________________
સરગવતી. જીવન ગાળતાં ગાળતાં (થે એક સ્થાનમાં રહીએ અને ડું સ્થાને સ્થાને પરિભ્રમણ કરીએ એમ કરતે કરતે) અને અહીં. (રાજગહ નગરમાં) અમે આવી પહોંચ્યાં છીએ, અને આજે ( મારી સહચરી સાથે ) છઠના પારણાને માટે ભિક્ષા માગવા નિકળી છું.
૧૬૩૧.(શેઠાણ, ) તમારા પુછયા પ્રમાણે, ગયા જન્મમાં અને ત્યાર પછી જે સુખદાખ ભેગવ્યાં છે અને તેનાં જે પરિણામ આવ્યાં તે બધું આ વર્ણવી બતાવ્યું.
૧૨ પ્રશસ્તિ.) ૧૬૩ર-૧૬૩૬. સાધ્વી તરંગવતીએ પિતાની કથા પુરી કરી ત્યારે શેઠાણીએ વિચાર્યુઃ “કેવું કઠણ આમણે કર્યું છે. આવી કુમળી અવસ્થામાં, આવી સારી સ્થિતિમાં, આવું વૈધવ્યવ્રત ગ્રહણ કરીને પણ આવી કઠણ તપસ્યા !” અને તેણે નગરશેઠની
કરીને કહ્યું: “હે સાધવી, તમારા જીવન સંબંધે પ્રશ્ન પુછીને મેં આપને જે આટલું બધું કઈ માગ્યું તેને માટે કૃપા કરીને ક્ષમા આપે.” તે એને પગે પડી અને અનંત ભવસાગરના કલેશને કારણે કહેવા લાગીઃ “સંસારગના કાદવમાં કળી ગયેલાં એવાં જે અમે તેમનું શું થશે ! મેહાન્વકારે અમને ઘેરી લીધાં છે અને ત્યારે તમે તે કઠણ આ સાધુજીવન ગ્રહણ કર્યું છે. છતાં યે અમને બતાવે કે પુનર્જન્મમાં કષ્ટ ટાળવાને માટે અમારે શું કરવું જોઈએ?
૧૯૩૭-૧૬૪૧, તરંગવતીએ જવાબ દીધેઃ “તમે સાધુજીવન પાળી શકે એમ ન છે, છતાં યે સંસારમાં એવી રીતે રહે કે તીર્થંકરના ઉપદેશ પ્રમાણે ચાલી શકે.” તે સાધ્વીના આ શબ્દ અમૃતની પેઠે શેઠાણી ઉતારી ગઈ અને મહાકૃપાએ મળ્યા હોય એમ માનવા લાગી. અને નિશ્ચય કરીને શ્રદ્ધાપૂર્વક ગૃહસ્થ ધર્મ પાળવાનું માથે લીધું અને (સછવને ઉગારવા માટે) સજીવનિર્જીવ વચ્ચેનો ભેદ જાણી લીધે. આમ (ગૃહસ્થજન પાળી શકે એવાં) સરળ પાંચ વ્રત અને બીજી અનેક ક્રિયાઓ અને વિધિએ એણે પાળવા માંડી. જે જુવાન દાસીઓએ પણ આ કથા સાંભળી હતી તેમને પણ અસર થઈ અને તીર્થંકરના ઉપદેશ ઉપર ઉંડી શ્રદ્ધા તેમને બેઠી.
- ૧દર, સાધ્વીએ અને તેની સહચરીએ (પિતાના ધર્મને બાધ ન આવતે હાય એવી) ભિક્ષા લીધી અને જોઈજોઈને અને જાળવીજાળવીને પગલાં ભરતી ક્યાંથી આવી હતી ત્યાં એ પાછી ગઈ.
- ૧૬૪૩. તમને (સાંભળનારને અને વાંચનારને) મેં આ કથા આધ્યાત્મિક શાન થાય એટલા માટે કહી બતાવી છે. આના શ્રવણથી સર્વ દુરિત દૂર થાઓ અને જિનેશ્વરની ભક્તિમાં તમારું મન લીન થાઓ.
૧૬૪૪. હાઈલ પુરીય ગચ્છમાં થએલા આચાર્ય વિરભદ્રના શિષ્ય સાધુ નેમિચદ્વિગણિએ આ કથાનું આલેખન કર્યું.
Aho! Shrutgyanam