________________
कुवलयमाला
કથાને અહીં પરિચય આપવામાં આવે છે તેનું નામ આઠમા સૈકાની એક જૈન કથા
' યુવચનાત્ર છે. ઉદ્યોતનસુરિ ઉર્ફે દક્ષિણ્યચિ નામના
જૈન વિદ્વાન એના કર્તા છે. શક સંવત ૭૦૦ ના અંતિમ લેખક
દિવસના આગલા દિવસે અર્થાત શાકે ૬૮૯ ના ચૈત્ર વદિ આચાર્ય શ્રી જિનવિજય ૧૪ તિથિએ, અપરાન્ડ સમયે, વર્તમાનમાં મભૂમિમાં
ગણાતા પણ તે વખતે ગૂર્જરભૂમિમાં સમાતા જાબાલિપુર (ગુજરાત પુરાતન મંદિર, અમદાવાદ)
નામના સ્થાનમાં, એની રચના પૂરી થઈ હતી. નરહસ્તી શ્રી વત્સરાજ ત્યારે એ સ્થાનનો રાજા હતો. કથાની ભાષા
મુખ્ય પ્રાકૃત-મહારાષ્ટ્રી જૈન છે. રચના ગદ્ય અને પદ્ય ઉભય મિશ્રિત ચંપગ્રંથ જેવી છે. ગ્રંથ પરિમાણ લગભગ ૧૩૦૦ લેક જેટલું છે; અને કથાવસ્તુ સંકીર્ણ સ્વરૂપનું છે. ગ્રંથકારે કથાના આદિ અને અંતભાગમાં, પ્રસ્તાવના અને પ્રશસ્તિના રૂપમાં, જે કેટલુંક વર્ણન આપ્યું છે તે પરથી જ આ બધી હકીકત ઉપલબ્ધ થાય છે, અને એ ઉપરાંત બીજી પણ કેટલીક, ભાષા અને ઈતિહાસની દૃષ્ટિએ મહત્વની ગણાય એવી, હકીકત એ ગ્રંથમાં મળી આવે છે; જેને નિર્દેશ કરવો એ પ્રસ્તુત લેખને મુખ્ય ઉદ્દેશ છે. જૈન કથાસાહિત્યને વિકાસક્રમ
આ કથાને વિસ્તૃત પરિચય આપતાં પહેલાં જૈન કથાસાહિત્યને કેવા ક્રમે વિકાસ થતો ગયો તેનું જરા સંક્ષિપ્ત અવલોકન આપવું આવશ્યક છે. જૈનેનું કથાસાહિત્ય પ્રમાણમાં ઘણું વિશાળ છે. પ્રાકત, સંસ્કૃત, અપભ્રંશ અને ગુજરાતી એમ ચાર ભાષામાં લખાએલા સેંકડે જૈન કથાગૂંથે આજે મળી આવે છે. પણ એ ગ્રંથને મોટો ભાગ ૧૦ મા સૈકા પછીને બનેલો છે. જેમ જેમ જૂના સિકાઓ તરફ આગળ વધીએ તેમ તેમ એ ગ્રંથોની સંખ્યા ઘણી જ ઘટતી જાય છે અને આખી પહેલી સહસ્રાબ્દીમાં રચાયેલા પૂરા દશ ગ્રંથો પણ આજે ઉપલબ્ધ થતા નથી. એ દૃષ્ટિએ જોતાં યુવીમાની ઉપલબ્ધિ ઘણી અગત્યની ગણાય.
જૈન આગમ સાહિત્યમાં વાલ્મયના પ્રકારની દષ્ટિએ ધર્મકથાનુયોગ નામને એક આખો સ્વતંત્ર વિભાગ જ કરવામાં આવેલો છે, અને જ્ઞાતાધર્મથ નામના આગમ ગ્રંથને એ વિભાગના નિર્દેશક રૂપે ઉલ્લેખવામાં આવે છે. શ્રત પરંપરા પ્રમાણે એ વિભાગમાં કેટલીયે કોડ એવી ધર્મકથાઓ આલેખેલી હતી, પણ તે કાલપ્રભાવે નષ્ટ થઈ ગઈ અને વર્તમાનમાં માત્ર ૧૯ અધ્યાય જ એ આગમના ઉપલબ્ધ થાય છે, અને તે પણ તેના મૂળ રૂપમાં નહિ. આગમાંતર્ગત એ ધર્મકથાઓ વેદ, બ્રાહ્મણ અને ઉપનિષદ ગ્રંથમાંની કથાઓ જેવી ધર્મવિધિઓથી મિશ્રિત અને ત્રુટિત રૂપની હતી. ઉપદેશકો એ કથાઓની વધારે વિગત ગુરુપરંપરાથી મેળવતા અને પોતાની શૈલી પ્રમાણે લોકોને કહી સમજાવતા. પાછળના સમયમાં જ્યારે પુરાણ ગ્રંથની રચના થવા લાગી અને રામાયણ, મહાભારત, હરિવંશ વગેરે પુરાણકથાઓ લોકપ્રિય થવા લાગી, ત્યારે જૈન શ્રમણોએ પણ પોતાના સિદ્ધાન્ત પ્રમાણે તીર્થકરે તેમ જ બીજા શલાકા પુરૂની પુરાણ કથાઓ રચવા માંડી, અને લોકાતુરંજનની શૈલીએ કથાઓ
Aho! Shrutgyanam