________________
૨૦૮]
जैन साहित्य संशोधक
[ ?
વાતની તે ગંધ સરખી પણ પિતાના ગ્રંથમાં આવવા નથી દેતા. જ્યારે પ્રસ્તુત રાસમાં આ વાત સ્પષ્ટ રીતે લખેલી મળી આવે છે; અને એ ઉપરાંત, મેવજયને જે પાછળથી લખેલો રાસ છે તેમાં પણ આ વાત આ જ પ્રમાણે આપેલી છે. આ ઉપરથી સમજાય છે કે આ ગુજરાતી રાસકારો મેતુંગના પ્રબંધચિંતામણીવાળા ઉક્ત ઉલ્લેખને અનુસર્યા છે; અને મેતુંગ માત્ર લગભગ ૫૦ વર્ષ બાદ જ એ મંત્રીઓ પછી થએલા હોવાથી તેમના કથનમાં સત્યતાને સંપૂર્ણ સંભવ છે.
શ્રીમાળી વાણીઆઓના જ્ઞાતિભેદ” એ નામના પુસ્તકમાં સદ્ગત ભાઈશ્રી મણિલાલ વ્યાસે આ બાબતને જે ઉલ્લેખ કરેલો છે તે અમને વધારે વિચારશીલ અને પ્રમાણભૂત જણાય છે. તે લખે છે કે-“પ્રબંધચિંતામણિ”ને ઉતારે એ સર્વથી વધારે મહત્ત્વનું પ્રમાણ છે. સં. ૧૩૬૧ માં એ ગ્રંથ રચાયો છે. ૧૨૮૮ માં વસ્તુપાળ સ્વર્ગવાસી થયા અને ૧૩૦૮ માં તેજપાળ પરલોકવાસી થયા. એમની હયાતી પછી પ૩ વર્ષ વઢવાણમાં આ ગ્રંથ પૂરો થયે. ૫૩ વર્ષ એટલે બહુ જ નજીકનો કાળ. એ વખતે વસ્તુપાલ તેજપાલનાં પુત્રી પુત્ર વગેરે વંશજો અને અનેક સગાંસંબંધીઓ હયાત હોવાં જોઈએ. તેમ જ લોકોમાં પણ ઘેરે ઘેર એ વાત જાણીતી હોવી જોઈએ. એ વખતે કવિને વિશ્વસનીય માહિતી મેળવવાની પૂરેપૂરી અનુકુળતા હતી.”
વસ્તુપાલ તેજપાલ-વફા જાનુપર મારામve૪મ-જેમના યશથી આકાશ છવાઈ ગયું તેમને માટે આવી નેંધ કરવી એ જેવા તેવા જોખમનું કામ નહોતું. જે એ કાળના લોકમાં સર્વત્ર આ વાત ચાલતી ના હોત તો વસ્તુપાલ તેજપાલ જેવા યશસ્વી અને દાનવીર શ્રાવક માટે ગ્રંથકાર આવી નેંધ કદી કરત નહિ. ગ્રંથકારને અનેક મહાપુરુષના ચરિત્રને સંગ્રહ કરવો હતો એટલે પિતાની ફરજને અંગે તેણે આ હકીકત નોંધી છે.” (પૃ ૧૬૪)
પણ, પ્રબંધચિંતામણીના અને આ રાસોના ઉલ્લેખમાં જરા ફરક છે. મેરૂતુંગના કથન પ્રમાણે તે આ વાર્તા પાટણમાં જ બની હતી. આશરાજ પણ પાટણમાં જ હતા અને કુમારદેવી પણ પાટણની જ હતી. પાટણમાં જ હરિભદ્રસૂરિ વ્યાખ્યાન કરતા હતા ને તે વખતે આસરાજે કુમારદેવીને જોઈને પિતાને ત્યાં આણી. પરંતુ, રાસેના લેખમાં હકીકત જૂદા જ રૂપે છે. એમાનાં લખાણ પ્રમાણે-આસરાજ મૂળ પાટણના ખરા પણ નિર્ધન થઈ જવાથી તે પાટણ પાસેના માલસમુદ્ર ગામમાં જઈને રહ્યા હતા. કમારદેવીના માતા-પિતા તે માલસમુદ્રમાં જ રહેતા હતા અને ત્યાં જ હરિભદ્રસૂરિના વ્યાખ્યાન વખતે આસરાજ-કુમારદેવીને ભેટો થયે. ત્યાંથી જ, ગુના કથન પ્રમાણે આસરાજ કુમારદેવીને, પિતાના રબારી મિત્રની મદદથી, એક રાત્રે ગુપચુપ ઉપાડી ગયા અને કાંકણુના એપારા શહેરમાં ઘર કરીને રહ્યા: વગેરે વગેરે. રાસ લેખકે જે આ બધી વિગત આપે છે તેમાં આધારભૂત મેજીંગના ઉલ્લેખ કરતાં બીજા પણ તેવા કેઈ ઉલ્લેખ હોવા જોઈએ જે અદ્યાપિ જાણમાં આવ્યા નથી. રાસકર્તાઓ પિતાની મતિ કલ્પનાથી આ બધું લખી કાઢે એમ માનવું યુક્તિયુક્ત જણાતું નથી. પણ તપાગચ્છ બહત્પઢાવલી–જે અમે જન સાહિત્ય સંશાધકના પ્રથમ ખંડના ત્રીજા અંકમાં પ્રકટ કરી છે તેમાં વળા આ વાત જરાક જૂદા રૂપમાં લખેલી છે. તેમાં રાસાઓ અને પ્રબંધચિંતામણિ બંનેના કથનનું જાણે સમન્વય કરવામાં આવ્યું હોય તેવું કાંઇક લાગે છે. આ બધા પુરાવાઓ પરથી આ આખો પ્રશ્ન બહુ ચર્ચવા જેવો થાય છે અને એના અંગે ઘણી ઘણી એતિહાસિક બાબતનો નિર્ણય કરવો આવશ્યક રહે છે. પરંતુ અહિં એ બધી ચર્ચાને પુરત અવકાશ નથી તેથી માત્ર આટલી ટુંકી વિગત આપીને હાલ ફત આ રાસને પ્રસિદ્ધિમાં મુકવા જેટલું જ કાર્ય કરી વિરામ લઈએ છીએ. .
Aho! Shrutgyanam