________________
Shri Ashtapad Maha Tirth
| | શ્લોકઃ | સકલયુગલસંગવિવર્જન, સહજચેતનભાવવિલાસન છે
સરસભોજનકસ્ય નિવેદના, પરમનિવૃતિભાવમહં સૂજે ના અર્થ - સમસ્ત પુદગલના સંગથી રહિત, અને સ્વભાવિક ચૈતન્યના જે ભાવોના વિલાસરૂપે અને પરમનિવૃત્તિ આપનારું એવું પસ ભોજનનું જે નૈવેદ્ય તે અનાહારી પદ પ્રાપ્ત કરવાને માટે આવા નૈવેદ્યથી પ્રભુની આઠમી પૂજા હું રચું છું. I૧
ઈતિ કવિવર શ્રી દીપવિજયજી કૃત અષ્ટાપદજીની પૂજા સમાપ્ત.
| ઈતિશ્રી અષ્ટમ નૈવેદ્ય પૂજા સમાપ્ત છે
પરિશેષ (પૂજાનો ભાવાર્થ)
પહેલી પૂજા માટે વિશેષ ભાવાર્થ – પ્રથમ જલ પૂજાના પ્રકારો ત્રણ, પાંચ, આઠ, સત્તર, એકવીસ અને એકસો ને આઠ છે. આ પ્રકારોને માટે શ્રી આનંદઘનજીકૃત નવમા ભગવાનનું સ્તવન અર્થપૂર્વક જોઈ લેવું. તે ભેદોને માટે સ્તવનકર્તાએ ઉત્તરાધ્યયનસૂત્રની સાક્ષી આપી છે. પ્રથમપૂજાની ઢાળમાં જે જે કવિમુનિવરોએ પૂજાઓ બનાવી છે તેમનાં નામોનો ઉલ્લેખ કર્યો છે. વળી, તે જ ઢાળની દશમી અને અગિયારમી કડીના પ્રશ્નોત્તરમાં સિદ્ધાચલતીર્થથી અષ્ટાપદગિરિ મહાતીર્થ એક લાખ અને પંચાસી હજાર ગાઉ દૂર કહેલું છે. તેની સમજૂતી આ પ્રમાણે જાણવી
“શ્રી લઘુક્ષેત્રસમાસ'ની અયાસીમી ગાથામાં લવણ સમુદ્રના દક્ષિણ દરવાજાથી દક્ષિણાર્ધ ભારતના વચ્ચોવચ્ચ રહેલી અયોધ્યાનગરી એકસો ચૌદ યોજન અને અગિયાર કળા દૂર છે (૧૧૪ યો. ૧૧ ક.) તેના પ્રમાણાંગુલે ગાઉ કહીએ તો એકસો ચૌદ ને સોળસોથી ગુણવા. કારણ કે સોળસો ગાઉનું એક યોજન પ્રમાણાંગુલવાળા માપથી થાય છે. જંબૂઢીપાદિક ક્ષેત્રો માપણીમાં પ્રમાણાંગુલે કરીને માપેલાં છે. વળી, અષ્ટાપદગિરિ અયોધ્યાનગરીની નજીકમાં આવેલ છે. તેના ગાઉ કરતાં એક લાખ છયાસી હજાર એકસો ચાર ગાઉ ઉપર ૬ કળા વધે છે. (૧૮૬૧૦૪ ગાઉ, ૬ કળા) આ પ્રમાણ દક્ષિણ દરવાજાથી ગણાયું છે તેથી દક્ષિણ દરવાજાથી શ્રી સિદ્ધાચળ તીર્થ આશરે અગિયારસો ચાર ગાઉ ૬ કળા (૧૧૦૪ ગાઉ ૬ કળા) દૂર હોવો જોઈએ, કારણ કે ઉપલી ગણતરીથી ૧૮૬૧૦૪ ગાઉ, ૬ કળા એટલી સંખ્યા મળે છે અને કવિરત્ન દીપવિજયજી મહારાજ ૧૮૫૦૦૦ હજાર ગાઉ સિદ્ધાચલથી અષ્ટાપદગિરિ દૂર બતાવે છે. થોડી ઘણી સંખ્યામાં જે ફેર રહે છે તેનું સ્વરૂપ બહુશ્રુતો અને સર્વજ્ઞો જાણી શકે પરંતુ આ પ્રમાણ ક્ષેત્રસમાસને આધારે અને પ્રમાણાંગુલ વડે કરીને ક્ષેત્રની ગણના કરતાં આ સંખ્યા મેળવી શકાઈ છે.
આ પૂજાની બીજી ઢાળ આ પૂજાની બીજી ઢાળમાં જે ભાવો ભરતક્ષેત્રમાં કહ્યા છે તેવા જ ભાવો પાંચ ભરત અને પાંચ ઐરાવતમાં સમજવા. વળી, વીસકોડાકોડી સાગરોપમનું એક કાળચક્ર થાય છે, તેમાં છ ઉત્સર્પિણીના અને છ અવસર્પિણીના એમ બાર આરા હોય છે. ઉત્સર્પિણીના છેલ્લા ત્રણ આરા અને અવસર્પિણીના પહેલા ત્રણ આરા છે, તેના અઢાર કોડાકોડી સોગરોપમ થાય છે. તેમાં યુગલિકધર્મ પ્રવર્તે છે. શ્રાવક Ashtapad Tirth Pooja
- 356 to