________________
(૭. પલાયન.) ૭૮૨-૭૮૭. આમ મારી સખી સાથે વાત કરતાં કરતાં પધને ખીલવનારે જે સૂર્ય તે આથમી ગયો એનું મને ભાન રહ્યું નહિ. ઉતાવળે ઉતાવળે મેં નાહી લીધું ને સખી સાથે કંઈક ખાઈ લીધું. પછી એને લઈને અગાશીમાં ગઈ અને સુંદર આસન ઉપર બેશીને એની સાથે મારા પ્રિય વિષેની વાતે મેડા સુધી કરી. જેમ જેમ મોડું થતું હતું તેમ તેમ અંદરની અશાન્તિ વધતી જતી હતી, અને તે અસહ્ય થતી જતી હતો. નેહને બળે હું એટલી બધી પીડાવા લાગી કે મારું જીવન ટકાવી રાખવાને ખાતર મારી સખીને (સારસિકાને) માટે વિનંતી કરવી પડી (હું બેલી-):
૭૮૮-૭૯૦. “કુમુદને ખીલવનારે ચંદ્ર જેમ જેમ ઉપર આવે છે તેમ તેમ એ વૈશ્યને (શેઠના દીકરાને) મળવાની મારી ઉત્કંઠા બહુ જ વધતી જાય છે. અને જેમ પવનને બળે બસ્તીના મેં આગળનું પાણી ઉડી જાય છે એમ એ ઉત્કંઠાને બળે મારા હૃદયમાંથી તારી મીઠી વાણી પણ ઉડી જાય છે-ટકતી નથી. અરે મારો જીવ એમની પાછળ તલસે છે! અત્યારે જ મને એમને ઘેર લઈ જા ! એકવાર એ મારા પતિ હતા, નેહની વેદી ઉપર હું મારી લાજ હોમી દેઈશ.”
૭૯૧-૭૯૨. મારી સખીએ મને સમજાવવા કહ્યું: “તારે તારા કુળની લાજ રાખવી જોઇએ. આવું કશું સાહસ કરતી ના ! તારે એને કલંક ન લગાડવું જોઈએ, એ તારો થયે છે, તું એની થઈ છે, તારે મુશ્કેલી વહારી લેવી જોઈએ નહિ. તારાં માબાપ જરૂર તારી વાત માનશે.”
૭૩, આપણે સ્ત્રીઓ ઘણીવાર આવેશથી ખેંચાઈ જઈએ છીએ, મને પણ એમ જ થયું. આવેશને માર્યો મારે સે વિવેક ચા ગયે. નેહથી કેવળ બાવરી બની હું બેલી
૭૪-૭૯૭. “માણસે બધાં જોખમ ખેડવા તૈયાર થવું જોઈએ. જે માણસ સાહસ ખેડતાં, તેમાં આવી પડનારાં વિદનેથી ડરતે નથી તે જગતમાં વિજય પામે છે. એકવાર કામ શરૂ કર્યું કે પછી તે ગમે તેવું આકરું હોય તે ય સહેલું થઈ જાય છે. આટલી ઉત્કંઠા પછી જે તું મને મારા પ્રિય પાસે નહિ લેઈ જાય તે રનેહને બાણે પીડાઈને તારી નજર આગળજ મને મરી ગયેલી તું જેશે. વખત જરાયે ખેતી ના! મને લઈ જા ! જે મને તારે મરેલી જેવી ના હોય તે આ અપકૃત્ય પણ કર!”
૭૯૮-૮૦૯ આવા દબાણથી કરીને મારા જીવનને આનંદ આપવા માટે એ મારી સાથે મારા પ્રિયને મહેલે આવવા કબુલ થઈ. (જેના ઉપર રનેહનું બાણ ચઢાવી શકાય એવું) કામદેવનું ધનુષ-કામને ઉશ્કેરવા-મારે શણગાર આનંદે ઝટપટ સજી લીધે. મારી આંખમાં ભવ્ય તેજ આવ્યું, કારણ કે એની સાથે મારા પ્રિયને ત્યાં જવા મારા પર તલપાપડ થઈ રહ્યા હતા અને હૈયું તે કાને પડીને ક્યારનું વ પાલતું થઇ ગયું
Aho! Shrutgyanam