________________
ભૂતનું ઘેર આવી પહોંચતુ
૫૯
જોઈને સાને આનદ થયા, એટલુ જ નહિ પણ સાએ એમને આશીર્વાદ આપ્યા ને તેમાં પણ બ્રાહ્મણેાએ અગ્રેસર થઈને. અને હૃદયના આ ઉમળકાના એ કશે લુખા ઉત્તર માપી શકયા નહિ. બ્રાહ્મણુશ્રમણા અને એવા પૂજ્ય લેાકને એમણે પશુ હાથ જોડીને નમસ્કાર કર્યો; મિત્રાને આલિંગન દીધાં ને બીજાઓને ધન્યવાદ દીધે.
૧૨૧૭-૧૨૨૦. કાઈ કાઈ એલવા લાગ્યા: ‘નગરશેઠના મહેલ આગળના ચિત્રમાં ચીતરેલા ને જેને શિકારીએ વીધી નાખ્યા એ ચક્રવાક પેલેા રહ્યો. અને તેમાં ચીતરેલી અને જે સતી થઇને નગરશેઠને ઘેર દીકરી થઇને અવતરી છે તે આ જ આ (ભાગ્યશાળી) વધૂ છે. પ્રારમ્પે ચિત્રમાંનાં એ એને કેવી સુંદર રીતે એકઠાં આણી દીધાં છે ! બીજા કોઈ ખેલવા લાગ્યાઃ · કેવા સુંદર છોકરા !' મીજાએ ટાપસી પુરી: ‘ કેવું સાચું !' વળી ખેલાયું: ‘કેવુ ઝુગતે જોડું!' એ એને શે ભતા જ છે! — < ઉસ્તાદ કરી છે!?
૧ર૧-૧૨૫. એમ સા લાકોએ (જુદી જુદી રીતે) મારા પ્રિયતમને વખાણ્યા, પછી અમે ધીરેધીરે એમને મહેલે સાથે આવી પહોંચ્યાં, ત્યાં અમને દાસદીસીઆએ પગ ધોવાનુ પાણી આપ્યું અને સુંદર પાત્રા આણીને તેમાંથી દહીં, ચોખા અને કુલ દેવને ચઢાવ્યાં; પછી અમને માળા અને કમળદડા આપ્યા ને ત્યાર પછી હું' મારા સ્વામીની સ’ગે ખારણામાં પેઠી. હું' ભૂલથી જરાક પાછળ પડી ગઇ ને ઉતાવળે ચાલીને પાછી સાથે થઈ ગઈ; અને અમે મારા સસરાના મેહેલના, લેાકની ભીડવાળા સુદર અને વિશાળ ચાકમાં આવ્યાં.
૧૨૨૬-૧૨૩૨. મારા પિતા (નગરશેઠ) પેાતાના કુટુંબને લેઈને બીજા વેપારીઓ સાથે આગળથી જ આવીને સાંગામાંચી ઉપર બેઠા હતા. ક ંઈક સકાચથી અમે સાને ચરણે માથું મુક્યું, અને એમણે સ્નેહાળ દેવાની પેઠે અમારા ઉપર દૃષ્ટિ કરી. એમણે અમને આલિંગન આપ્યાં, કપાળ ઉપર ચુંબન કયા, એમની આંખમાં હર્ષનાં આંસુ આવ્યાં ને ક્યાંય સુધી અમારી સામે જોઈ રહ્યાં. મારી માતા અને સાસુએ પણ અમને હૈયાના ઉમળકાથી આલિંગન આપ્યાં અને શઈ પડ્યાં એમની આંખેામાંથી આંસુ નિકળી પડયાં અને સ્તનમાંથી ધાવણ નિકળી પડ્યું. પછી મારા (આઠ) ભાઈઆને એકેએકે પગે લાગી અને ભક્તિભાવે મારૂં' મસ્તકકમળ એમની આગળ નમા વતી ચાલી ત્યારે એમની પણ આંખમાં આંસુ તરી આવ્યાં. વળી જે સૈાને હુ'સ્નેહથી સ'ભારતી તે સા આવી મળ્યાં. મારી દાસીએ અને સખીએ (સારસિકાએ) પ્રથમ (વડના ઝાડ નીચે વધાવી લેવા આવ્યાં હતાં ત્યારે) પેાતાનાં આંસુ રોકી રાખ્યાં હતાં, તેમણે પણ અત્યારે છુટથી વહેતાં મુકી દીધાં, (કારણ કે ચેાડી વાર સુધી) એમનું દુઃખ સમે એવુ નહાતું, ઝાકળનાં માતી જેના ઉપર પડ્યાં છે એવી પુલરેખા જેવી એ (એ) દેખાતી.
Aho ! Shrutgyanam