________________
Shri Ashtapad Maha Tirth
હવે વર્ણવું અષ્ટાપદ ગિરિ રે / જગ0 | જે વંદે અહોનિશ સુરનર રે | જગઇ છે પ્રભુ દીપવિજય કવિરાજે રે / જગ0 | જસ પડહો જગમાં વાજે રે | જગ0 ૧૩
અર્થ – ત્રણ જગતના જીવનરૂપ અને ત્રણ જગતના સ્વામી શ્રી ઋષભદેવ ભગવાન વિચરતાં વિચરતાં વિનીતા નગરીમાં પધાર્યા. ફાગણ વદી આઠમને દિવસે ઉજ્જવલ એવા શુકલ ધ્યાનના પહેલા અને બીજા પાયાનું ધ્યાન કરતાં ચાર ઘનઘાતી કર્મ ખપાવીને લોકાલોકને પ્રકાશ કરનારું અને હાથની રેખા જેમ પ્રત્યક્ષ દેખાય છે, તેમ સર્વ દુનિયાની વસ્તુને જાણનારું અને ભાવતેજરૂપ કેવલજ્ઞાન અને કેવલદર્શનનું યુગલ પ્રાપ્ત થયું. તે વખતે પ્રભુનું જ્ઞાનકલ્યાણક થયું. શ્રી ભરત ચક્રવર્તી મરૂદેવી માતા સહિત વદન કરવા આવ્યાં. આ વખતે મરૂદેવી માતાને હાથીની અંબાડી ઉપર બેસાડેલાં હતાં. ઋષભદેવ ભગવાનના વિરહમાં માતાને પુત્ર ઉપર સ્નેહ ઘણો હતો, તેથી પુત્ર વિરહમાં તેમણે રુદન કરીને આંખો ખોઈ નાખી હતી. પડલ આવ્યાં હતાં પરંતુ સમવસરણમાં વાજાનો સ્વર સાંભળીને હર્ષનાં આંસુ આવ્યાં. પડલ દૂર થયાં. ચર્મચક્ષુથી પ્રભુની અષ્ટમહાપ્રાતિહાર્ય યુક્ત સમવસરણની સમૃદ્ધિ જોઈ ઘણાં ખુશી થયાં. તે વખતે તીર્થંકર પ્રભુ ઋષભદેવસ્વામી નીરાગી હતા માટે માતાને કેમ બોલાવે ? આવા વાતાવરણથી માતાના હૃદયમાં દુઃખ પેદા થયું. ધિક્કાર હો એકપાક્ષિક સ્નેહ રાગને; એવી તે વખતે અપૂર્વ ભાવના ભાવતાં અને પ્રેમનાં બંધન તૂટવાની સાથે ચાર ઘનઘાતી કર્મનાં બંધનો પણ તૂટી ગયાં. ક્ષપકશ્રેણિ પર આરૂઢ થયેલાં મરૂદેવા માતાને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર બાદ અંતર્મુહૂર્ત માત્ર આયુષ્કર્મ ઉદયગત હોવાથી તે પણ પૂર્ણાહુતિ પામ્યું. તે આયુષરૂપ અઘાતી કર્મની સાથે બીજાં વેદનીય, નામ, અને ગોત્રકર્મ પણ ક્ષય થયા. અષ્ટવિધકર્મ ક્ષય થવાથી હાથીના સ્કંધ ઉપર મરૂદેવા માતા મોક્ષે પધાર્યા. મરૂદેવી માતાનો જીવ અનાદિકાળથી અવ્યવહારાશિમાં હતો, તે પ્રત્યેક વનસ્પતિરૂપ કેળમાં આવી, ત્રીજા ભવમાં પ્રથમ તીર્થકરની માતા બની મોક્ષ સીધાવ્યાં. ત્યાર પછી જિનેશ્વર ભગવાનની અમૃતની ધારા સમાન વાણી સાંભળતા માતાજીના શોકનું નિવારણ ભરત ચક્રવર્તીએ કર્યું. (૧ થી ૫)
પછી પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, તેથી યશકીર્તિ જગતમાં વ્યાપી. ઋષભસેન નામના ભરતના નંદન પ્રથમ ગણધર થયા કે જેઓ પંડરીકસ્વામી નામથી પ્રસિદ્ધ છે. સાધ્વી વર્ગમાં પ્રથમ બ્રાહ્મી થયાં અને શ્રાવક વર્ગમાં ભરત ચક્રવર્તી થયા અને શ્રાવિકા વર્ગમાં સુભદ્રા શ્રાવિકા થઈ. એવી રીતે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, શ્રાવકધર્મની અને સાધુ ઘર્મની એમ બન્ને પ્રકારે હિતશિક્ષા આપી. સંયમ લીધા બાદ એક હજાર (૧૦૦૦) વર્ષ પછી પ્રભુને કેવળજ્ઞાન થયું અને એક લાખ પૂર્વમાં હજાર વર્ષ જૂના કેવલી અવસ્થા રહી. એવી રીતે ગણતાં એક લાખ પૂર્વ પ્રભુ સંયમ અવસ્થામાં રહ્યા પછી નિર્વાણ સમય જાણીને પ્રભુ અષ્ટાપદગિરિ પધાર્યા. દશહજાર મુનિઓની સાથે અનશન કરી મહા વદી તેરસે એટલે ગુજરાતી પોષ વદી તેરસે (મેર તેરસે) પ્રભુ અષ્ટવિધ કર્મ ક્ષય થતાં મુક્તિ પધાર્યા, ચોસઠ ઇન્દ્રોનું આગમન થયું. પ્રભુનું નિર્વાણ કલ્યાણક ઊજવાયું, તેનું વિવેચન આ પ્રમાણે
પ્રથમ તીર્થંકર પ્રભુના શરીરને, પછી ગણધર મહારાજના શરીરને અને ત્રીજી કક્ષામાં સામાન્ય મુનિવરોનાં શરીરને ક્ષીરસમુદ્રના દૂધ જેવા પાણી વડે નવરાવ્યાં. ત્રણ ચિતા રચી, અગ્નિકુમાર દેવતાએ અગ્નિ ઉત્પન્ન કર્યો, ચંદન વગેરેનાં લાકડાં અગ્નિજવાળામાં હોમવામાં આવ્યાં. ત્યાર પછી ચિતાઓ શાંત થતાં નિર્વાણસ્થાન ઉપર પ્રભુની પાદુકા સ્થાપન કરવામાં આવી. ત્યાર બાદ ભરત ચક્રવર્તીએ ચોવીસ તીર્થંકર ભગવાનનું દેહપ્રમાણ અને વર્ણ પ્રમાણે અને જેમની નાસિકા મળતી Ashtapad Tirth Pooja
5 344 -