________________
11
|| સોનપ્રાશપાવ .
उत्तरार्ध
પ્રસ્તાવના :
જ્ઞાનપ્રકાશદીપાર્ણવ મંદિર નિર્માણને લગતો પ્રાચીન સંસ્કૃત ગ્રંથ છે. તેના મૂળ કર્તા વિશ્વકર્મા છે. પ્રભાશંકર સોમપુરાએ આ ગ્રંથ પર “શિલ્પ-પ્રભા' નામની ગુજરાતી ટીકા રચી છે. આ ગ્રંથ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એમ બે ભાગોમાં વિભાજિત છે. તેના ઉત્તરાર્ધના ૨૬માં અધ્યાયમાં અષ્ટાપદનું સ્વરૂપ તથા સિંહનિષદ્યા પ્રાસાદનું વર્ણન સુપેરે કરવામાં આવ્યું છે.
પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ સ્વામીના દેહનો અગ્નિસંસ્કાર અષ્ટાપદ પર્વત ઉપર થયો. ત્યાં ભરત ચક્રવર્તી મહારાજે સિંનિષદ્યા નામે પ્રાસાદની રચના વાર્ધકીરત્ન (શિલ્પી - સ્થપતિ) પાસે કરાવી.
भरतस्तत्र च स्वामि संस्कारासन्नभूतले । प्रासादं योजयामास त्रिगव्यूतिसमुच्छ्रयः ।।१।। नामतः सिंहनिषद्या पद्मानिर्वाणवेश्मनः ।
उच्चैर्वार्द्धकीरत्नेन रत्नाश्माभिरकारयत् ।।२।। ભરત ચક્રવર્તીએ શ્રી ઋષભદેવના અગ્નિસંસ્કારના સમીપ ભૂમિ પર ત્રણ ગાઉ ઊંચો અને જાણે મોક્ષ મંદિરની વેદિકા હોય તેવો “સિંહનિષદ્યા” નામનો પ્રાસાદ રત્નમય પાષાણોથી વાર્ધકી રત્ન (સ્થપતિ) પાસે કરાવ્યો.
તેની ચારે તરફ પ્રભુના સમવસરણની જેમ સ્ફટિક રત્નનાં ચાર રમણીય દ્વારા કરાવ્યાં. તે દ્વારોની બંને તરફ શિવલક્ષ્મીના ભંડારની જેવા રત્ન ચંદનના સોળ કળશો રચાવ્યા. દરેક દ્વારની જાણે સાક્ષાત પુણ્ય વલ્લી હોય તેવાં સોળ સોળ રત્નમય તોરણો રચાવ્યાં. ફરતા મંડપના પ્રશસ્તિ લિપિના જેવા અષ્ટમંગળની સોળ સોળ પંક્તિઓ રચી. જાણે ચાર દિપાલોની સભા ત્યાં લાવ્યા હોય તેવા વિશાળ મુખમંડપો રચ્યા. તે ચાર મુખમંડપોની આગળ ચાલતાં શ્રી વલ્લી મંડપની અંદર ચાર પ્રેક્ષાસદન મંડપ
૧ જેમ અહત જિન તીર્થકરોના આ લોકભોગ્ય પુણ્ય ફળરૂપ વરેલી સિદ્ધિઓ તરીકે અષ્ટપ્રાતિહાર્યો હોય છે તેમ મહા ચક્રવર્તીની પાસે ચૌદ રત્નો હોય છે. તેમાં વાઈકી-સ્થપતિ શિલ્પી એ તેમનું છઠું રત્ન કહ્યું છે. મહાચક્રવર્તી કહ્યું તે કાર્ય તે ચૌદ રત્નથી, અસાધ્ય હોય તો પણ પળવારમાં સાધ્ય થાય છે તે મહાચક્રવર્તીની સાથે જ તે રત્નો હાજર હોય છે.
सेनापतिगृहपतिपुरोहितगजतुरग वार्धकीः स्त्री ।
चक्रं छत्रं चर्म मणिः कांकिनी खड्गदंडः च ॥३।। મહાચક્રવર્તીનાં ચૌદ રત્નોમાં સેનાપતિ, ગૃહપતિ, પુરોહિત, હાથી, ઘોડો, શિલ્પી વાઈકી અને સ્ત્રી એ સાત રત્નો પંચેન્દ્રિય છે. ચક્ર, છત્ર, ઢાલ, મણિ, કાંકિણી રત્ન, ખડગ અને દંડ એ સાત રત્નો એકેન્દ્રિય છે. આ ચૌદ રત્નો મહાચક્રવર્તીની સેવામાં સદા સર્વદા હાજર હોય છે. આ એકેક રત્નના હજાર-હજાર દેવો અધિષ્ઠાયક હોય છે. (જૈન દર્શન)
Pg. 51-58
Gyanprakashdiparnav Vol. I Ch. 1-B, Gyanprakashdiparnav
–ા 42 સ