________________
મં
૨ ]
कुवलयमाला
[ ૧૭
કે રાજ કથા, દેશ કથા, સ્ત્રી કથા કે આહાર કથા જેમાં પ્રધાન હોય એવી કશી વાણી બોલવા માટે જૈનભિક્ષુને ધર્મશાસ્ત્રોમાં નિષેધ કરવામાં આવ્યો છે. શૃંગાર અને રસ વિનાની કથા લોક આદરપૂર્વક સાંભળતા નથી; અને લેકની વૃત્તિને અનુસરી જે કથામાં કામ અને શંગારને રસપષ કરવામાં આવે તે શ્રમણ ધર્મના નિયમનું પાલન થતું નથી. આમ કેટલોક કાળ દુવિધામાં વીતાવ્યા પછી આખરે નિગ્રંથ વર્ગ એ વિચારપર આવ્યો કે “લોક સમાજની ચિત્તવૃત્તિ કામ પ્રધાન કથાઓ સાંભળી વ્યાક્ષિપ્ત થઈ ગયેલી હોવાથી શુદ્ધ આધ્યાત્મિક ભાવનાને પોષનારી ધર્મકથા સાંભળવા જરાએ ઉત્સુક નથી. વરના પિત્તથી પીડિત થયેલા મનુષ્યનું મુખ જેમ ગોળ, સાકર કે શ્રીખંડ ઉપર અરુચિવાળું થઈ રહે છે તેમ આ કામકથારસથી મુગ્ધ થયેલા લોકો વિશુદ્ધ ધર્મકથા તરફ અચિવાળા થઈ રહ્યા છે. લોકો એમ સમજતા નથી કે જે સુખો ધર્મઅર્થ અને કામથી સંકલિત હોય તે જ ખરાં સુખ છે, અને અર્થ અને કામનું મૂળ પણ માત્ર ધર્મ જ છે. માટે જેમ કેાઈ સુવૈદ્ય અમૃતપમ પણ વિરસ એવા ઔષધ તરફ અરુચિ રાખનારા રોગીને તેના મને ભિલષિત પયપદાર્થની સાથે ભેળવીને પણ પાઈ દેવાની ઇરછા કરે છે અને તેમ કરી તેના રોગનો નાશ કરવા પ્રયત્ન કરે છે, તેમ કામકથારત હદયવાળા જનને શૃંગાર રસના મિશ્રણવાળી ધર્મકથા કહીને પણ તેના મનનું આવર્જન કરવું કલ્યાણકારક જ છે” આ વિચારના નિર્ણય ઉપર આવીને નિગ્રંથાએ પણ, નવા પ્રકારના કથાસાહિત્યની સૃષ્ટિ રચવા માંડી. લૌકિક કવિઓની શૃંગારિક કથાઓની માફક શ્રમણ કવિઓ પણ ચરિત કે કલ્પિત કોઈ કથાવસ્તુ લઈ તેને પિતાની પ્રતિભા બળે નવ નવ કલ્પના અને વર્ણનાના વિવિધ અલંકારથી વિભૂષિત કરી કથાસુંદરીને “નવ વધૂની માફક સાલંકારા, સુભગા, લલિતપદા, મૃદુકા, મંજુલલ્લાપા બનાવી સહૃદયના મનને આનંદ આપનારી”૭ બનાવવા લાગ્યા.
* આ ઉપરથી એ પણ સ્પષ્ટ જણાઈ આવે છે કે જૈન કથાલેખકોનું મૂળ ધ્યેય તે એક જ રહ્યું છે અને તે આધ્યાત્મિક કલ્યાણ છે. આપણે ગમે તે જૈન કથા જોઈશું તો તેમાં આ ધ્યેય પ્રત્યક્ષ જણાઈ આવશે. જૈન લેખક કથાનું કલેવર ગમે તે જાતનું ઘડશે પણ તેને અંત ભાગ તે ગમે તેમ કરીને પણ ધર્માધર્મનું ફળ સૂચવનારો બનાવવા પ્રયત્ન કરશે. જ્યારે સામાન્ય લોકવાર્તાઓ જેવી વસ્તુને પણ જૈન કથાલેખકોએ પિતાની પીંછીથી રંગી છે, અને તે ઉપર પોતાના ધ્યેયની મુદ્રા અંકિત કરી છે; તે પછી ખાસ વિશિષ્ટ વસ્તુને આધાર લઈ, સુંદર કથા રચવાની ખાતર જ રચાએલી કથામાં તે આ મુદ્રાની વિશિષ્ટતા સૌથી વધારે તરી આવે એ લાક્ષણિક જ છે. પાદલિપ્તસૂરિની તજવી કથા
આ જાતની કલ્પના અને વર્ણના પૂર્ણ જૈન કથાઓમાં પાદલિપ્ત સૂરિની વસ્તી કથા સૌથી પ્રથમ હોય તેમ જણાય છે. એ સૂરિ સાતવાહન વંશી રાજા હાલની વિદ્યાસભાના એક પ્રતિષ્ઠિત કવિ હતા. કથાસુંદરીઓની રાણી જેવી પિશાચભાષામયી વૃથાને રચયિતા મહાકવિ ગુણાઢય પણ એ જ રાજાને ઉપાસિત કવિ હતો. સ્વયે રાજા પણ જાતે મહાકવિ હતા અને તેની અક્ષય કીતિ સમી પ્રાકત ધાષ અથવા તથા સસરાતી નામની પ્રસિદ્ધ કૃતિ અદ્યાપિ વિદ્વાનોના મનને આલ્હાદ આપ્યા કરે છે. આ ત્રણે કવિમુકુટમણિઓને સંકલિત પરિચય પ્રસ્તુત કુવામાાકારે પ્રસ્તાવનામાં આપ્યો છે, જેનાં અવતરણે આગળ જોવા મળશે જ. પાદલિપ્ત સૂરિની અસલ તાવતી હજી સુધી ક્યાંયે ઉપલબ્ધ થઇ નથી. કેઈ અનિશ્ચિત સમયી આચાર્ય વિરભદ્દ કે વીરભદ્રના શિષ્ય ગણિ નેમિચંકિને રચેલો તેને સંક્ષિપ્તસાર જ મળી આવ્યા છે, તે ઉપરથી એ મૂળ કથાની વસ્તુની પ્રતીતિ થાય છે.’ જેને એ સાર લેખક આખી કથાને માત્ર સંક્ષિપસાર કહે છે તે પણ જ્યારે ૧૮૦૦ કલેક જેટલો સુવિશાળ છે, તે એ મૂળકથા કેવડી મોટી હશે તેની શી કલ્પના કરી શકાય. સાર લેખક
Aho! Shrutgyanam