________________
અંક ૨]
सकुंतला रास-स्फुट विवेचन
[ ૨૦૬ ગયવર ગુય સુત માહિ સંકુતલા આણય નયરિ મહોત્સવઈ એ; બલપણુઈ બલવંત તે કુંઅર રેગિ યુવરાજ પદવી ઠાઈ એ. ૧૦૨ પદિ કવિઉ સુત યુવરાજ, સંગ્રહઈ અરિઅણ રાજ; નૃપ કરઈ વંછિત કાજ, રાખત૭ કુલવટ લાજ. કુલવટ લાજ દાખઈ વિનય રાખઈ સત્ય ભાખઈ જે મુખઈ; દુકત રાય શિકુતલા સુત સદા જયવંતઉ સુખઈ. એ રાસ ભણતાં રંગિ સુણતાં, પાપ કસમલ પરિહર; કવિ કહઈ ધર્મસમુદ્ર સૂધી, સીલ ઊપરિ ખપ કરઉં.
૧૦૪ ઇતિ શ્રી સકુંતલા રાસ સમાપ્ત: | પં. મલશ લખિત //
૧૦૩
ફુટ વિવેચન ૧ કાર્યના પ્રારંભમાં વિન ન આવે માટે કવિ પહેલાં સરસ્વતિનું આહાહન કરે છે. સામિણિ-સંવ સ્વામિનિ. કરૂ-કરો “ઉ” આજ્ઞાર્થમાં જૂળ ગૂ૦ માં વપરાય છે. દિય-દિ-ઘો. જિમ-જેમ-જે રીતે. આસ-આશા, એતલી-એટલી, સં. ઈતિ. અ૫૦ એવડું, એનુલુ ઉપરથી એવડું, એટલું થયેલ છે. સતી માં થી પાદપૂરક છે.
૨ વયણ-વચન; વિરચઉ-વિ. સં. વિ+ ર, ધાતુ પરથી કરે; વાસ-સંવ વ-વસવું, રહેવું. તે પરથી રહેઠાણ-સ્થિતિ. સરસ-રસસહિત. વિલાસ-સુખ-આનંદને લહેકાવ. હાસ-સંવ હાસ્ય. હાંસી, મશ્કરી.
૩ સાર-સં. શારદા. સરસ્વતીનું બીજું નામ. સરખાવો “હસ્યાં શચી, હસ્યાં ઘણું શારદ રે, પછે તેનું સમજ્યા વાસવ હારદ રે–પ્રેમાનંદ. “સુરિ નર બ્રહ્મા શિવ ને શારદ, રટે શેષ નિરંતર નામ.' -નિરાંત. સાર-મદદ, કપા. સરખા “ જઈ ચરણે વળગ્યો, ન રહે અળગે, સ્વામી કીધી સાર’–પાંડવવિષ્ટિ. વર-ઉત્તમ. રંગ-રંગ-પ્રેમ-ભાવે-રહે. “પ્રીતમ અમારી વીસરીને, કુબજા શું રંગ લાગ્યો'ભાલણ. તવ-ત્યારે, સં. દા. ભાવ-અંદરના અર્થભેદ. પસાથે-સહ પ્રસાદ-પા. મન મેટું દઇ મોકલિયો, નિજ પસાયો પણ આવ્યો–ઉદ્ધવ. “તે માટે મા કરો પસાય, જ્યમ એ ગ્રંથ સંપૂરણું થાય’તાપીદાસ
અભિમન્યુ આ૦ ૧–૫. નામિહિં–નામે. અમરનયર–અમરાવતી, ઈદ્રપુરી, દેવપુરી. અમર-દેવ. હરાવ એહરાવે-પરાજીત કરે, ચડી જાય. હારે નું પ્રેરક સરખા “હીરા રતન કનક કોટીમયહાર્યો ધને કુબેર'પ્રેમાનંદ સુઇ ચ૦ ૧૧-૨૫. “બહુ ધજા કળશ બિરાજે, જોતાં અમરાપુરી તો લાજે-છે- ઓખાહરણ, કડવું ૨૦, દુઃકંત-દુષ્યન્ત. ઠાવએ-મૂકે ચાલે.
૪ દિનિ-દિને. સપ્તમીને પ્રત્યય “ઈ જૂ૦ ગૂડ માં આવે છે. હાલ ઇ ને બદલે એ લખાય છે. ઉછાહ–સં. ઉત્સાહ. વાહતર-લઈને. વાહણીએ સંવ વાહિની-સેના. પરવર્યો–સંહ પરિ+ઈ-જવું. વિશેષપણે ચાલ્ય, સંચર્યો. સરખા “વાત કહી તે પરવરી, દુર્યોધન બેઠો જાહરે તાપીદાસ અ. આ૦. “સુણી
સ્વયંવર નીસર્યા નરપતિ સેના પરવરી’ ભાલણ નળાખ્યાન ૯-૩, પરગરિ-સં. પ્રકર –સમૂહ સહિત. સરખા પ-કૂલફગર-ફૂલના ઢગલા. “મારગિ નવાં પાથરીઈ ચીર, કૂલ ૫ગર પરિમલ અબીર-કાન્હડદે પ્રબંધ. “કુકમના કરતલ દિધલા, ભલા ફૂલ ફગર મહેકંત’–મેહનવિજય નર્મદાસુંદરી. ૧૨-૪. વનગિરિવનના પર્વત. વેગિ-વેગથી.
Aho! Shrutgyanam