________________
जैन साहित्य संशोधक
[खंड ३
૫૦૮,
આ બધી કૃતિઓ પ્રાયઃ સંસ્કૃતમાં છે અને એમાંની ઘણી ખરી પ્રસિદ્ધ થઈ ગઈ છે. દેશભાષા માં સંસ્કૃતના જેટલું અને જેવું એમના વિષે લખાએલું મળતું નથી. તપાસ કરતાં, એવી ત્રણ ચાર કૃતિઓ ગૂજરાતીમાં બનેલી મળી આવે છે જેમાંની બેને અહિં આજે પ્રકટ કરવાને વેગ બની આવ્યા છે. ત્રીજી કૃતિ ઉપાધ્યાય સમયસુંદરજીની કરેલી છે અને ૪ થી શ્રી આનંદસૂરગચ્છના ૫. મે વિજયજીની (સંવત ૧૭૨૧) બનાવેલી છે.
પ્રસ્તુત કૃતિઓને પરિચય ૧લા રાસના કર્તા લક્ષ્મીસાગરસૂરિ છે. એ સૂરિ ક્યા ગચ્છમાં થયા અને જ્યારે એ રાસ રચવામાં આવ્યો તેને કશેઉલ્લેખ આમાં કરેલો નથી. બીજી બીજે સાધને ઉપરથી લક્ષ્મીસાગર નામના બે કરતાં વધારે આચાર્યો થયા હોય તેમ જણાય છે. એક લક્ષ્મીસાગર તપાગચ્છમાં થયા જેમને જન્મ સં. ૧૪૬૪, ભાદ્રપદ વદ ૨, દીક્ષા સં. ૧૪૭૦, પંન્યાસપદ ૧૪૮૬, વાચક પદ ૧૫૦૧, ; ગચ્છનાચક પદ ૧૫૧, અને સ્વર્ગવાસ સં. ૧૫૩૮માં થયું હતું. વિમલપ્રબંધ નામના ઉત્તમ ગૂજરાતી રાસના કર્તા કવિવર લાવણ્ય સમયના એ દીક્ષાદાયક આચાર્ય હતા
બીજા, લક્ષ્મીસાગર મલધારી ગચ્છમાં ગુણસાગરસૂરિના પટ્ટધર થયા છે. એમના હાથે પ્રતિષ્ઠિત થએલી કેટલીક જૈનમૂર્તિઓ મળી આવે છે જે ઉપરથી એમને સમય વિ. સં. ૧૫૪૮ થી ૧૫૭૫ સુધીને પ્રમાણિત થાય છે.
આ બેમાંથી કયા લક્ષ્મીસાગર સૂરિએ પ્રસ્તુત રાસ રચ્યો હશે તે જ્યાં સુધી બીજું કોઈ પ્રમાણ ન મળે ત્યાં સુધી નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી.
રેજો રાસ પાર્ધચંદ્રસૂરિએ બનાવેલો છે. એ આચાર્ય સં. ૧૫૪૬ થી ૧૬૧૨ સુધી વિદ્યમાન હતા. એમની બનાવેલી ઘણી ગૂજરાતી કૃતિઓ મળી આવે છે જેમાંની ૨૨ ની નેધ, જૈનગૂજરાતી સાહિત્યના અનન્ય ઉપાસક અને ગષક શ્રીયુત મેહનલાલ દ. દેશાઈએ પોતાના “જૈન ગૂર્જર કવિઓ” નામના અમૂલ્ય પુસ્તકના ૧ લા ભાગમાં, પૃ. ૧૭૮ થી ૧૪૮ માં, આપી છે. પાર્ધચંદ્ર નામને જે એક ગચ્છ ચાલે છે તેના એ આચાર્ય મૂળ પુરુષ હતા.
હમીરપુર નગરના પ્રાધ્વંશના વેગશાહ પિતા, વિમલા માતા. જન્મ સં. ૧૫૩૯ ચેત્ર સુદિ ૯ શુક્રવાર. દીક્ષા સં. ૧૫૪૬, ઉપાધ્યાય પદ સં. ૧૫૫૪, આચાર્યપદ સં. ૧૫૬૫, યુગપ્રધાન પદ સં.૧૫૯૯. અને સ્વર્ગવાસ સં. ૧૫૧ર જોધપુરમાં. તેમણે મારવાડના રાજા રાવ ગાંગજી તથા યુવરાજ માલદેવજીને પ્રતિબોધ્યા હતા. તેમ જ મુતગેત્રના ક્ષત્રિય રાજપુતાનાં ૨૨૦૦ ઘર પ્રતિબોધી ઓશવાલ શ્રાવક કર્યા. તેમણે ગુજરાતમાં ઉનાવા ગામમાં વૈષ્ણવ સની વાણીઆને ચમત્કાર દેખાડી શ્રાવકે કર્યા તે હજી મેજુદ છે. વળી, બીજા અનેક ગામોના શ્રાવકો મહેશ્વરી થએલા તેમને પ્રતિબધી ફરી શ્રાવકે બનાવ્યા હતા.” (જૈન ગૂર્જર કવિઓ, પૃ. ૧૩૯, ટિપ્પણી)
બને રાસેની સરખામણી અને વિગત આ બંને રાસની વિગત એક સરખી છે અને રચના પણ એક જેવી છે, એટલું જ નહિ પણ
- એક ઊપરથી બીજાની નકલ થએલી છે અમ સ્પષ્ટ જણાય છે. લક્ષ્મીસાગરસૂરિની કૃતિને જે કેટલાક વધારા સુધારા સાથે પાર્ધચંદ્રસૂરિએ પિતાની કૃતિ તરીકે ગોઠવી દીધી હોય તેમ લાગે છે. લક્ષ્મી સાગરસૂરિના રાસની લગભગ જ્યારે ૬૦ કડીઓ છે ત્યારે પાર્ધચંદ્રસૂરિના રાસની ૯૦ કડીઓ છે. પણ
૧ જુએ, શ્રીયુત મેહનલાલ દ. દેશાઈ સંકલિત જૈન ગુર્જર કવિઓ ભાગ ૧ લે, પૃ. ૬૯, ૨ જુએ ઉપરનું જ પુસ્તક, પૃ. ૧૧૨.
Aho! Shrutgyanam