________________
૩૪
તરગવતી.
માટે એને તમારા હાથ આપે.. આ સદેશે! મારે તમને આપવાનો છે. સ દેશાના મમ તા (એના લખેલા ) આ પત્રમાં તમે જોશે.'
** ૭૨૭–૭૨૧. આ શબ્દો સાંભળી એના માં ઉપર તે આંસુના પ્રવાહ વહેવા લાગ્યા અને એનુ આખુ` શરીર થરથરવા લાગ્યુ. આમ એણે પેાતાના સ્નેહ તેા દેખાડી આપ્યા, પણ તરત કઇ ઉત્તર દેઈ શક્યે નહિ. કારણુ કે ડુસકાંથી એના સ્વર નિકળી શક્યે નહિ. નિરાશાને દાખી દેવાને જે ચિત્ર એણે મકયું હતું, તે પાછુ આંસુથી ફ્રી પલળી ગયું. કઈક શાન્ત થઈને એણે પત્ર લીધેા અને જેમ જેમ એ પત્ર તે ધીમે ધીમે વાંચતા ચાલ્યા તેમ તેમ એની આંખેા રમવા લાગી. પત્રને ( ચતુર વાકયાએ લખેલે ) ભાવ એ સમજી ગયા એટલે એ સારી રીતે શાન્તિ પામ્યા અને પછી દઢ, સ્પષ્ટ, રણકતે શબ્દે આવ્યે
૭૨૨-૭૨૪. “ વિસ્તાર કરવાનું કારણ નથી. મારી શી દશા છે તે ટુકામાં જ સાંભળ. જો તું આવી નહાત તે હું જીવી શકત નહિ. ઠીક પળે તું આવી પહોંચી છે તે હવે મને આશા પડે છે કે પ્રિયાને મળવાને કારણે જીવનમાં રસ આવશે. વળી તારા આવવાથી, કામદેવ પેાતાના ખાણુથી 'ડા ને ઉંડા ઘા કર્યે જાય છે, તેની સામે રક્ષણ કરવાનું મળ હુ પામ્યા છે.
** ૭૨૫-૭૨૬. ત્યાર પછી, તારાં ચિત્ર કરીને એને પાછલા ભવ જે યાદ આવેલા તેની સા કથા મને કહી બતાવી અને તે મને જે ડેલી અને રજેરજ મળતી આવી. માગના તળાવ પાસે ફરતાં ચક્રવાકને જોઇને તને તારી પાછ્યા ભવ સાંભરી આવેલા તે કથા મેં પણ તેને વિગતવાર કડી સભળાવી.
'
*
૭૨૭-૭૪૫ એણે કહ્યું: ‘અરેરે, ( તારી સખીનાં ) ચિત્રા જોઈને ત્યાં ને ત્યાં જ મારા હૈયામાં (વિજ્રગના ) દુઃખના કાંટા ઉડે સુધી પેશી ગયા, જેટલેા અમારા સ્નેહ એકવાર ઉડા હતા તેટલે જ ઉડા એ કાંટા પેઠે. ઉત્સવપુરા થતાં જેમ વાવટા જમીન ઉપર પડી જાય તેમ ઘેર જઈને હું પથારી ઉપર પડવો, ચારે આજી મારા મિત્ર વિ’ટાઈ વળ્યા ને એજ સ્થિતિમાં માકીની રાત મે' ગાળી. કિનારા ઉપર આવી પડેલી માછલી જેમ તરફડે, તેમ હુ' સ્નેહદે પીડાતે અને અસહાય નિરાશાએ હાંફતા પથારીમાં પડી રહ્યા. હું શૂન્યમાં તાકી રહેતા, આંખને અણુસારે ઉત્તર આપતા, વળી હસતા અને ગાતા અને વળી પાછે રાઈ પડતા. મારા મિત્રા મારૂં સ્નેહ પારખી ગયા અને એમણે શરમ છેાડીને મારી માતાને વાત ઉઘાડી પાડી કહ્યુ કે જો તમે તમારા (પુત્ર) પદ્મદેવને માટે નગરશેઠની દીકરી તરગવતીનુ માગુ' નહિ કરા તેા એ મરી જશે. મારી માતાએ આ વાત મારા પિતાને કરી. તે તુરત જ નગરશેઠને ત્યાં ગયા, પણ નગરશેઠે એમનુ માગુ તોડી કાઢયું. આથી મારું માબાપે શાન્ત કરવાને પાધરૂં મને કહ્યું-કે તું કહે તેની સાથે તને પરણાવીએ, માત્ર એની વાત છેડ. આ વાત સાંભળીને હું એમને પગે પડચા, નમ્રતાપૂર્વક
Aho! Shrutgyanam