________________
૨૦ ] जैन साहित्य संशोधक
[વિંત ૨ ક્ષમાથસણ જિનભદ્ર પછી પ્રસ્તુત વિય પર ખાસ ઉલ્લેખ યોગ્ય શ્વેતાંબરાચાર્યો ચાર છે. જિનેશ્વરસૂરિ, વાદિદેવસૂરિ, આચાર્ય હેમચંદ્ર અને ઉપાધ્યાય યશોવિજયજી. ભટ્ટારક અકલંક પછી પ્રસ્તુત વિષયમાં ઉલ્લેખયોગ્ય દિગંબરાચાર્યોમાં માણિયનંદિ, વિદ્યાનંદિ, આદિ મુખ્ય છે. બન્ને સંપ્રદાયના એ બધા આચાર્યોએ પોતપોતાની પ્રમાણમીમાંસા વિષયક કૃતિઓમાં કશાએ ફેરફાર વિના એક જ સરખી રીતે અકલંકે કરેલ શબ્દ યોજના અને જ્ઞાનનું વર્ગીકરણ સ્વીકારેલ છે તે બધાએ પ્રત્યક્ષના મુખ્ય અને સાંવ્યવહારિક એ બે ભેદ પાડયા છે. મુખ્યમાં અવધિ આદિ ત્રણ જ્ઞાનને અને સાંવ્યવહારિકમાં મતિજ્ઞાનને લીધું છે. પરેલના સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ એ પાંચ ભેદ પાડી ઉક્ત પ્રત્યક્ષ સિવાયના બધી જાતના જ્ઞાનને પરોક્ષના પાંચ ભેદમાંથી કોઈને કોઈ ભેદમાં સમાવી દીધેલું છે.
પરંતુ અહીં એક મહાન પ્રશ્ન થાય છે, અને તે એ કે-આચાર્ય સિદ્ધસેન દિવાકર જેઓ જૈન તાર્કિકામાં પ્રથમ અને પ્રધાન મનાય છે તેઓએ આગમિક અને તાર્કિક પદ્ધતિના પરસ્પર સમન્વય તેમ જ તેને અંગે ઉદભવેલા પ્રશ્નો પરત્વે શે વિચાર કર્યો છે ? આનો ખુલાસે તેઓની ઉપલબ્ધ કતિઓમાંથી નથી મળતું. પ્રમાણશાસ્ત્રના ખાસ લેખક એ આચાર્યની પ્રતિભા, પ્રમાણને લગતા આ મુદ્દાને સ્પર્શ ન કરે એમ બનવું સંભવિત નથી. તેથી કદાચ એમ બનવા ગ્ય છે કે તેઓની અનેક નષ્ટ કૃતિઓ સાથે પ્રસ્તુત વિચારને લગતી કૃતિ પણ નાશ પામી હોય.
જૈન વાડ્મયમાં આગમિક અને તાર્કિક એ બન્ને પદ્ધતિઓના પરસ્પર સમન્વયનો પ્રશ્ન કેવી રીતે જો અને વિકસિત થયો એનું અવલોકન આપણે ટકમાં કરી ગયા. એને સાર એ છે કે જ્ઞાનના પાંચ પ્રકારને પ્રત્યક્ષ અને પરોક્ષ એ ભેદમાં સૌથી પહેલાં વાચક ઉમાસ્વાતિએ તત્વાર્થમાં ઘટાવ્યા અને તે દ્વારા એ બે ભેદવાળી તાર્કિક પદ્ધતિ જૈનદર્શનને વધારે અનુકુળ છે એવી પોતાની સંમતિ પ્રકટ કરી. વાચકવર્યની એ સંમતિને જ દિવાકરજીએ ન્યાયાવતારમાં માન્ય રાખી છે. અને તે દ્વારા પિતાને અભિપ્રાય જણાવ્યો છે કે ઉકત બે ભેદવાળી તાત્ત્વિક પદ્ધતિ જ જૈનદર્શનને બંધ બેસતી છે.
સવિવેચન ન્યાયાવતાર પ્રમાણનું લક્ષણ, સ્વરૂપ અને તેના ભેદ –
प्रमाणं स्वपराभासि ज्ञान, बाधविवर्जितम् ।
प्रत्यक्षं च परोक्षं च द्विधा, मेयविनिश्चयात् ॥ १ ॥ વપર પ્રકાશક તેમ જ નિબંધ એવું જે જ્ઞાન તે પ્રમાણે તેના પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે ભેદે છે. કારણ કે મેય-તત્વને નિર્ણય બે પ્રકારે થાય છે.
પ્ર. પર પ્રકાશક એટલે શું ? અને તે સમજવા કોઈ દષ્ટાન્ત છે ?
ઉ. જેમ દી બીજી વસ્તુઓને પ્રકાશિત કરે છે અને પિતાને પણ પ્રકાશિત કરે છે; ( કારણ કે દીવાને પ્રકાશિત કરવા માટે બીજા દીવાની જરૂર પડતી નથી ) માટે તે સ્વ-પર પ્રકાશક છે. તેમ જ્ઞાન પણ વૃક્ષ પક્ષી આદિ અન્ય વસ્તુઓને જણાવવા ઉપરાંત પોતાના સ્વરૂપને પણ જણાવે છે. કારણ કે જ્ઞાન ઉત્પન્ન થયું એટલે તે આપો આપ જણાઈ જાય છે. એ જ તેનું સ્વપર પ્રકાશપણું.
પ્ર. નિબંધ એટલે શું?
ઉ. બાધા વિનાનું તે નિબંધ. હોય છીપલી પણ તે ચકચકિત હોવાથી તેમાં ચાંદીનું જ્ઞાન થાય તે તે જ્ઞાન બાધાવાળું છે. કારણ કે એ જ્ઞા નથી ચાંદી લેવા પ્રવૃત્તિ કરનાર તેને મેળવી શકતો નથી. એટલે તે જ્ઞાન પ્રવૃત્તિ બાદ ખોટું ઠરે છે. ખોટું કરવું એ જ જ્ઞાનનો બાધ.
Aho! Shrutgyanam