________________
10 | શ્રી ગૌતમ અષ્ટક |
પ્રસ્તાવના :
ગૌતમ અષ્ટકના કર્તા અજ્ઞાત છે. તેમાં અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીનું વિશિષ્ટ મહાભ્ય વર્ણવી, વાંછિતની પ્રાપ્તિની પ્રાર્થના કરવામાં આવી છે.
શ્રી ઇંદ્રભૂતિ વસુભૂતિપુત્ર, પૃથ્વીભવં ગૌતમગોત્રરત્ન
તુવન્તિ દેવાઃ સુરમાનવેન્દ્રાઃ સ ગૌતમો યચ્છતુ વાંછિત મે. (૧) શ્રી ઇંદ્રભૂતિ વસુભૂતિ અને પૃથ્વી માતાના પુત્ર, ગૌતમ ગોત્રમાં થયેલા છે. સુરો અને માનવો વડે સ્તુતિ કરાયેલા ગૌતમસ્વામી મને વાંછિત આપો.(૧)
શ્રીવર્ધ્વમાનાત્ ત્રિપદીમવાપ્ય, મુહૂર્તમાત્રણ કૃતાનિ યેન;
અંગાનિ પૂર્વાણિ ચતુર્દશાપિ, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે (૨) શ્રી વર્ધમાનસ્વામી પાસેથી ત્રિપદીને ગ્રહણ કરીને ૧૪ પૂર્વાગોની રચના કરી તેવા ગૌતમસ્વામી મને...(૨)
શ્રી વીરનાથેન પુરા પ્રણીત, મંત્ર મહાનંદસુખાય યસ્ય;
ધ્યાયંત્યમી સૂરિવરાઃ સમગ્રાઃ, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે. (૩) શ્રી મહાવીરસ્વામી વડે પહેલાં કહેવાયેલો મહાનંદ અને સુખને આપનાર મંત્ર, જેનું ધ્યાન સર્વે સૂરિવરો કરે છે તે ગૌતમસ્વામી મને...(૩)
યસ્યાભિધાન મુનયોડપિ સર્વે, ગૃહન્તિ ભિક્ષાભ્રમણમ્ય કાલેઃ
મિષ્ટાન્નપાનામ્બરપૂર્ણકામા; સ ગૌતમો યચ્છતુ વાંછિત મે. (૪) જેમનું નામ સર્વે મુનિઓ ભિક્ષાભ્રમણના કાળે ગ્રહણ કરે છે જે મિષ્ટાન્ન, પાન, અંબરની ઇચ્છાને પૂર્ણ કરે છે. તે ગૌતમસ્વામી મને...(૪)
અષ્ટાપદાદ્રો ગગને સ્વસકૃત્યા થયો જિનાનાં પદવંદનાયઃ
નિશમ્ય તીર્થાતિશય સુરેભ્યસ ગૌતમો યચ્છતુ વાંછિત મે. (૫) દેવો પાસેથી તીર્થના અતિશયને સાંભળીને જિનેશ્વરોના ચરણને વંદન કરવા માટે ગગનમાં સ્વશક્તિથી અષ્ટાપદ પર્વત પર ગયા તેવા ગૌતમસ્વામી મને...(૫)
Pg. 1209-1213
Shri Gautam Ashtak Vol. IV Ch. 214, Shri Gautam Ashtak
-
40
-