________________
निवेदन
આ પ્રાકૃત વ્યાકરણ સંક્ષિપ્ત-પરિચય, કેમ્બ્રીજ યુનિવર્સિટીના એક વખતના સસ્કૃતના અધ્યાપક અને એડીનમર્ગ યુનિવર્સિટીના નરરી એએલ. ડી. શ્રી ઈ. મી. કૉવેલે લખેલા
A SHORT INTRODUCTION TO THE ORDINARY PRAKARIT OF THE SANSKRIT DRAMAS નામના નિષધના અવિકલ ગુજરાતી અનુવાદ છે. જેમને સસ્કૃત ભાષાના સાધારણુ અભ્યાસ હોય અને જે પ્રાકૃત ભાષાના ટુક પરિચય કરવા માંગતા હોય તેમને આ નિમ'ધ ઘણા મદત કર્તા થઈ પડે એવા જણાયાથી, આ રૂપમાં પ્રકટ કરવામાં આવે છે. આ નિમ`ધ મૂળ સન્ ૧૮૫૪ માં મજકુર પ્રેસરે વરચિત પ્રાત પ્રારા ની જ્યારે પ્રથમ આવૃત્તિ મ્હાર પાડી હતી તેની પ્રસ્તાવના રૂપે લખ્યા હતા. અને પછી ૧૮૯૫ માં કેટલાક સુધારા-વધારા સાથે, લંડનની TRUBNER and Co. એ એક પુસ્તિકાના રૂપમાં અને જૂદો છૂપાવ્યેા હતા. એ પુસ્તિકા આજે દુલભ્ય હાઈ બ્રુકસેલરા તેની ૩-૪ રૂપિઆ જેટલી કિમત લે છે. તેથી ગુજરાતી ભાષાભિજ્ઞ વિદ્યાથીઓને આ નિબંધ સુલભ થઈ પડે તેવા હેતુથી આ પત્રના પરિશિષ્ટ રૂપે પ્રકટ કરવામાં આવે છે. આશા છે કે સશેાધકના વાંચનારાઓને તેમજ અન્ય તેવા અભ્યાસિઆને આ પ્રયાસ ઉપયાગી થઈ પડશે.
જ્યેષ્ઠ પૂર્ણિમા, ૧૯૭૯
Aho ! Shrutgyanam
–સપાદક