________________
પલાયન મછ ખેળી કાઢ. એને દરથી એક ખોલા સાથે બાંધ્યું હતું અને (સુભાગ્યે) એની અંદર પાણી પેસતું નહોતું. અમે એને છેડી લીધને બંને જણ ઝટપટ અંદર ચઢી ગયાં. મારા પ્રિયે હાથમાંની કેથળી અંદર મુકી દીધી ને હલેસું પકડ્યું. ત્યાર પછી નદીમાં રહેતા કાલીયનાગની અને ખુદ નદીની પણ, નમસ્કાર કરીને, સ્તુતિ કરી. પછી સમુદ્રને મળવા જતી નદીમાં અમે અમારી હેડી હંકારી.
૮૬૪-૮૬૭, પણ અમારા જમણા હાથ તરફ શિયાળવાં રખડતાં હતાં તે અકાળે બોલવા લાગ્યાં. પશુઓમાં સૌથી લુચ્ચાં એ શિયાળવાને અવાજ અમને સંભળાવા લાગ્યું. જેરથી વગાડાતા શંખ જે બેસુરે એમને અવાજ હતો, તરત જ મારા પ્રિયે મછ અટકાવ્યું અને મને કહ્યું: “શુકન મળે ત્યાં સુધી આપણે ઉભા રહીએ. કારણ કે ડાબી બાજુથી નિકળીને જે શિયાળ જમણું બાજુએ જાય તેમજ પાછળ જાય અથવા પાછળ આવે તે અપશુકન થાય. જીવને કશું જોખમ થવાનું નથી, કશું વિદત આવવાનું નથી એવી આપણે ખાતરી કરી લેવી જોઈએ.”
૮૬૮-૮૭૨. એમ બેલ્યા પછી મોજાના (અટકાવી રાખેલા મછવા ઉપરના) મારાથી ડરીને ફરીથી મછા નદીમાં હંકારવા માંડશે. હલેસાને જેરે મછો ચાલ્યો ને વળી મજાને પ્રવાહ ખબ ઉતાવળે ચાલ્ય, અને આમ અમે મછવામાં બેથી ઘણી ઉતાવળે આગળ ચાલ્યાં. દૂરના કિનારા ઉપર નવાં નવાં ઝાડ દેખાતાં ને પાછળ અદશ્ય થઈ જતાં. પવનને સુસવાટ અને પંખીઓને કિલકિલાટ અત્યારે બંધ થઇ ગયા હતા અને તેથી જમુના શાન્તિની પ્રતિજ્ઞા પાળતી હોય એવી દેખાતી હતી. પણ ત્યારે મારા પ્રિયે, ભય ગયેલ છે અને ચિંતા જેવું કશું નથી, એમ જાણીને હદયને આનંદ આપનારી વાતે કરવા માંડી.
૮૭૩-૮૭૯ એ બેયાઃ “આટલા લાંબા વિજેગ પછી આપણે પાછાં એકબીજાને આલિંગન દેઈ શક્યાં એ આપણું કેવું સદ્ભાગ્ય! તે આપણે સંજોગ ઇચ્છ ના હેત, એ ચિત્ર ચીતયા ના હેત, તે આપણે એક બીજાને મળી શકયાં ના હતા, કારણ કે (પાછલા ભવ પછી) આપણા રૂપ તે બદલાઈ ગયાં હતાં. મારી પ્રિયા, (ખરેખર) તે ચિત્રો ચીતરીને મારા પ્રત્યેની મોટામાં મોટી (રહ–અને) જીવનસેવા સિદ્ધ કરી છે.” આવું આવું મારા કાનને ને હૃદયને સુખ આપનારૂં એ બહુ બેલ્યા. હું એને કશે ઉત્તર વાળી શકી નહિ. હું તે માત્ર શરમની મારા મેં નીચું રાખીને ત્રાંસી નજરે એમના તરફ જોઈ જ રહી. ગળામાંથી અવાજ નિકળે જ નહિ, નેહની આશાઓ સફળ થતી જોઈને નેહભર્યું હૈયું કંપવા લાગ્યું. (અંતે) મારા સુખના ભાવ ખુલ્લા કરવાને, મારા પગને અંગુઠો મળવાને પાટીએ ઘસતી ઘસતી, હું બેલી –
૮૮૦-૮૮૩. “આહા પ્રિય, તમે જાણે મારા પ્રભુ છે. તમારી સાથે સુખદુઃખ ભેગ
Aho ! Shrutgyanam