________________
कुवलयमाला
આપને વિસ્તૃત પરિચય આપ આવશ્યક હતા. હરિભદ્રની કથાની રચના સમજ્યા પછી ઉદ્યતન મરિની કથારચના સમજવી ઘણી સરલ થઈ પડશે. ઉદ્યતન સુરિને પિતાની કથાની સ્કતિ હરિ સરિની કથા પરથી જ થઈ હોવી જોઈએ એમ બંનેની સરખામણી કરતાં સ્પષ્ટ સમજાય છે. વાવમાત્રાની લિખિત પ્રતિ - ઉદ્યોતનસૂરિની મૂળ પ્રાકૃત વચમાથાની જૂની પ્રતિએ અદ્યાપિ બે કરતાં વધારે જાણ્યામાં આવી નથી. એમાંની એક પૂનાના રાજકીય ગ્રંથ સંગ્રહમાં અને બીજી જેસલમેરના જૈન ભંડારમાં સંરક્ષિત છે. પૂનાની પ્રતિ કાગળ ઉપર લખેલી છે અને તે ૧૫ મા સૈકાની આસપાસમાં ઊતરેલી સંભવે છે. એ ઊતારો અસલની કઈ જૂની તાડપત્રની પ્રતિ ઉપરથી થયેલો હોય તેમ લાગે છે. જેસલમેરની પ્રતિ તાડપત્ર ઉપર લખેલી છે અને તેની લખ્યા સાલ “સંવત ૧૧૩૮ ફાળુ (ણ) વદિ ૧ રવિ દિન' છે. આ બંને પ્રતિઓમાં પરસ્પર કેટલાક ઘણા મહત્વના પાઠભેદ છે તેથી બંનેની મૂળ પરંપરા પ્રારંભથી જ પ્રથફ પ્રથફ હોય એમ લાગે છે. એ પાઠભેદ કેાઈ બીજાના હાથે નહિ પણ ખુદ ગ્રંથકારના પોતાના હાથે જ થએલા હોય તેવા છે, અને તેમાં કેટલાક તે જેમને ખાસ ઐતિહાસિક દષ્ટિએ બહુ જ મહત્વના કહી શકીએ તેવા છે.
આચાર્ય હરિભદ્રસૂરિના સમય માટે પરંપરાથી ચાલ્યા આવતા ઉલ્લેખ વિષે જર્મનીના પ્રસિદ્ધ સંસ્કૃત વિદવાન ર્ડો. હર્માન યાકોબીએ પહેલવહેલી શંકા ઉપસ્થિત કરી અને કેટલાક ઊહાપોહને અંતે પિતે સંપાદિત કરેલી સિદ્ધર્ષિની અદભુત સંસ્કૃતકથા ૩૫મિતિમવપંચાં ની પ્રસ્તાવનામાં (સન ૧૯૧૩ ની આસપાસ) તેમણે નિર્ણય આપ્યો કે હરિભક એ સિદ્ધર્ષિના ધર્મોપદેશક ગુરુ હોઈ તે બંને સમકાલીન હતા, અને તેમને સમય સિદ્ધર્ષિના લખ્યા પ્રમાણે વિક્રમની ૧૦ મી શતાબ્દિનો મધ્યભાગ માનવો જોઈએ. પરંપરાના કથન પ્રમાણે તેમને સમય વિક્રમના ૬ ઠ્ઠા સૈકાને ઉત્તરકાળ આવે છે, પરંતુ એક તે હરિભદ્રસૂરિના પિતાના ઉલ્લેખોથી જ એ સમયે બાધિત થાય છે, અને બીજું સિહર્ષિ તેમને પોતાના ધર્મગુરુ તરીકે ઉલ્લેખે છે. તેથી પરંપરાગત કથન પ્રમાણભૂત માની શકાય તેમ નથી. એ એમની મુખ્ય દલીલ હતી. મને પિતાને, હરિભદ્ર પોતે જ પોતાના ગ્રંથોમાં ધર્મકીતિ વગેરે ૭ મા સૈકામાં થઈ ગએલા વિદ્વાનોના ઉલ્લેખ કરતા હોવાથી તે પહેલાં તે એ ન હોઈ શકે એ વાત જેટલી નિશ્ચિત ભાસતી હતી, તેટલી, સિદ્ગષિના સમકાલીન જેવા છેક ૧૦ મા સૈકામાં તે થયા હતા તે વાત, વિશ્વસનીય જણાતી ન હતી. તેથી હરિભદ્રના સમયના નિર્ણયમાં સહાયભૂત થાય તેવા જેટલા ઉલ્લેખ મળે તે બધા ભેગા કરવાનો મેં પ્રયત્ન કરવા માંડ્યો. પ્રભાવક ચરિત્રમાં આપેલી સિદ્ધર્ષિની હકીકત વાંચતાં તેમાં દક્ષિણ ચિસૂરિ અને તેમની યુવયના કથાનો ઉલ્લેખ જોવામાં આવ્યો. તેથી કદાચિત એ કથામાં સિદ્ધ કે હરિભકના સંબંધમાં કાંઈ લખેલું મળી આવે, એવા વિચારથી મને એ કથા જોવાની જીજ્ઞાસા થઈ.
૧૪ મા સિકામાં થએલા રત્નપ્રભસૂરિ નામના આચાર્યો દાક્ષિણ્યચિન્તસૂરિની મૂળ પ્રાકૃત કથા ઉપરથી સારરૂપે સંક્ષિપ્ત જે સંસ્કૃત કુવલયમાલા રચેલી છે તેનું મુદ્રણકાર્ય સં. ૧૯૭૧-૭૨ ના અરસામાં મુનિવર શ્રી ચતુરવિજયજી મહારાજે વડોદરામાં આરંભેલું. તે સમયે પ્રસ્તુત લેખકની પણ ત્યાં જ સ્થિતિ હતી. સંત કુવલયમાલાના કર્તાએ પ્રારંભમાં પૂર્વના કવિઓનાં જે કેટલાંક નામો આપેલાં તેમાં હરિભદ્રસૂરિનું નામ પણ દૃષ્ટિગોચર થયું, પણ એથી એ કંઇ ખુલાસો નહેતે થતો કે મૂળ પ્રાકૃત કથા કોણે અને કયારે રચી છે, અને તેમાં હરિભદ્રસૂરિનું નામ છે કે નહિ, અને છે તો તે કેવા સ્વરૂપમાં છે. વગેરે વગેરે. ડૉ. હર્મન યાકોબી, પ્રભાવક ચરિત્રમાં કરેલા એ ગ્રંથ સંબંધી ઉલેખનો અર્થ કાંઈ જાદો જ સમજ્યા હતા, અને તેથી તેમણે ઉપમિતિભવપ્રપચાકથાની પ્રસ્તાવનામાં લખ્યું હતું કે“પ્રભાવક ચરિત્ર, ૧૪, ૮૯ માં લખ્યા પ્રમાણે સિદ્ધર્ષિએ ચમારા વાળ રચેલી છે, પણ જુદા જુદા
Aho! Shrutgyanam