________________
૨૮૪ ].
जैन साहित्य संशोधक
[खंड ३
કવિત્વ ગુણધારક દેવગુખ નામે એક જ વ્યક્તિના અનુમાનાય તે તે પ્રમાણ બાધક ગણાય તેમ નથી. હરિગુપ્ત આચાર્ય જાતે ગુપ્તવંશના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય અને તેમની પાસે દેવગુપ્ત નામના કઈ ગુપ્તવંશી રાજપુર દીક્ષા લે તે ઐતિહાસિક દષ્ટિએ અઘટમાન વસ્તુ નથી. અલબત્ત, આ બધી વિગત માટે વધારે નિશ્ચિત સમસામયિક પ્રમાણેની આવશ્યકતા છે. કેવળ આટલા જ ઉલ્લેખ ઉપર કોઈ ઈતિહાસ સમ્મત નવી ઈમારત ચણી ન શકાય. છતાં આ ઉલ્લેખની આવી કોઈ ઇમારતના પાયા માટેની યોગ્યતા છે એ તો આપણે કબૂલ કરવું જ જોઈએ.
જ્યારે આ વિષયમાં આટલે સુધી પહોંચ્યા છીએ તો વળી એક પગલું આગળ પણ ભરી લઈએ અને ગુપ્તવંશની નામાવલીમાં આ નામને ક્યાં કઈ અવશેષ વગેરે દેખાય છે કે કેમ તે પણ જરા જોઈ લઈએ. ગુખોના ઈતિહાસને લગતા જે ખાસ ખાસ લેખો આજ સુધીમાં મળી આવ્યા છે તેમાં તે હરિગુપ્ત નામ મળતું નથી. પણ કનિંગહામ સાહેબને સને ૧૮૯૪માં અહિચ્છત્રમાંથી એક તાંબાને શિકક્કો મળી આવ્યો હતે જેની એક બાજુએ પુષ્પસહિત કળશ છે અને બીજી બાજુએ શ્રીમાન ચિ આવું વાક્ય આલેખેલું છે.૨૪ અક્ષરની આકૃતિ ઉપરથી અને નામની સરખામણી ઉપરથી આ શિકક્કો કોઈ ગુપ્તવંશી રાજાને જ હોવો જોઈએ એમ નિષ્કવિદ્યાનિષ્ણનું મંતવ્ય છે. આ હરિગુપ્તને ગુપ્તવંશના કયા પુરૂષો સાથે પૂર્વીપરને સંબંધ છે તે કાંઈ સ્થિર કરી શકાય તેમ નથી. પણ લિપિવિદ્યાના બળે એવું સાધારણ અનુમાન કરવામાં આવ્યું છે કે વિક્રમના ૬ઠ્ઠા સૈકાની વચગાળેને એનો સમય હોવો જોઈએ. જેમ આ સિક્કો પબના પ્રાંતમાંથી મળ્યો છે અને ૬ઠ્ઠા સૈકાના મધ્યકાળને છે તેમ જ આચાર્ય હરિગુપ્ત પણ, આપણે ઉપર જોયું તેમ, પંજાબ પ્રાંતના હતા અને તેમાણના સમકાલીન હોવાથી તેમને સમય પણ વિક્રમના ૬ ઠા સકાને મધ્યકાળ જ કરે છે. તેથી આ બંનેમાં આમ સમય, સ્થળ, નામ અને વંશની સમાનતા મળી આવવાથી, સંભવિત છે કે બંને એક જ વ્યક્તિ હોય. લખાણની પદ્ધતિ ઉપરથી આ શિક્કો ગુપ્તવંશને છે એમ માનવામાં આવે છે પણ સાથે એમ પણ કહેવામાં આવે છે કે આની એક બાજુ ઉપર જે પુષ્પસહિત કલશાકૃતિ અંકિત છે તે ગુપ્તવંશના બીજા રાજાઓના શિક્કા ઉપર સામાન્ય રીતે માત્ર ચંદ્રગુપ્ત રાજાના થોડાક શંકિત શિકાઓ બાદ કરતાં) દેખાતી નથી. ગમોના બીજા બીજા શિકાઓ ઉપર કઈમાં ધનુર્ધારી રાજાની મૂર્તિ, કેઈમાં લક્ષ્મીની મૂર્તિ, કેાઈમાં બળદ નંદી)ની મૂર્તિ, કેદમાં યજ્ઞના અશ્વની મૂર્તિ,-આમ ભિન્ન ભિન્ન પ્રકારની મૂર્તિઓ અંકિત થએલી મળે છે અને એ ભિન્નતાનું કારણ તે તે રાજાની ધાર્મિક ભાવના હોવાનું માનવામાં આવે છે. યાજ્ઞિક-વૈદિક ધર્માનુયાયી રાજાના સિક્કા ઉપર યજ્ઞીય અશ્વની આકૃતિ, વિષ્ણુભક્ત રાજાના શિકા ઉપર લક્ષ્મીની આકૃતિ, શિવભક્તના શિકકા ઉપર વૃષભની આકૃતિ અને બૌદ્ધાનુયાયીના સિક્કા ઉપર ચૈત્યની આકતિઃ એમ ધર્મભાવના પ્રમાણે આકૃતિઓ અંકિત કરવામાં આવેલી મનાય છે. આ દૃષ્ટિએ પ્રસ્તુત હરિગુપ્તના શિકાના ચિ ઉપરથી પણ તે રાજાની ધર્મભાવનાને વિચાર કરાય તો કદાચિત તેથી પણ તેને જૈનધર્મ સાથે સંબંધ હોય એમ પુરવાર થાય. પુષ્પસહિત કલશ એ જેમાં સુપ્રસિદ્ધ કુંભકલશ સંભવે છે. જેનેએ કુંભકલશને એક માંગલિક વસ્તુ ગણેલી છે અને દરેક મંગલકાર્યમાં શુભચિ તરીકે તેનું મુખ્ય પણે આલેખન કરવામાં આવે છે. મથુરામાંથી મળી આવેલા કુશાણ સમયના જૈન સ્થાપત્યાવશેષોમાં આ કુંભકળશની આકૃતિઓ મળી આવે છે અને જૂના હસ્તલિખિત પુસ્તકોમાંયે એ અનેક રીતે ઉપલબ્ધ થાય છે. જેની કુંકુમપત્રિકાઓમાં આજે પણ કુંભકલશ સર્વપ્રધાન હોય છે અને કેટલાયે છપાયેલાં પુસ્તકોનાં મુખપૃષ્ટ ઉપર એક ખાસ ચિ તરીકે પણ મુકાએલું એ દૃષ્ટિગોચર થાય છે. આથી સ્પષ્ટ સમજાય છે કે કુંભકલશ એ જૈનધર્મનું ખાસ માંગલિક ચિ (Symbol ) છે અને તે ઘણા જૂના જમાનાથી વપરાતું આવ્યું છે. તેથી, ઉક્ત શિક્કાને પ્રવર્તક હરિગુપ્ત જે જૈનધર્માનુયાયી હોય તે તેના સિક્કા ઉપર તેવા ચિ માટે કરાએલી પસંદગી સુસંગત થઈ શકે છે.
Aho! Shrutgyanam