________________
Shri Ashtapad Maha Tirth
અધિકારી બની ગયા હતા. એમની પૂજા, ભક્તિ અને સ્તુતિ તો ઠીક, માત્ર એમનું નામસ્મરણ પણ મહામંગલકારી લેખાય છે. તે સંકટોને દૂર કરે છે, મનના મનોરથોને પૂર્ણ કરે છે. કવિવર લાવણ્યસમયજીએ લખ્યું છે કે- “જો કીજે ગૌતમનું ધ્યાન, તો ઘર વિલર્સ નવે નિધાન.”
ગૌતમ ગણધર જેને-જેને દીક્ષા આપે તેને-તેને કેવળજ્ઞાન થાય છે. તેમાં શાલ-મહાશાલનો પ્રસંગ બને છે. ભગવંત મહાવીરની આજ્ઞાથી તેઓ શાલ-મહાશાલને પ્રતિબોધ કરવા જાય છે. સંસારની ભયંકરતા સમજાવે છે. રાગ-દ્વેષની વિનાશકારિતા સમજાવે છે. શાલ-મહાશાલ પ્રતિબોધ પામે છે. દીક્ષા અંગીકાર કરે છે. દીક્ષા બાદ જગદગુરુ મહાવીર ભગવંત પાસે આવતાં જેમના હૈયામાં રાગ-દ્વેષની અનર્થકારિતા ઊતરેલી છે તેવા શાલ-મહાશાલ શુક્લધ્યાનની અગ્નિમાં ઘાતકર્મો ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. સમવસરણમાં પહોંચીને ભગવંતને વંદના કરવા જણાવે છે કે, ભગવંત બોલે છે, “હે ગૌતમ ! કેવલીની આશાતના કરીશ નહીં.” ગણધર ગૌતમને આંચકો લાગે છે. હું દીક્ષા આપું તેને કેવલજ્ઞાન થાય છે અને મને જ નથી થતું, એમ કેમ ?
ભગવંતે કહ્યું કે, જે મનુષ્ય સ્વલબ્ધિથી અષ્ટાપદની યાત્રા કરે છે, તે જ ભવમાં કેવળજ્ઞાન પામે. પોતાનું કેવલજ્ઞાન નિશ્ચિત કરવા વીરપ્રભુની આજ્ઞા મેળવી ગૌતમસ્વામી જંઘાચારણ લબ્ધિથી સૂર્યનું કિરણ પકડીને અષ્ટાપદ પર જાય છે. તેઓ અષ્ટાપદ જઈ રહ્યા છે ત્યારે ઉપવાસને પારણે ઉપવાસ કરનાર ૫૦૦ તાપસનું એક વૃંદ અષ્ટાપદની પ્રથમ મેખલામાં આગળ ચાલવાને અશક્તિમાન હોવાથી રહેલું છે. છઠ્ઠને પારણે છઠ્ઠ કરનાર પ૦૦ તાપસનું જૂથ બીજી મેખલામાં અટકેલું છે. અઠ્ઠમને પારણે અઠ્ઠમ કરનાર ૫૦૦ તાપસનું જૂથ ત્રીજી મેખલામાં અટકેલું છે. તપથી કાયા શોષાઈ ગઈ છે. આવતા ગૌતમ ગણધરને જોઈને ત્રણે જૂથના તાપસોને એક જ વિચાર આવે છે કે અમે તપ કરી કાયા શોષવી છતાં એટલી લબ્ધિ ઉત્પન્ન થઈ નથી કે આગળ વધીએ, તો પછી આ ઢકાય જીવાત્મા આગળ કેવી રીતે જશે ? તાપસો વિચાર કરતા રહ્યા અને ગણધર ગૌતમ સૂર્યનાં કિરણોના આલંબને ઉપર પહોંચ્યા. ભરત ચક્રીએ ભરાવેલા ચોવીશે જિનેશ્વરોની ભાવભરી વંદના-સ્તુતિ કરી. જગચિંતામણિ સ્તોત્રથી ભાવપૂર્વક સર્વ જિનાલયો, સર્વ શાશ્વત બિંબોની વંદના કરી. પાંચ તીર્થોમાં (૧) શત્રુંજયના આદિનાથ (૨) ગિરનારના નેમિનાથ (૩) સત્યપુર (સાંચોર, જિ. જાલોર, રાજસ્થાન)ના મહાવીરસ્વામી (૪) ભરૂચના મુનિસુવ્રતસ્વામી અને (૫) મુહરી પાર્શ્વનાથ (જે હાલ ટીંટોઈ ગામે બિરાજમાન છે) ની ગણના થાય છે.
અષ્ટાપદજી ઉપર આવેલા તિર્યર્જુભક દેવની શંકા દૂર કરવા પુંડરીક-કંડરીક અધ્યયન કહી શંકા દૂર કરી. નીચે ૧૫૦૦ તાપસનાં ત્રણે જૂથ એક જ ભાવના કરે છે કે નીચે ઊતરે ત્યારે આ પુણ્યવાન પુરુષને ગુરુ બનાવવા, જેથી આપણો વિસ્તાર થશે. નીચે ઊતરે ત્યારે બધા ગૌતમસ્વામીજી પાસે દીક્ષા લેવા તત્પર બને છે. દેવતાઓ વેષ આપે છે. બધાને પારણાનો દિવસ છે. ગૌતમસ્વામીજી ઉપર તુંહી-તુંહી ભક્તિવાળા હોવા સાથે રાગ સંસારમાં ડુબાડે તે સમજતા ૫૦૦ તાપસો જે અઠ્ઠમને પારણે અઠ્ઠમ કરનારા છે તે પારણું કરતાં કેવલજ્ઞાન પામે છે. પારણું કરીને ભગવાન મહાવીર પાસે જતાં સમવસરણની ઋદ્ધિ દેખીને બીજા છઠ્ઠને પારણે છઠ્ઠ કરનારાનું જૂથ કેવલજ્ઞાન પામે છે. ઉપવાસને પારણે ઉપવાસ કરનારા ત્રીજા જૂથને ભગવંતનું રૂપ જોતાં કેવલજ્ઞાન ઊપજે છે. સમવસરણમાં કેવલીની પર્ષદા તરફ જતા ૧૫૦૦ તાપસને ગણધર ગૌતમસ્વામી અટકાવે ત્યાં મહાવીર પરમાત્માના શબ્દો કાને પડે છે : “હે ગૌતમ, કેવલીની આશાતના કરીશ નહીં.” આ શબ્દો સાંભળતાં ઈન્દ્રભૂતિ ગૌતમને ખળભળાટ મચી જાય છે. અષ્ટાપદની યાત્રા કરી
- 305 (
- Gautam Swami - Ek Adhyayan