________________
છે ૨૪ ]
जैन साहित्य संशोधक
खंड ३
જેના વડે પિતાના નિશ્ચય જે નિશ્ચય બીજાને ઉત્પન્ન કરાવી શકાય તેને વિદ્વાનેએ પરાર્થપ્રમાણુ કહ્યું છે. એવું પરાઈ પ્રમાણુ તે વાક્ય. પણ તે ઉપચારથી.
પ્ર. વક્તા પિતાના આત્મામાં જે જાતનું જ્ઞાન હોય તેવા જ્ઞાનને જ બીજાના આત્મામાં શબ્દવડે ઉતારવાનો પ્રયત્ન કરે છે. તેથી શબ્દ જ પરાર્થ થયે. અને શબ્દ તો અજ્ઞાન જડ પુગળરૂપ છે એટલે જ્ઞાનપ્રમાણુવાદી જૈન જડ શબ્દને પ્રમાણ કેવી રીતે કહી શકે ?
ઉ. જો કે શબ્દ એ જ્ઞાનરૂપ નથી પણ શ્રોતાને જ્ઞાન કરાવવામાં તે સાક્ષાત ઉપયોગી હોવાથી તેને ઉપચારથી--આરપથી પ્રમાણે કહેલ છે. અનુમાનની પેઠે પ્રત્યક્ષનું પણ પરાર્થપણું–
प्रत्यक्षेणानुमानेन प्रसिद्धार्थप्रकाशनात् ।
परस्य तदुपायत्वात् परार्थत्वं द्वयोरपि ॥१९॥ વક્તા દ્વારા પ્રત્યક્ષ અને અનુમાન વડે પિતે નિશ્ચિત કરેલ વિષયનું પ્રકાશન થતું હવાથી, અને તે પ્રકાશન પર શ્રોતાની પ્રતીતિને ઉપાય થતું હોવાથી બને (પ્રત્યક્ષ અને અનુમાન)નું પણ પરાર્થપણું સંભવે છે.
પ્ર. અહિં પ્રત્યક્ષ અને અનુમાન બન્નેનું પરાર્થપણું બતાવવાનો શો હેતુ?
ઉ. બૌદ્ધ સામે પિતાનો મતભેદ બતાવવો તે. બૌદ્ધો અનુમાન જ્ઞાનને, તે સવિકલ્પક હોવાથી, શબ્દદ્વારા બીજાના આત્મામાં ઉતારવા લાયક માને છે, અને તેથી તેઓ અનુમાનને જ પરાર્થ કહે છે; પ્રત્યક્ષને નહિ. કારણ બતાવતાં તેઓ કહે છે કે પ્રત્યક્ષ, પ્રમાણ હોવાથી તે, શબ્દદ્વારા બીજાના આત્મામાં ઉતારી શકાતું નથી. આ મત સામે ગ્રન્થકારને વધે છે. ગ્રન્થકાર કહે છે કે સવિકલ્પક પણ પ્રત્યક્ષ પ્રમાણ હોય છે અને તેથી તે પણ શબ્દદ્વારા બીજાના આત્મામાં સંક્રાન્ત કરી શકાય. અને તેથી તેને પણ અનુમાનની પેઠે પરાર્થ માનવું યોગ્ય છે. તેવી જ રીતે વળી ન્યાયદર્શનમાં પરાર્થપ્રમાણરૂપે માત્ર અનુમાન જ પ્રસિદ્ધ છે. તેથી તેની સામે ગ્રન્થકાર પોતાનો વિચાર સ્પષ્ટપણે મૂકે છે કે જે યુક્તિથી અનુમાનને પરાર્થ કહી શકાય, તેજ યુક્તિથી પ્રત્યક્ષને પણ પરાર્થ કહી શકાય. પરાર્થ પ્રત્યક્ષ પ્રમાણનું સ્વરૂપ–
प्रत्यक्षप्रतिपन्नार्थप्रतिपादि च यद्वचः ।
प्रत्यक्ष प्रतिभासस्य निमित्तत्वात् तदुच्यते ॥१२॥ પ્રત્યક્ષ પ્રમાણથી નિશ્ચિત થએલ અર્થનું બેધક જે વચન તે પ્રત્યક્ષ કહેવાય છે. કારણ કે તે વચન શ્રેતાના પ્રતિભાસ-પ્રત્યક્ષ ભાનનું નિમિત્ત થાય છે.
પ્ર. વક્તાનું પ્રત્યક્ષ જ્ઞાન શ્રેતામાં પ્રત્યક્ષ જ્ઞાન ઉત્પન્ન કરે છે એમ માનીએ ત્યારે તે ત્રેતાના જ્ઞાનમાં વક્તાનું જ્ઞાન નિમિત્ત થતું હોવાથી તે જ જ્ઞાન સાધન હૈઈ પ્રમાણુ કાં ન કહેવાય? અને જો કહેવાય તે શબ્દને પરાર્થપ્રત્યક્ષ પ્રમાણરૂપ શા માટે કર્યો?
ઉ. શ્રેતાના જ્ઞાનમાં વક્તાનું જ્ઞાન નિમિત્ત છે ખરું, પણ તે શબ્દદ્વારા, નહિ કે સાક્ષાત. જે મળે શબ્દનું વાહન ન હોય તે વક્તાનું જ્ઞાન વ્યતામાં જ્ઞાન જન્માવી ન શકે. તેથી શબ્દ એ સાક્ષાત નિમિત્ત છે અને વક્તાનું જ્ઞાન એ પરંપરાથી નિમિત્ત છે, માટે જ અહિં સાક્ષાત નિમિત્તરૂપ શબ્દને પરાર્થપ્રમાણુ કહે છે.
Aho! Shrutgyanam