________________
3
॥ ઋષભની શોભા હું શી
કવિ ધનપાલ દ્વારા પ્રાકૃત ભાષામં રચિત તથા મુનિશ્રી ધુરંધરવિજયજી દ્વારા અનુવાદિત ભાવભીની પ્રથમ તીર્થંકર-સ્તવના
बालत्तणिमि सामिय, सुमेरू सिहरंमि कणयकलसेहिं । તિગમાયુરેન્દુિ વિઞો, તે ધન્ના નેહિં વિદ્યાપ્તિ શા
જે જન્મસમયે મેગિરિની સ્વર્ણરંગી ટોચ પર, લઇ જઇ તમોને દેવને ઘનવગણો ભાવે સભર; ક્રોડો કનક કળશો વડે કરતા મહા અભિષેકને, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે.૧
तिअसिंदकयविवाहो, देवी सुमंगला सुनंदाए ।
नवकंकणो सि सामिअ, ते धन्ना जेहिं दिट्ठोसि ||२||
સોહામણી સુમંગલાને વળી સુનંદા સાથમાં, ચતુરાઇથી ચોરી રચી ઇન્દ્રે કરેલ વિવાહમાં; મીંઢોળબંધા વર બની શોભી રહ્યાતા જે સમે, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. ૨
रायाभिसेयकाले, विणीयनगरीइ तिअसलोगंमि ।
न्हविओ मिहुणनरेहिं, ते धन्ना जेहिं दिट्ठोसि ॥३॥
કહું ? ॥
નગરી વિનીતામાં સુરો રાજ્યભિષેક રુડો કરે, થાપે તમોને સ્વર્ણના સિંહાસને તે અવસરે; વિનયી યુગલિયા માત્ર અંગૂઠે કરે અભિષેકને, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે.૩
दाणं दाऊण पुणो, रज्जं चइऊण जगगुरू पढमो । निक्खमणमहिमकाले, ते धन्ना जेहिं दिट्ठोसि ||४||
ઇ દાન સંવત્સર લગી દરિદ્રય જગનું સંહર્યું, ને જગતગુરુ તે વિશ્વનું સામ્રાજ્ય પળમાં પરહર્યું; સંસારથી નિષ્ક્રમણ કેરો પ્રથમ ભવ્ય પ્રસંગ તે, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. ૪
सिबिअविमाणारूढो, जईआ तं नाह दिक्खसममि । पत्तो सिद्धत्थवणं, ते धन्ना जेहिं दिट्ठोसि ॥५॥
રે દેવ-દેવેન્દ્રો નરેન્દ્રોએ વહન જેને કરી, થઇ દિવ્ય શિબિકારુઢ ચાલ્યા સમય સંયમનો કળી; સિદ્ધાર્થ વનમાં સર્વત્યાગ કરી રહ્યા'તા જે સમે, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે.પ
काउण य चउमुट्ठि, लोयं भयवं पि सक्कवयणेणं । वाससहस्सं विहरड़, ते धन्ना जेहिं दिट्ठोसि ॥६॥
ત્યાં લોચની વેળા વચન જે ઇન્દ્ર દેવે ઉચ્ચર્યા, તેથી કર્યો ચઉમુષ્ટિ લોચ પછી મહાવ્રત આર્યા; ને વર્ષે એક સહસ્ર કીધો નિત્ય પાદ વિહારને, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે.૬
Ashtapad Tirth Stavan
as 365 a