે પોતે તે બાહુક રસોયો જ છે. નાટક આગળ ચાલે છે. એક કેસરી પિતાને દુઃખથી છેડાવશે ધારી દમયન્તી તેની પાસે જાય છે. વળી નલનું ચિત્ત ભમી જાય છે. કેસરીને ભક્ષ થવા પોતે રંગભૂમિ તરફ ધસે છે. રાજા તેને વારી રાખે છે. કેસરી પિતાને મારતે નથી જોઈ દમયન્તી એક આંબાની શાખાએ આત્મઘાત કરવા તત્પર થાય છે. વળી સામાજિકેનાં ચિતે ભ્રમિત થાય છે. રાજા ગભરાઈને ઊભા થઈ તેને સાહસ કરવા ના કહે છે. સપર્ણ પણ વારે છે. છવલક પણ પતિની ખાતર પ્રાણુ આપવા યોગ્ય નથી એમ જણાવે છે અને નલ મેરેથી બેલે છે કે “મારા જેવા પાપીની ખાતર, સતીઓના ભૂષણ રૂપ તું, આત્માને વધ ન કર’ ગર્ભાકમાં ગધાર પિંગલકને ગળે ફાંસો કાપવા કહે છે. પિંગલક કાપે છે. દમયન્તી મૂછ ખાઈ નીચે પડે છે તેને બન્ને ઉપાડી લઈ જાય છે. ગર્ભક અહીં સમાપ્ત થાય છે.
નળ વારંવાર પોતે જ નળ હોય એમ બેલેલો હતો તેથી રાજા તેને પૂછાવે છે કે તું કોણ છે? પણ એટલામાં પ્રતીહાર ખબર આપે છે કે વિદર્ભથી ભદ્ર નામને માણસ આવેલ છે. આ માણસ આવીને ખબર આપે છે કે ભીમરથની પ્રાણથી પણ પ્રિય પુત્રી દમયન્તીને કાલે સ્વયંવર થવાનું છે. રાજા કહે છે કે સો યોજન એક રાતમાં શી રીતે જવાય. નલ ત્યાં જઈ આ અધર્મ થતો અટકાવવા માટે જવાના વિચારથી કહે છે કે પોતે બધું ઠીક કરી આપશે. અને ગર્ભક જોતાં દમયન્તીના સતીત્વથી એટલો દિંગ થઈ ગયેલે રાજા અત્યારે સ્વયંવરમાં જવાની હા પાડે છે ! સાંજ પડી ગઈ છે. સર્વ પિતપિતાને કામે જવા વિખરાય છે અને અંકે સમાપ્ત થાય છે.
સાતમા અંકમાં કુડિનપુરની પાસે ઉગતા પ્રભાતનું વર્ણન કરતા રાજા દધિપણું અને બાહુક બન્ને પ્રવેશ કરે છે. પણ એટલામાં સ્વયંવર વિરુદ્ધ અતિ કરુણ દશ્ય દેખાય છે. લોકો બધાં શોકવાળાં દેખાય છે. બાષ્પથી રૂંધાયેલા કંઠે આક્રન્દ સંભળાય છે. હકીકત જાણવા નળ એક વૃદ્ધ બ્રાહ્મણને પૂછે છે તે ઉપરથી જણાય છે કે સવારે કઈ પરદેશીએ રાજકુલમાં જઈ કંઈક ખબર કરી તેથી દમયન્તી ચિતાપ્રવેશ કરવા સજજ થઈ છે. સામે દૂર ચિંતા દેખાય છે અને તેની પાસેની ચિંતામાં તેની દાસવેગ ચિતાપ્રવેશ કરવાનો છે. આટલું કહી બ્રાહ્મણ જવાની ઉતાવળ કરે છે કારણ કે તેને અંતકાળનું દાન લેવા જવું છે. પોતાના કાલના બ્રાહ્મણની હલકાઈ ઉપર આ સપ્ત કટાક્ષ છે અને ઉચિત છે. રાજા સમજે છે કે સ્વયંવરની વાતથી આપણને કોઈકે છેતર્યા છે અને તેથી કોઈ ન દેખે તેમ રથ લઈ જવા. કહે છે. નળ ક્ષણેક ત્યાં જ રાહ જેવા રાજાને કહી આગળ તપાસ કરવા જાય છે. ત્યાં નળ જુએ છે તે દમયન્તી પિતે પ્રાણત્યાગ કરવા જતી હોય છે અને તેની સાથે કપિલા, કલહંસ, ખરમુખ સર્વને જુએ છે. દમયન્તી ચિતા પ્રગટાવવા કહે છે. કપિલા તેને ધારણું રાખવા વીનવે છે. દમયન્તી કહે છે કે અશુભ વૃત્તાન્ત ખાટાં પડતાં નથી માટે એવી વાત સાંભળ્યા પછી વિલંબ ઈચ્છતી નથી. નલ જઇને પૂછે છે કે આ શી વાત છે. દમયન્તી કહે છે “ પરદેશી ! આ મારું ચરિત કહેવાનો અવસર નથી. દાન લેવું હોય તે લે, નહિ તે રસ્તે પડ.” કલહંસ તેને ખરી હકીકત કહે છે કે “ નિષધપતિ નળે તેનામાં આસક્ત દમયન્તીને વનમાં દોષ વિના છેડી દીધી.” નળ વચમાં જ બોલી ઊઠે છે * સવારમાં એ ચંડાલનું નામ કયાં લીધું ?” દમયન્તી ગુસ્સે થઈ કહે છે કે “ આર્યપુત્રની નિન્દા કરનાર
Aho! Shrutgyanam