________________
Shri Ashtapad Maha Tirth
વલી બંધવ બીજા સાધુની, તિહાં કીધી હો ત્રણ શુભ અનુપકે, ઊંચો સ્ફટિકનો કુટકો, દેખી ડુંગર હો હરખ્યો ભણે ભૂપ કે. શ્રી. ૧૦ રતન કનક શુભ ઢુકડી, કર્યો કંચન હો પ્રાસાદ ઉત્સંગ કે, ચોબારો ચૂપે કરી, એક જોયણ હો માન મન રંગ કે. શ્રી. સિંહનિષધા નામના, ચોરાસી હો મંડપ પ્રસાદ કે. ત્રણ કોશ ઉંચો કનકનો, ધ્વજ કલશે હો કરે મેરુ શું વાદ કે. શ્રી. ૧૨
વાન પ્રમાણે લાંછન, જિન સરિખી હો તિહાં પ્રતિમા કીધ કે, દોય ચાર આઠ દસ ભલી, ઋષભાદિક હો પૂરવે પર સિદ્ધ કે. શ્રી. ૧૩
૧૧
કંચનમણિ કમલે ઠવી, પ્રતિમાની હો આણી નાશીકા જોડ કે, દેવ છંદો રંગ મંડપે, નીલાં તોરણ હો કરી કોરણી કોડ કે. શ્રી. ૧૪
બંધવ બેન માત તણી, મોટી મુરિત હો મણિ રતને ભરાય કે, મરૂદેવા મયગલ ચઢી, સેવા કરતા હો નિજ મુરતીની પાય કે. શ્રી. ૧૫ પાડિહારજ છત્ર ચામરા, જક્ષાદિક હો કીધા અનિમેષ કે, ગોમુખ ચતુર ચક્કેસરી, ગઢવાડી હો કુંડ વાવ્ય વિશેષ કે. શ્રી. ૧૬ પ્રતિષ્ઠા પ્રતિમા તણી, કરાવે હો રાજા પૂજા સ્નાત્ર પ્રભાવના, સંઘ ભગતી હો ખરચે પડતે આરે પાપીયા, મત પાડો હો કોઈ વાટ કે, એક એક જોયણ આંતરે, ઈમ ચિંતવી હો કરે પાવડીયા આઠ કે શ્રી. ૧૮
વિરૂઈ
મુનિવર પાસ કે,
ઘણી આથ કે. શ્રી. ૧૭
દેવ પ્રભાવે એ દેહરાં, રહેશે અવિચલ હો છઠ્ઠા આરાની સીમ કે,
વાંદે આપ લબ્ધિ બળે, નર તેણે ભવ હો ભવસાગર ખીમ. શ્રી. ૧૯
કૈલાસ ગિરિના રાજીયા, દીયો દરિશણ હો કાંઈ મ કરો ઢીલ કે, અરથી હોય ઉતાવલા, મત રાખો હો અમશું અડખીલ કે. શ્રી. ૨૦
મન માન્યાને મેળવો, આવા સ્થાને હો કોઈ ન મલે મિત્ર કે,
અંતર જામી મિલ્યા પછી, કિમ ચાલે હો રંગ
* 361 ..
લાગ્યો મજીઠ કે. શ્રી ૨૧
ઋષભજી સિદ્ધિ વધુ વર્યા, ચાંદલીયા હો તે દેઉલ દેખાડ કે, ભલે ભાવે વાંદી કરી, માગું મુક્તિના હો મુજ બાર ઉઘાડ કે. શ્રી. ૨૨ અષ્ટાપદની જાતરા, ફલ પામે હો ભાવે ભણે ભાસ કે, શ્રી ભાવવિજય ઉવજઝાયનો, ભાણ ભાખે હો ફલે સઘલી આસ કે. શ્રી.૨૩
Ashtapad Tirth Stavan