________________
Shri Ashtapad Maha Tirth
तिअसासुरमज्झगओ, कंचणपीढंमि संठिंओ नाह !
धम्मं वागरमाणो, ते धन्ना जेहिं दिट्ठोसि ।।१५।। હે ત્રણ ભુવનના નાથ બેસી સ્વર્ણના સિંહાસને, સુર અસુર કેરી પર્ષદાથી વીંટળાઈ તે ક્ષણે; દેતા અપૂરવ ધર્મ કેરી દેશનાને આપ જે; ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે.૧૫
ते धन्ना कयपुन्ना, जेहिं जिणो वंदिओ तया काले ।
વેવન (૪?) નાઇમિથે, તે ધન્ના નંદિ રિ િTદ્દા જે વંદનીય બન્યા નિરંતર દેવતાના વૃન્દથી, કેવલ્ય પામ્યા બાદ તેવા નાથને બહુ ભાવથી; જેણે કર્યા વંદન અહો તે ધન્ય છે કૃત્યપુણ્ય છે, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે.૧૬
धन्नेहिं तुमं दीससि, नविअ अहन्नेहिं अकय पुन्नेहिं ।
तुह दसणरहियाणं, निरत्थयं माणुसं जम्म ।।१७।। જે ધન્ય છે તેને જ તારું દિવ્યદર્શન સાંપડે, રે પુણ્યહીન અભાગિયાની નજરમાં તું ના પડે; તેનો જનમ નિષ્ફળ ગયો જેણે નિહાળ્યો ના તને, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે.૧૭
मिच्छत्ततिमिरवामोहिअंमि, जयनाह तिहअणे सयले ।
उम्मीलीऊण नयणे, ते धन्ना जेहिं दिट्ठोसि ।।१८।। મિથ્યાત્વ કેરું ઘોર અંધારું છવાયું વિશ્વમાં, વ્યામૂઢ થયું ત્રણ ભુવન પૂરું મોહના અતિજોશમાં; હે ત્રણ ભુવનના નાથ ખોલી મોહ ઘેલી આંખને, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે.૧૮
अठ्ठावयंमि सेले, चउदसभत्तेण मुक्खमणुपत्तो ।
दसहि सहस्सेहि समं, ते धन्ना जेहिं दिलोसि ।।१९।। રજતાદ્રિના શિખરે બની આરુઢ પર્યકાસને, દસ સહસ મુનિવર વૃંદ સાથે તું લહ્યો નિર્વાણને; પચખાણ ચઉદશ ભક્તનું પચખ્યું હતું સહુએ તમે, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે.૧૯
इअचवण-जम्म-निक्खमण-नाण-निव्वाणकालसमयंमि।
भतिब्भर निब्भरेहिं, ते धन्ना जेहिं दिट्रोसि ॥२०॥ તુજ ચ્યવન, જન્મ, વ્રતગ્રહણ કેવલ્ય મુકિત અવસરે, જે દેવતાઓ પંચ કલ્યાણક તણા ઓચ્છવ કરે; તેમાં ભળી ઉરના ઉછળતા ભક્તિ ભાવે આર્ટ શૈ, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે.૨૦
ઢ-મૂઢ-યા, મત્તિ સંથો તથા મયd |
तं कुणसु नाभिनंदण!, पुणो वि जिणसासणे बोहीं (हिं) ।।२१।। અતિમૂઢ ને અજ્ઞાનથી પરિપૂર્ણ છું તોયે વિભો ! બહુ ભકિતભાવે આપની સ્તવના કરી છે મેં પ્રભો!; તો ત્રિજગવંદન નાભિનંદન એટલી કરજો હવે, કણા તમારું દિવ્યશાસન પ્રાપ્ત થાય ભવોભવે.૨૧
- $ 367
–
Ashtapad Tirth Stavan