________________
Shri Ashtapad Maha Tirth
નિજ નિજ દેહ પ્રમાણે જિનની, પ્રતિમા ભરાવે નરેશ ॥ ઋષભથી વીર જિણંદ લગે રે, ચોવીસ ત્રિભુવન ઈશ રે ॥ ૩૦ ॥૪॥
પૂર્વ દિશિ દોય ચાર દક્ષિણ, આઠ પશ્ચિમ દિશિ જાણ ॥ ઉત્તર દિશિ દસ પ્રભુજી બિરાજે, નાસિકા ભાગ સમાન રે ।। પ્ર૦ ॥૫॥
લાંછન વર્ણ ને દેહ પ્રમાણ, જક્ષિણી જક્ષ પ્રમાણ ॥
ચૌમુખી સરખી ભૂમિ બિરાજે, પ્રત્યક્ષ મુક્તિ સોપાન રે ॥ પ્ર૦ ૬ા
ભાઈ નવાણું ને મરૂદેવી બ્રાહ્મી, સુંદરી સહુ પરિવાર ॥ રયણમાં પ્રતિમા સહુની ભરાવે, ભરતજી જયજયકાર રે ॥ ૫૦ ગા
(ઈહાં આગળથી શેર દશ તાંદુલ કેશરે પીળા કરી રાખવા, તેમાં સોના-રૂપાનાં ફૂલડે ચ્યારે
કોર વધાવતા જવું અને ભરતજીનું નામ ભણતા જવું, પછી વર્તમાન પૂજાકારક તથા સંઘનું નામ ભણતા જવું, અને તાંદુલ ફૂલ વધાવતા જવું ખેલા હોય તે પણ રમે.)
(રાગ
મારૂ)
રયણે વધાવે રે, ભરતરાય રયણે વધાવે રે ફૂલે વધાવે રે, પ્રભુને રયણે વધાવે રે ॥ સૂર્યજસા રયાણે વધાવે રે, વધાવે વધાવે વધાવે રે,
-
ચન્દ્રયશાજી મુક્તાએ વધાવે રે, જિનને મલ્હાવે રે ।
સુભદ્રાજી રયણે વધાવે રે, ઈક્ષાગકુલ-અજુવાળે, પ્રભુજીને ફૂલે વધાવે રે ।।
॥ હવે પૂજાકારક સંઘની વિનતિ ॥
રયણે વધાવે રે, સકલ સંઘ ફૂલે વધાવે રે ॥ સ૦ ॥ કૂલે૦ ॥ અષ્ટાપદ મોતીયે વધાવો રે ॥ અ ॥ મો૦ ॥
સંઘપતિ ફૂલે વધાવો રે ॥ સંઘપતિ ફૂલે વધાવો રે ॥
અર્થ શ્રી ભરત ચક્રવર્તી શ્રીઋષભદેવ ભગવાનનું (એટલે પોતાના પિતાજીનું) નિર્વાણ સાંભળી પોતાના સમુદાયને લઈને શ્રી અષ્ટાપદગિરિ આવ્યા અને શોક કરતા કરતા, હે પ્રભુજી ! મને દર્શન આપો એમ વિનંતિ કરવા લાગ્યાઃ હે પ્રભુ ! આપ ઈક્ષ્વાકુકુળની પરમ લાજ (એટલે શોભા) રૂપ છો. વળી, હે પ્રભુ ! આપ કાશ્યપવંશના મુગટ સમાન છો. સંસારસમુદ્રમાં તરવા તથા બીજાને તારવાને માટે વહાણ સમાન છો. આવી રીતે ભરત પ્રભુની નિર્વાણભૂમિ જે અષ્ટાપદગિરિ છે, તે સ્થાનમાં આવીને પ્રભુના સ્તૂપ અને પગલાંને વંદન કરવા લાગ્યા અને પ્રભુના ઉપકાર સંભારી નેત્રમાં શોકનાં આંસુ લાવી વિનંતિ કરવા લાગ્યા પ્રભુ ! મને દર્શન ઘો, દર્શન દ્યો. પછી નિર્વાણભૂમિ ઉપર ઇન્દ્ર મહારાજે જ્યાં પગલાં સ્થાપન કર્યાં હતાં તે ભૂમિ ઉપર “સિંહનિષદ્યા' નામનો ત્રણ ગાઉ ઊંચો અને ચાર ગાઉ પહોળો તેમ જ ચોરાસી મંડપવાળો, ચાર મુખે જિનેશ્વર ભગવાનનાં પ્રતિબિંબવાળો જૈન પ્રાસાદ રચાવ્યો. તીર્થંકર દેવની શરીરની જે કાન્તિ હતી, એ કાન્તિને અનુસારે, દેહના પ્રમાણને અનુસારે પ્રભુની મૂર્તિઓ ઋષભદેવથી માંડી મહાવીરસ્વામી સુધીની ભરાવી. એમાં એટલે ચૌમુખજીના મંદિરમાં પૂર્વ દિશામાં પહેલા, બીજા તીર્થંકર અને દક્ષિણ દિશામાં ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા એમ ચાર તીર્થંકર અને પશ્ચિમ દિશામાં સાતમા, આઠમા, નવમા, દશમા, અગિઆરમા, બારમા, તેરમા અને ચૌદમા એમ આઠ તીર્થંકરોની મૂર્તિઓ બનાવી અને ઉત્તર દિશામાં પંદરમા ધર્મનાથથી માંડીને
Ashtapad Tirth Pooja
as 346 a